તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Witch Party Will Give Support To Modi Government In Parliament On Reservation For Upper Caste

અન્ય પાર્ટીઓએ પણ માગ્યું હતું સવર્ણ આરક્ષણ, શું હવે સંસદમાં આપશે મોદી સરકારને સાથે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપા, બસપા, એલજેપી જેવા પક્ષ દ્વારા 10થી 25 ટકા આરક્ષણ આપવાની માગણી કરી હતી
  • દલિત અને પછાત વર્ગના નેતાઓમાં આરજેડી નેતા તેજસ્વી યાદવને બાદ કરતાં મોટાભાગના નેતાઓ ગરીબ સવર્ણોને આરક્ષણ દેવાના મતમાં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 પહેલાં મોદ સરકારે સવર્ણોને 10 ટકા આરક્ષણ આપવાનું ટ્રંપ કાર્ડ ચલાવ્યું છે. સોમવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં આર્થિક રીતે પછાત સવર્ણ સમુદાયના લોકોને આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર સંવિધાન સંશોધન બિલ મંગળવારે સંસદમાં રજૂ કરી શકે છે.

 

રસપ્રદ વાત એ છે ક, સવર્ણ આરક્ષણને લઈને બીજેપી સરકારે સોમવારે જે નિર્ણય કર્યો છે તે વિશે દલિતો અને પછાત વર્ગના નેતાઓમાં આરજેડી નેતા તેજસ્વી યાદવને બાદ કરતાં મોટા ભાગના નેતાઓ ગરીબ સવર્ણોને આરક્ષણ આપવાના પક્ષમાં છે. કોંગ્રેસે 10 ટકા સવર્ણ આરક્ષણ આપવાની માંગ કરી હતી. જ્યારે સપા, બસપા, એલજેપી જેવા પક્ષ દ્વારા 10થી 25 ટકા આરક્ષણ આપવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે મોદી સરકાર આ વિશે બિલ લાવવાની વાત કરે છે ત્યારે સવાલ ઉભો થાય છે કે, આમાંથી કઈ પાર્ટી સંસદમાં સરકારને સાથ આપશે?

બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી ઘણાં સમયથી ગરીબ સવર્ણોને આરક્ષણ આપવાની માંગણી કરતા હતા. માયાવતી સવર્ણ સમાજ અને મુસ્લિમ અને અન્ય ધાર્મિક અલ્પસંખ્યક સમાજના ગરીબોને પણ આર્થિક આધાર પર અલગથી આરક્ષણ આપવા માટે બિલ લાવવાના પક્ષમાં હતા. યુપીમાં મુખ્યમંત્રી હતા ત્યારે માયાવતીએ કેન્દ્ર સરકારને આ વિશે ચિઠ્ઠી પણ લખી હતી. હવે સવાલ એવો ઉભો થાય છે કે, શું માયાવતી આ બિલને નૈતિક સમર્થન આપશે? કારણકે લોકસભામાં બીએસપીનું કોઈ સાંસદ નથી.

મોદી સરકાર વિરુદ્ધ 6 સપ્ટેમ્બરે જ્યારે સવર્ણોએ એસસી-એસટી સંશોધન અધિનિયમ 2018ના વિરોધમાં ભારત બંધનું આંદોલન કર્યું હતું ત્યારે પણ આરક્ષણનો સવાલ ઉભો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નિવેદન આપ્યું હતું કે, ગરીબ સવર્ણોને 10 ટકા આરક્ષણ મળવું જોઈએ.

મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ સવર્ણ આરક્ષણના પક્ષમાં રહ્યા હતા. તેમણે પટનામાં ગરીબ સવર્ણોના પક્ષમાં 15 ટકા આરક્ષણ આપવાની માંગણી કરી હતી. તે સરકારને કેટલો સાથ આપશે તે પણ હવે જોવાનું છે.

આરપીઆઈના અધ્યક્ષ અને મોદી સરકારમાં મંત્રી રામદાસ આઠવલેએ સતત ગરીબ સવર્ણોને આરક્ષણની માંગણી કરી હતી. આઠવલેએ 25 ટકા આરક્ષણની વકાલત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સવર્ણોમાં દરેક લોકો આર્થિક રીતે સંપન્ની નથી હોતા. તેથી સવર્ણ જાતીઓને 25 ટકા સુધીનું આરક્ષણ આપવું જોઈએ. 

અન્ય સમાચારો પણ છે...