તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ વર્ષે દેશમાં સામાન્ય ચોમાસુ રહેશે, ગતવર્ષે સરેરાશ 91% વરસાદ થયો: સ્કાયમેટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ખાનગી એજન્સી સ્કાયમેટે 2019માં દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે એવું અનુમાન લગાવ્યુ છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર આવનારા ચોમાસાથી ખેતીમાં લાભ થશે અને ભારતીય અર્થવ્યવસ્થા પણ આગળ વધશે.

 

સ્કાયમેટના સીઇઓ જતિન સિંહના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતમાં સામાન્ય વરસાદ રહેવાના 50%થી વધુ ચાન્સ છે.ભારતમાં 96%થી 104% સુધીના વરસાદને સામાન્ય માનવામાં આવે છે. જૂનથી શરૂ થનારા ચાર મહિનામાં ચોમાસા દરમિયાન છેલ્લાં 50 વર્ષમાં સરેરાશ 89 સેમી વરસાદ પડ્યો છે. દેશમાં વર્ષ દરમિયાન થનારા કુલ વરસાદનું 70% પાણી દક્ષિણ પશ્ચિમ મોનસૂન દરમિયાન વરસે છે. 

 

ઇકોનોમી પર મોનસૂનની અસરઃ સામાન્ય વરસાદની અસર ગ્રામીણ વસ્તી પર પડે છે. ચોમાસુ સારું રહેવાને પરિણામે ગ્રામીણ વિસ્તાર કે જેઓ વધારે ખેતી પર નભે છે તેમની આવકમાં વધારો થાય છે અને પરિણામે તેમની આવક વધતા દેશની ઇકોનોમી તેમજ અન્ય ઉદ્યોગોને પણ દેખીતી રીતે મોટો ફાયદો થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો