લોકસભા અપડેટ્સ / રાહુલે કહ્યું- અમે તમને 4 સીટ આપવા માગતા હતા, કેજરીવાલે યૂ ટર્ન લીધો; દરવાજા હજુ પણ ખુલ્લા

loksabha election 2019 News and updates 15 th April  Ex-Mizoram Guvorner Aziz Qureshi controversy statment
X
loksabha election 2019 News and updates 15 th April  Ex-Mizoram Guvorner Aziz Qureshi controversy statment

  • રાહુલે ટ્વીટ કર્યુ- દિલ્હીમાં કોંગ્રેસ-આપના ગઠબંધનનો અર્થ ભાજપની હાર
  • મુસ્લિમો અંગેના નિવેદન બાદ મેનકાનું વધુ એક વિવાદિત નિવેદન
  • રાજભરની પાર્ટી 26 સીટ પર ઉમેદવાર ઉતારશે, આજે જ નામોની જાહેરાત કરાશે
  • મોદી ઈચ્છે છે કે, 42 જવાનોની હત્યા કરીને તેમની ચિતાની રાખથી તેઓ રાજતિલક કરશે

divyabhaskar.com

Apr 15, 2019, 06:59 PM IST

નેશનલ ડેસ્કકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં આમઆદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને પહેલી વખત પ્રતિક્રિયા જાહેર કરી છે. રાહુલ ટ્વીટ કરી કહ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ-આપના ગઠબંધનનો અર્થ ભાજપની હાર છે. કોંગ્રેસ આપને 4 સીટ આપવા તૈયાર છે પરંતુ અરવિંદ કેજરીવાલે યૂટર્ન લીધો. અમારા દરવાજા પણ ખુલ્લા જ છે, પરંતુ સમય વીતી રહ્યો છે. રાહુલના ટ્વીટ પર આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.

1

જવાનોની ચિતાથી રાજતિલક કરવા માગે છે મોદી- પૂર્વ રાજ્યપાલ

જવાનોની ચિતાથી રાજતિલક કરવા માગે છે મોદી- પૂર્વ રાજ્યપાલ

પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશીએ પુલવામા આતંકી હુમલાને કાવતરુ ગણાવીને વડાપ્રધાન મોદીને તેના જવાબદાર ગણાવ્યા છે. અઝીઝ કુરૈશીએ આરોપ લગાવ્યો છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ પ્લાનિંગથી પુલવામામાં હુમલો કરાવ્યો છે જેથી તેઓ ફરી સત્તામાં આવી શકે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશીએ મધ્યપ્રદેશના સિહોરમાં આ નિવેદન આપ્યું છે.


અઝીઝ કુરૈશીએ કહ્યું છે કે, પુલવામા એટેક વડાપ્રધાને પ્લાન કરીને કરાવ્યો છે. પરંતુ જનતા બધુ સમજે છે. જો મોદી ઈચ્છતા હોય કે તેઓ 42 જવાનોની હત્યા કરીને તેમની ચિતાની રાખથી રાજતિલક કરી લેશે તો જનતા એવું નહીં થવા દે. જોકે આ પહેલાં પણ રાજકીય પક્ષો તરફથી પુલવામા હુમલા વિશે સીધા પીએમ મોદી સામે પ્રહાર કરવામાં આવ્યા છે પરંતુ પૂર્વ રાજ્યપાલે વડાપ્રધાન વિશે આપેલું નિવેદન ખૂબ ગંભીર માનવામાં આવે છે.

