• Gujarati News
  • National
  • NIA Arrested Jaish e Mohammed Terrorist Nisar Ahmed Tantray, Who Was Absconding In The 2017 Lethpora CRPF Terror Attack Case

2017ના CRPF કેમ્પ હુમલાનો મુખ્ય આરોપી જૈશ આતંકી નિસારની યુએઈથી ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિસાર અહમદ તાંત્રે 1 ફેબ્રુઆરી 2019ના રોજ યુએઈ ભાગી ગયો હતો
  • ડિસેમ્બર 2017માં કાશ્મીરમાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા, 3 આતંકીઓને ઠાર કરાયા હતા

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)થી જૈશ-એ-મોહમ્મદના આતંકી નિસાર અહમદ તાંત્રેની ધરપકડ કરી છે. તેને 31 માર્ચે ભારત લાવવામાં આવ્યો હતો. નિસાર 1 ફેબ્રુઆરી 2019ના રોજ યુએઈ ભાગી ગયો હતો. નિસાર 2017માં લેથપોરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં મુખ્ય આરોપી છે. હુમલામાં 5 જવાન શહીદ થયા છે. તેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

નિસાર વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કરાયું: નિસાર તાંત્રે જૈશના દક્ષિણી કાશ્મીરના ડિવિઝનલ કમાન્ડર નૂર તાંત્રેનો ભાઈ છે. એનઆઈએ લેથપોરા હુમલાની તપાસ કરી રહ્યા હતા. એનઆઈએ કોર્ટના સ્પેશિયલ જજે નિસાર વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું હતું. જેના આધારે તેને યુએઈથી લાવવામાં આવ્યો છે. માનવામા આવે છે કે, નૂર તાંત્રેએ ખીણ વિસ્તારમાં જૈશની ઘણી મદદ કરી હતી. ડિસેમ્બર 2017માં એક એન્કાઉન્ટર દરમિયાન તેને ઠાર કરવામાં આવ્યો હતો.

હુમલામાં સામેલ હતો એક પાકિસ્તાન આતંકી: લેથપોરા કેસમાં જ પુલવામાના અવંતિપુરામાં રહેતા ફૈયાઝ અહમદ મેગ્રેની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. હુમલામાં જે ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા તેમની ઓળખ ત્રાલમાં રહેતા ફરદીન અહમદ ખાંડે, પુલવામાના દ્રુબગ્રામમાં રહેતા મંજૂર બાબા અને પાકિસ્તાની આતંકી અબ્દુલ શકૂર તરીકે થઈ હતી. શકૂર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના રાવલકોટમાં રહેતો હતો. ફૈયાઝ જૈશનો સક્રિય સભ્ય હતો. તેણે જ હુમલામાં સામેલ આતંકીઓને છુપાવવાનું ઠેકાણુ, હથિયાર અને ખાનગી માહિતી પૂરી પાડી હતી.

યુએઈ કરી રહ્યું છે મદદ: આ પહેલાં પણ યુએઈ ઘણાં ભાગેડુ લોકોને ભારતને સોંપી ચૂક્યુ છે. યુએઈ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાના મામલે લાંચના આરોપી ક્રિશ્ચિયન મિશેલ, આ કેસમાં કથિત દલાલ દીપક તલવાર સિવાય આઈએસઆઈએસના સમર્થકો, ઈન્ડિયન મુઝાહિદ્દીનનો આતંકી અબ્દુલ વાહિદ સિદ્દિદ અને 1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી ફારુખ ટકલા જેવા આતંકીઓને ભારતને સોંપી ચૂક્યા છે.