તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nirmala Sitharaman Mukhtar Abbas Naqvi Complain Against Rahul Gandhi In Election Commission LokSabha Election 2019

રાહુલ ગાંધી 'ગાળો ગેંગ'ના લીડર, વડાપ્રધાન પર લગાવી રહ્યા ખોટા આરોપ: BJP

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી
  • મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ જુઠ્ઠાણીની ફેક્ટરી ચલાવી રહી છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી અંતર્ગત રાજકીય ખેંચતાણ હાલ ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સતત એક બીજા ઉપર આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન બીજેપીએ ચૂંટણી પંચમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી છે. બીજેપીનું કહેવું છે, રાહુલ કોઈ પણ પુરાવા વગર વડાપ્રધાન પર ખોટા આરોપ લગાવી રહ્યા છે.

રાહુલ ગાંધી વિરૂદ્ધ ECમાં ફરિયાદઃ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવ્યા પછી રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ જુઠ્ઠાણાંની ફેક્ટરી ચલાવી રહી છે. જેમાં કોઈ સત્ય નથી. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસની ગાળો ગેંગના પ્રમુખ છે. અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી પંચ તેમના નિવેદનોને ધ્યાનમાં લે. તેમણે કહ્યું છે કે, દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ કોઈ પણ પુરાવા વગર આ પ્રમાણેના આરોપ લગાવી રહ્યા છે.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર પણ ટીપ્પણી કરી રહ્યા છે. પૂર્વ સૈનિકો દ્વારા રાષ્ટ્રપતિને લખવામાં આવેલી ચિઠ્ઠી વિશે નિર્મલા સીતારમણે કહ્યું છે કે, બે સીનિયર ઓફિસરોએ કહ્યું છે કે, તેમણે આવી કોઈ ચિઠ્ઠી લખી નથી. રાષ્ટ્રપતિ ભવને પણ આવી કોઈ ચિઠ્ઠી મળી હોવાની વાતનો ઈન્કાર કર્યો છે.

BJP નેતા મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીઃ બીજેપી નેતા અને સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાફેલ ડીલ વિશે આપવામાં આવેલા એક નિવેદન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપમાનની અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ મીનાક્ષી લેખીએ દાખલ કરેલી અરજી વિશે સુનાવણી કરવા પણ તૈયાર છે. 15 એપ્રિલે આ કેસની સુનાવણી કરવામાં આવશે. મીનાક્ષી લેખીએ આરોપી લગાવ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના હવાલાથી એવું નિવેદન આપ્યું છે કે, સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે, ચોકીદાર ચોર છે. મીનાક્ષી લેખીએ આ જ નિવેદન માટે રાહુલ ગાંધી સામે અપમાનની અરજી કરી છે.