2

થરૂર મંદિરમાં પૂજા કરવા દરમિયાન પડ્યા

થરૂર મંદિરમાં પૂજા કરવા દરમિયાન પડ્યા
કેરળના તિરુવનંતપુરમમાં હાલના સાંસદ શશિ થરૂર એક મંદિરમાં પૂજા દરમિયાન પડી ગયા હતા. જેમાં તેને ગંભીર ઈજા થઈ છે. ઈલામજ માટે તેઓને તિરુવનંતપુરમની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓનો ઈલાજ કરી રહેલા ડોકટરોએ જણાવ્યું કે તેઓ ખતરાથી બહાર છે પરંતુ માથામાં તેઓને છ ટાંકા આવ્યા છે. થરૂર મંદિરમાં તુલભરમ પૂજા કરાવી રહ્યાં હતા. 
3

રાજભરની પાર્ટી NDAથી અલગ ચૂંટણી લડશે

રાજભરની પાર્ટી NDAથી અલગ ચૂંટણી લડશે


ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે સોમવારે એક મોટુ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું છે કે, તેમની પાર્ટી બીજેપીથી અલગ થઈને ચૂંટણી લડશે. તે માટે તેઓ 25 સીટ પર તેમના ઉમેદવાર ઉતારશે. તે ઉમેદવારોની જાહેરાત આજે જ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, રાજભર કેટલાય દિવસથી બીજેપી વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા હતા.

નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ ઓમ પ્રકાશ રાજભરે બીજેપીથી અલગ થવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું બીજેપીનો નેતા નથી. અમારી અલગ પાર્ટી છે. પૂર્વાંચલમાં અમારી તાકાત જોઈને બીજેપીએ અમને તેમની સાથે લીધા હતા. અમે કોઈની કૃપાથી નહીં પરંતુ લડાઈ લડીને મંત્રી બન્યા હતા. તેથી જ અમે હંમેશા સાચુ બોલીએ છીએ. જનતાના હિત માટે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અમારી વૈચારિક લડાઈ ચાલી રહી છે.

4

કર્ણાટક ચૂંટણી પંચના બ્રાંડ એમ્બેસેડર દ્રવિડનું મતદાન યાદીમાંથી નાયબ ગાયબ

કર્ણાટક ચૂંટણી પંચના બ્રાંડ એમ્બેસેડર દ્રવિડનું મતદાન યાદીમાંથી નાયબ ગાયબ


ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ લોકસભા ચૂંટણીમાં વોટ નહીં આપી શકે. તેઓ કર્ણાટક ચૂંટણી પંચના બ્રાંડ એમ્બેસેડર પણ છે, પરંતુ તેમનું નામ જ વોટર લિસ્ટમાંથી ગાયબ છે. બેંગ્લુરુમાં બીજા તબક્કા દરમિયાન 18 એપ્રિલે વોટિંગ થશે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) સંજીવ કુમારે કહ્યું કે દ્રવિડે હાલમાં જ પોતાનું ઘર બદલાવ્યું છે. જે બાદ ચૂંટણી અધિકારી અનેક વખત તેમના નવા નિવાસ સ્થાન ગયા પરંતુ તેઓએ મતદાતા સૂચીમાં નામ જોડાવવા માટે જરૂરી દસ્તાવેજ જમા નથી કરાવ્યા.

5

ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીનું ફરી વિવાદિત નિવેદન, કહ્યું જ્યાંથી વધુ વોટ મળશે ત્યાં વધુ કામ થશે

ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીનું ફરી વિવાદિત નિવેદન, કહ્યું જ્યાંથી વધુ વોટ મળશે ત્યાં વધુ કામ થશે
ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. સુલ્તાનપુરમાં એક રેલી દરમિયાન મેનકા ગાંધીએ કહ્યું કે જ્યાંથી વધુ વોટ મળશે ત્યાં વધુ કામ થશે. તેઓએ કહ્યું કે જે ગામમાંથી 80 ટકા વોટ મળશે તે A કેટેગરીમાં રહેશે. જે ગામમાંથી 60 ટકા વોટ મળશે તે B કેટેગરીમાં હશે. મેનકા ગાંધીએ વધુમાં કહ્યું કે જે ગામમાંથી 50 ટકાથી ઓછા વોટ મળશે તેનું શું થશે તે તો તમે સમજી જ ગયા હશો. આ પહેલાં પણ મેનકા ગાંધીને મુસલમાનો પર આપેલાં નિવેદનને કારણે ચૂંટણી પંચે નોટિસ આપી હતી.
 
