તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીએમ મોદીના કાફલાની તપાસ કરનારા IAS અધિકારી સસ્પેન્ડ, જાણો કોણ છે આ અધિકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટક બેંચના IAS અધિકારીએ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે તહેનાત હતા
  • ચૂંટણી પંચે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં IAS મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરી દીધા
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કર્ણાટકના એક IAS અધિકારીને કથિત રીતે વડાપ્રધાન મોદીના કાફલાની તપાસ કરવાના પ્રયાસ કરવા માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. મંગળવારે વડાપ્રધાન મોદી ઓરિસ્સાના સંબલપુરમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. તે દરમિયાન કર્ણાટક બેંચના IAS અધિકારીએ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે તહેનાત હતા. તેમને પીએમ મોદીના કાફલાની તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પીએમઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

પંચને SPG સુરક્ષા હોવા છતા તપાસ કરી હોવાની જાણકારી મળતા પંચે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં IAS મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરી દીધા હતા. મળતી માહિતી પ્રમાણે ઈલેક્શન કમિશનના નિયમો વિરુદ્ધ આ અધિકારીએ કાર્યવાહી કરી હતી. SPG સુરક્ષાના અધિકારીઓને જ આ પ્રકારની તપાસ કરવાની છૂટ આપવામાં આવે છે.

મોહસિન વર્ષ 1996 બેચના કર્ણાટક કેડરના આઈએએસ અધિકારી છે. જેમને જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન ઈલેક્શન કમિશન તમામ સંસદીય ઈલેક્શન વિસ્તારમાં સુપરવાઈઝરની નિમણૂક કરે છે જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે. આ અધિકારીઓ રાજ્યની બહારના જ હોય છે.

મોહમ્મદ મોહસિન પટનાના રહેવાસી છે અને કર્ણાટક સરકારમાં સચિવ(સોશયલ વેલફેર વિભાગ)છે. તે કર્ણાટક કેડરથી IAS છે. તેમને પટના યુનિવર્સિટીથી એમકોમનો અભ્યાસ કર્યો છે અને વર્ષ 1994માં તેઓ UPSCનો અભ્યાસ કરવા માટે દિલ્હી આવ્યા હતા. પહેલા પ્રયાસમાં તેઓ UPSC માટે નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ તેમને ફરી તૈયારી કરી જેમા તેઓ સફળ રહ્યા હતા. શરૂઆતમાં મોહસિન ગ્રામીણ વિકાસ વિભાગમાં ડેપ્યુટી કમિશનર અને જિલ્લા પંચાયતમાં કામ કરી ચુક્યા છે.