તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખિલેશ યાદવ આઝમગઢથી ફોર્મ ભરશે, મેનકા ગાંધીએ સુલતાનપુરથી ઉમેદવારી નોંધાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુલાયમ સિંહ યાદવ મૈનપુરીથી ચૂંટણી મેદાનમાં છે
  • પૂનમ સિન્હાએ લખનઉથી ઉમેદવારી ફોર્મ ભર્યુ  

નેશનલ ડેસ્કઃ ભોપાલથી કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલી સાધ્વી પ્રજ્ઞા અહીં એક જનસભાને સંબોધતા દરમિયાન ભાવુક થઈ હતી. તેમણે કહ્યું કે, ઘણા લોકો ઈચ્છે છે કે, મને ફાંસી પર લટકાવી દેવામાં આવે. માલેગામ બ્લાસ્ટની તપાસ દરમિયાન મને પુછવામાં આવ્યું હતું કે, તમે આતંકવાદી છો? સંઘ આતંકવાદી છે? કોણી કોણી સાથે બેઠક થાય છે? મને સમજાઈ ગયું હતું કે ,હિન્દુત્વને ટારગેટ કરવામાં આવી રહ્યું છે. મેં તેમને જણાવ્યું કે, મેં સંન્યાસી જીવન વિતાવ્યું છે. હું મારી નથી, મારુ કંઈ પણ નથી, અને જે કંઈ પણ છે તે દેશનું છે. 24 દિવસો સુધી મને ફક્ત પાણી જ આપવામાં આવ્યું હતું. મેં અનાજ પણ લીધુ ન હતું. સાધ્વીએ કહ્યું- તેઓ મારા મોંઢે કહેડાવવા માંગતા હતા કે, વિસ્ફોટ મેં કર્યો છે અને મુસ્લીમોને માર્યા છે. મારતા મારતા સવાર થઈ જતી હતી અને મારવા વાળા લોકો બદલાઈ જતા હતા. પરંતુ માર ખાવા વાળી વ્યક્તિ તો હું એકલી જ હતી. એ લોકો તો મારુ એન્કાઉન્ટર કરવા માગતા હતા. ણ તેમને દેશભક્તોની તાકતનો અંદાજો ન હતો. આ લોકોને શું ખબર કે એક દેશભક્તની તાકાત શું હોય છે.