6

ભાજપે વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા, રવિકિશન ગોરખપુરથી ચૂંટણી લડશે

ભાજપે વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા, રવિકિશન ગોરખપુરથી ચૂંટણી લડશે
ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભોજપુરી ગાયક અને અભિનેતા રવિ કિશનને ગોરખપુરથી ટિકિટ આપવામાં આવી છે. સપામાંથી ભાજપમાં આવેલાં ગોરખપુરના હાલના સાંસદ પ્રવીણ નિષાદને સંતકબીર નગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય સાથે મારપીટના મામલે ચર્ચામાં આવેલા સંતકબીર નગરના સાંસદ શરદ ત્રિપાઠીની ટિકિટ કાપવામાં આવી છે. ભદોહીથી હાલના સાંસદ વિરેન્દ્ર સિંહની ટિકિટ કાપી રમેશ બિંદને મેદાનમાં ઉતાર્યા છે. તો પ્રતાપગઢથી સંગમલાલ ગુપ્તાને ઉમેદવાર બનાવ્યાં છે. આ બેઠક પણ અપનાદળના કોટામાં છે. આંબેડકર નગરથી મુકુલ ભારતીને ટિકિટ આપી છે. હાલ અહીં હરિઓમ પાંડે ભાજપના સાંસદ છે. દેવરિયાથી રમાપતિ રામ ત્રિપાઠી તો જૌનપુરથી ભાજપના સાંસદ કેપી સિંહને ફરી ટિકિટ અપાઈ છે. દેવરિયાથી 2014માં કલરાજ મિશ્ર ચૂંટણી જીત્યા હતા જો કે તેઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
7

રાહુલ કોણ છે મોદીને ચોર કહેનારા- સતપાલ સિંહ

રાહુલ કોણ છે મોદીને ચોર કહેનારા- સતપાલ સિંહ
હિમાચલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતપાલ સિંહ સત્તીએ જનસભામાં કહ્યું, "તમને તે વાતની જ ખબર નથી હોતી કે બોલવાનું શું છે. મંચ પરથી મોદીજીને ચોર બોલે છે. તેઓ કહે છે ચોકીદાર ચોર છે. ભાઈ તારી મા જામીન પર છે, તું જામીન પર છે, તારા જીજા પણ જામીન પર છે. આખો પરિવાર જામીન પર છે. નરેન્દ્ર મોદી પર તો કોઈ કેસ જ નથી ચાલતો કે ન કોઈ જામીન કે સજા થઈ છે. તૂ કોણ છે જજની જેમ મોદીને ચોર કહેનારો. આવું કોઈ મંચ પરથી બોલી શકે છે. અમે પણ ન બોલી શકીએ ત્યારે રાહુલ તો એક રાષ્ટ્રીય પાર્ટીનો લીડર છે. એક વ્યક્તિએ મને કહ્યું કે ફેસબુકમાં લોકોમાં આપણાંથી વધુ ગુસ્સો છે. જો તું બોલે છે કે દેશનો ચોકીદાર ચોર છે તો તૂ... છે."
8

મનની વાત ન કરીએ તો મુંજારો થાય છે- સંજય રાઉત

મનની વાત ન કરીએ તો મુંજારો થાય છે- સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, "આપણે એવાં લોકો છીએ કે ભાડમાં ગયો કાયદો, આચારસંહિતના પણ જોઈ લઈશું. જે વાત આપણાં મનમાં છે તે જો બહાર ન આવે તો મુંજારો થાય છે."
 
9

યોગી-માયાવતી પર ECની ગાજ

યોગી-માયાવતી પર ECની ગાજ
આચારસંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપાના પ્રમુખ માયાવતીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, યોગી 3 દિવસ અને માયાવતી 2 દિવસ સુધી પ્રચાર કરી શકશે નહીં. આ આદેશ મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી