તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Milind Deora Shares Video On Twitter, Mukesh Ambani Extending Support To Him News And Updates

મુકેશ અંબાણીએ કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યું, કહ્યું- તેમને મુંબઈની સારી સમજણ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  મિલિંદ દેવડાએ વીડિયો શેર કરીને કહ્યું- મુંબઈમાં વેપાર પાછો લાવવો પડશે 
  •  વીડિયોમાં કોટક મહેન્દ્ર બેન્કના એમડી ઉદય કોટકે પણ દેવડાની પ્રશંસા કરી   

મુંબઈઃ એક તરફ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રિલાયન્સ ગ્રુપના અનીલ અંબાણી પર નિશાન સાધી રહ્યા છે. તો બીજી બાજુ તેમના જ ભાઈ મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈ ખાતેથી કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કરી રહ્યા છે. બુધવારે દેવડાએ વેપારીઓ અને અધિકારીને સમર્થન સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઘણા નાના વેપારીઓ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને કોટક મહિન્દ્ર બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ઉદય કોટક પણ દેવડાને સમર્થન કરતા જોવા મળ્યા હતા. 

મિલિંદે ટ્વીટર પર તેમના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, નાના દુકાનદારોથી માંડી મોટા ઉદ્યોગપતિઓ સુધી તમામ માટે મુંબઈનો મતલબ બિઝનેસ છે. દક્ષિણ મુંબઈમાં બિઝનેસ પાછો લાવવો પડશે. 

From small shopkeepers to large industrialists - for everyone, South Mumbai means business.

We need to bring businesses back to Mumbai and make job creation for our youth a top priority.#MumbaiKaConnection pic.twitter.com/d4xJnvhyKr

— Milind Deora (@milinddeora) April 17, 2019


એવું ઘણી ઓછી વખત જોવા મળ્યું છે કે મુકેશ અંબાણીએ ખુલીને ચૂંટણીમાં કોઈ ઉમેદવારનું સમર્થન કર્યું છે. તેમણે 10 વર્ષ સુધી દક્ષિણ મુંબઈને રિપ્રેઝેન્ટ કર્યું છે. તેમને અહીં સામાજિક- આર્થિક અને સાંસ્કૃતિક ઈકો સિસ્ટમની સારી સમજણ છે. નાના અને મોટા બિઝનેસ બન્ને દક્ષિણ મુંબઈમાં સફળ થઈ રહ્યા છે. જેથી આવનારી પેઢીઓ માટે રોજગારીની તકો ઊભી કરી શકાશે.

ઉદય કોટકના કહ્યાં પ્રમાણે, મને લાગે છે કે મિલિંદ બધી વસ્તુઓને સમજે છે અને દરેક મુંબઈકર સાથે જોડાય છે. તેમનો પરિવાર પણ લાંબા સમયથી મુંબઈ સાથે જોડાયેલો છે. આ ઉપરાંત વીડિયોમાં ટોગલહેડ કંપનીના કૃષ રમાની મેટલ એન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચેન્ટ એસોશિયેશનના પૃથ્વી જૈન અને ઘણા અન્ય નાના દુકાનદારોને દેવડા સમર્થન કરે છે તે બતાવવામાં આવ્યું છે.