તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IAFના હુમલામાં ઠાર આતંકીઓનાં લિસ્ટમાં મસૂદ અઝહરનો સાળો સામેલઃ સૂત્રો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: પુલવમા હુમલા બાદ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના આંતકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો. જેમાં જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાની એજન્સીઓની ઓથ હેઠળ ક્યાંક છુપાઈને બેઠો છે. પરંતુ મળતી માહિતી મુજબ તેનો સાળો યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી આ એર સ્ટ્રાઈકમાં હણાયો છે. યુસુફ અઝહર જ તે શખ્સ હતો જે મસૂદ અઝહરની નજર હેઠળ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પ ચલાવતો હતો. જ્યાં જૈશના આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.

 

IAF હુમલામાં મસૂદ અઝહરનો સાળો ઠારઃ સૂત્રો: ભારતીય વાયુસેના દ્વારા કરવામા આવેલા હુમલામાં 200 થી 300 આતંકી ઠાર મરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આતંકીઓનાં ઠેકાણા અને લોન્ચ પેડનો પણ ખાત્મો કરી દેવાયો છે. આ હુમલામાં જૈશનો આકા મસૂદ અઝહર પાકિસ્તાની સેનાની ઓથ પાછળ છુપાયો હોવાથી તો તે બચી ગયો છે પરંતુ તેનો સાળો યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ઠાર મરાયો છે. મળતી માહિતી પ્રમાણે મસૂદનો સાળો આતંકી કેમ્પોનું સંચાલન કરતો હતો. વિદેશ સચિવ વિજય ગોયલે કહ્યું કે, "બાલાકોટ આતંકી કેમ્પમાં મોટી સંખ્યામાં જૈશના આતંકીઓ, ટ્રેઈનર્સ અને કમાન્ડર માર્યા ગયા છે. આ કેમ્પ મૌલાના યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ચલાવતો હતો."  વિદેશ સચિવે કહ્યું કે, "નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે થઈને જ આ લક્ષ્યને પસંદ કરવામાં આવ્યાં હતા. આ કેમ્પ એક જંગલમાં હતો."

 

કોણ હતો મૌલાના યુસુફ અઝહર?: પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ટ્રેનિંગ કેમ્પ હતો. જેનું સંચાલન મસૂદ અઝહરની નજર હેઠલ મૌલાના યુસુફ અઝહર કરી રહ્યો હતો. જેનું બીજું નામ ઉસ્તાદ ઘૌરી પણ છે. જે મસૂદ અઝહરનો સાળો છે. યુસુફ અઝહર ઘણાં સમયથી જૈશની સાથે કામ કરતો હતો પરંતુ તે ક્યારે લાઈમ લાઈટમાં આવતો ન હતો. 1999માં કંધાર વિમાન અપહરણમાં યુસુફ અઝહર સામેલ હતો. તે અપહરણકર્તાઓની ટીમને લીડ કરી રહ્યો હતો. મસૂદને છોડાવ્યાં બાદ તે જૈશમાં આતંકીઓને ભર્તી કરવાનું કામ કરતો હતો. બાદમાં મસૂદ અઝહરે સંગઠનમાં મહત્વની ભૂમિકા આપવામાં આવી હતી. તેને બાલાકોટમાં આતંકી ટ્રેનિંગ કેમ્પની જવાબદારી આપવામાં આવી હતી. યુસુફ મંગળવારે ઈન્ડિયન એરફોર્સના હુમલામાં માર્યો ગયો છે. તેની સાથે જૈશના અનેક ટોપ કમાન્ડર અને ટ્રેનર પણ માર્યા ગયા છે.

 

મૌલાન મસૂદ અઝહર આતંકીઓનાં લિસ્ટમાં ટોપ પરઃ જૈશ ચીફ મસૂદ અઝહર કુખ્યાત આતંકીઓના લિસ્ટમાં ટોપ પર આવે છે. 1994માં તેને શ્રીનગરથી પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને છોડાવવા માટે 1995માં તેના સાથીઓએ કેટલાંક વિદેશી પર્યટકોના અપહરણ કર્યા હતા. જો કે તેમાંથી એક ભાગવામાં સફળ રહ્યો હતો. જે બાદ વર્ષ 1999માં કંધાર વિમાન અપહરણ કરી આતંકીઓએ મસૂદ અઝહરને છોડાવ્યો હતો. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સરકારે તેને છોડવો પડ્યો હતો. ભારતથી છુટ્યાં બાદ તેને ભારતીય સંસદ પર હુમલાનું ષડયંત્ર કર્યું હતું. આ ઉપરાંત 2008માં મુંબઈમાં થયેલાં હુમલામાં પણ તેની મહત્વની ભૂમિકા હતી. 2016ના પઠાનકોટ આતંકી હુમલામાં તેની ભૂમિકા સંદિગ્ધ માનવામાં આવી હતી. ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓએ અઝહર અને તેના ભાઈને આ ઘટનાનો દોષી ગણાવ્યો હતો. જે બાદ ભારતે ઈન્ટરનેશનલ સ્તરે તેની કરતૂતોનો પર્દાફાશ કર્યો જે બાદ ઈન્ટરપોલેસ તેના વિરૂદ્ધ  બીજી વખત રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.  ​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો