તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Namo Tv Considered As Political Campaign By Election Commission Bjp Has To Disclose Expenses

NaMo TVને ચૂંટણી પંચે માની રાજકીય જાહેરાત, BJPએ ખર્ચની માહિતી આપવી પડશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • NaMo TVને ચૂંટણી પંચે એક રાજકીય જાહેરાતની શ્રેણીમાં રાખ્યુ
 • PMના કાર્યક્રમ 'મેં ભી ચોકીદાર'ને દૂરદર્શન પર 84 મિનિટ લાઈવ કવરેજ આપ્યું હતું તે વિશે કોંગ્રેસે સવાલ ઉભા કર્યા

નેશનલ ડેસ્ક: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોની પ્રચાર પદ્ધતિ સામે ચૂંટણી પંચ દ્વારા સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના નામ પર બનેલું  NaMo TV ફરી એકવાર વિવાદોમાં છે. ચૂંટણી પંચે તે વિશે કડક કાર્યવાહી કરીને ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ માંગ્યો છે. એટલું જ નહીં  NaMo TVને ચૂંટણી પંચે એક રાજકીય જાહેરાતની શ્રેણીમાં રાખ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ચૂંટણી પંચ આ વિશે ભારતીય જનતા પાર્ટીને સવાલ પણ કરશે અને નમો ટીવી પર થનારા કુલ ખર્ચની માહિતી વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં સામેલ પણ કરવી પડશે. જોકે ભાજપે પહેલાં જ સ્વીકારી લીધુ છે કે, તેમણે આ ચેનલ પર થનારા ખર્ચની વિગત ઓડિટ રિપોર્ટમાં આપી દીધી છે. નમો ટીવી પર કાર્યવાહી કરવા અને તેમાં પ્રસારિત થતી સામગ્રી પર નજર રાખવા માટે ચૂંટણી પંચે સીનિયર અધિકારીની અધ્યક્ષતામાં એક કમિટીની નિમણૂક પણ કરી છે. હવે નમો ટીવી પર આવનારી દરેક જાહેરાતને આ કમિટીમાંથી પસાર થવું પડશે.

 • NaMo TV સિવાય ચૂંટણી પંચે દૂરદર્શન સામે પણ કડક વલણ અપનાવ્યું છે. દૂરદર્શન દ્વારા વિવિધ રાજકીય દળોને આપવામાં આવેલા એરટાઈમ કવરેજમાં સમાનતા રાખવામાં આવી નથી. ચૂંટણી પંચે દૂરદર્શનને આ વાત પત્ર લખીને જણાવી છે કે, દરેક રાજકીય પક્ષોને આપવામાં આવતા એરટાઈમ કવરેજમાં સમાનતા લાવવામાં આવે.
 • હકીકતમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરતાં કહ્યું હતું કે, 31 માર્ચે વડાપ્રધાનના કાર્યક્રમ 'મેં ભી ચોકીદાર'ને દૂરદર્શન પર 84 મિનિટ સુધી લાઈવ કવરેજ આપવામાં આવ્યું હતું. તેને પણ પાર્ટીના એરટાઈમ સાથે જોડવામાં આવે. આના કારણે અન્ય પક્ષોને પણ દૂરદર્શન પર વધારે સમય આપવામાં આવે અથવા બીજેપીના સમયમાં ઘટાડો કરવામાં આવે.
 • ચૂંટણીના નિયમો પ્રમાણે દરેક માન્યતા પ્રાપ્ત રાજકીય દળને સરકારી મીડિયા એટલે કે દૂરદર્શન અને આકાશવાળી તેના પક્ષની નીતિ અને મેનિફેસ્ટોના પ્રચાર પ્રસારણ માટે મફતનો સમય આપે છે. તે પક્ષ તરફથી તેમના પ્રખ્યાત નેતા આવીને આકાશવાણી અને દૂરદર્શન પર તેમનું સંબોધન કરે છે અને તેનું પ્રસારણ કરે છે.
 • નોંધનીય છે કે, 31 માર્ચથી નમો ટીવી દેશની અમુક DTH સર્વિસ પર લોન્ચ કરવામાં આવ્યું છે. તેના પર નરેન્દ્ર મોદીના ભાષણ, ભારતીય જનતાપાર્ટીનો ચૂંટણી પ્રચાર અને મોદી સરકારની યોજનાઓ જણાવવામાં આવી રહી છે. તે વિશે કોંગ્રેસ અને ઘણી વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
 • ચૂંટણી પંચ દ્વારા આ પહેલાં પણ નમો ટીવી પર જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યારે સૂચના પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે, આ કોઈ ચેનલ નથી તેથી તેને કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂર નથી. આ સિવાય ચૂંટણી પંચ દ્વારા 'મે ભી ચોકીદાર' કેમ્પેન સામે કડક વલણ દર્શાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દૂરદર્શને અંદાજે દોઢ કલાક દર્શાવ્યો હતો. જે વિશે ચૂંટણી પંચે જવાબ માગ્યો હતો. તે ઉપરાંત આ નામ સાથે છપાયેલા કપનો પણ રેલવે સ્ટેશન પર ચા આપવામાં ઉપયોગ કરવામાં આવે છે. તે વિશે પણ ચૂંટણી પંચે જવાબ માગ્યો છે.
અન્ય સમાચારો પણ છે...