લોકસભા અપડેટ્સ / પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા ભાવુક થયા, કહ્યું- તપાસ દરમિયાન મને દિવસ-રાત ટોર્ચર કરી, 24 દિવસ સુધી અનાજ ન આપ્યું

LOksabha Election 2019: Loksabaha election All State political news& Updates
X
LOksabha Election 2019: Loksabaha election All State political news& Updates

  • મુલાયમ સિંહ યાદવ મૈનપુરીથી ચૂંટણી મેદાનમાં છે
  • પૂનમ સિન્હાએ લખનઉથી ઉમેદવારી ફોર્મ ભર્યુ
  • મેનકા ગાંધીએ યુપીના સુલતાનપુરથી ફોર્મ ભર્યુ
     

Divyabhaskar

Apr 18, 2019, 06:51 PM IST

નેશનલ ડેસ્કઃ ભોપાલથી કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલી સાધ્વી પ્રજ્ઞા અહીં એક જનસભાને સંબોધતા દરમિયાન ભાવુક થઈ હતી. તેમણે કહ્યું કે, ઘણા લોકો ઈચ્છે છે કે, મને ફાંસી પર લટકાવી દેવામાં આવે. માલેગામ બ્લાસ્ટની તપાસ દરમિયાન મને પુછવામાં આવ્યું હતું કે, તમે આતંકવાદી છો? સંઘ આતંકવાદી છે? કોણી કોણી સાથે બેઠક થાય છે? મને સમજાઈ ગયું હતું કે ,હિન્દુત્વને ટારગેટ કરવામાં આવી રહ્યું છે. મેં તેમને જણાવ્યું કે, મેં સંન્યાસી જીવન વિતાવ્યું છે. હું મારી નથી, મારુ કંઈ પણ નથી, અને જે કંઈ પણ છે તે દેશનું છે. 24 દિવસો સુધી મને ફક્ત પાણી જ આપવામાં આવ્યું હતું. મેં અનાજ પણ લીધુ ન હતું. સાધ્વીએ કહ્યું- તેઓ મારા મોંઢે કહેડાવવા માંગતા હતા કે, વિસ્ફોટ મેં કર્યો છે અને મુસ્લીમોને માર્યા છે. મારતા મારતા સવાર થઈ જતી હતી અને મારવા વાળા લોકો બદલાઈ જતા હતા. પરંતુ માર ખાવા વાળી વ્યક્તિ તો હું એકલી જ હતી. એ લોકો તો મારુ એન્કાઉન્ટર કરવા માગતા હતા. ણ તેમને દેશભક્તોની તાકતનો અંદાજો ન હતો. આ લોકોને શું ખબર કે એક દેશભક્તની તાકાત શું હોય છે. 

1

પૂનમ સિન્હાએ લખનઉથી ઉમેદવારી ફોર્મ ભર્યુ

 પૂનમ સિન્હાએ લખનઉથી ઉમેદવારી ફોર્મ ભર્યુ
ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉથી પૂનમ સિન્હાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. પૂનમ સિન્હા કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિન્હાના પત્ની છે. તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પૂનમ સિન્હાનો મુકાબલો ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે છે. જે સતત બીજી વખત લખનઉથી ચૂંટણી લડી રહ્યા છે. 
2

રાહુલ ગાંધી સામે મોદીએ કર્યો માનહાનિનો કેસ

રાહુલ ગાંધી સામે મોદીએ કર્યો માનહાનિનો કેસ
ઉત્તરપ્રદેશના બુલંદશહેરની એક કોર્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. માનહાનિનો કેસ રાહુલના તે નિવેદનને લઈને કરવામાં આવી છે જેમાં તેઓએ કથિત રીતે કહ્યું હતું કે કઈ રીતે બધાં ચોરના નામમાં મોદી છે. બુલંદશહેરમાં રહેતા જગદીપકુમાર મોદીએ સોમવારે આ ફરિયાદ દાખલ કરી છે. તેઓએ કહ્યું કે એક રેલી દરમિયાન રાહુલની ટિપ્પણીથી તેને અને તેના પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. કેમકે અનેક લોકોએ તેમની મજાક ઉડાવી છે. 
3

મેનકા ગાંધીએ યુપીના સુલતાનપુરથી ઉમેદવારી નોંધાવી

મેનકા ગાંધીએ યુપીના સુલતાનપુરથી ઉમેદવારી નોંધાવી
મેનકા ગાંધીએ યુપીના સુલતાનપુરથી ઉમેદવારી નોંધાવી છે. સવારે 10 કલાકે મેનકા ગાંધીએ આશરે 2 કિમી સુધી રોડ શો કર્યો હતો. ત્યારબાદ તેમને લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ મેનકા ગાંધી સુપર માર્કેટમાં એક સભાને પણ સંબોધશે. 
4

અખિલેશ યાદવ આઝમગઢથી ફોર્મ ભર્યુ

અખિલેશ યાદવ આઝમગઢથી ફોર્મ ભર્યુ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આઝમગઢ સમાજવાદી પાર્ટીનો ગઢ  છે. અહીંથી મુલાયમસિંહ ઘણી વખત સાંસદ રહી ચુક્યા છે. હવે મુલાયમ મૈનપુરીથી મેદાનમાં છે. તો અખિલેશ આઝમગઢથી ઉમેદવારી નોંધાવી મેદાનમાં ઉતર્યા છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અખિલેશ એક મોટી ચૂંટણી સભાને પણ સંબોધિ હતી. 
5

મતદાન વચ્ચે બુલંદશહેરના ભાજપના સાંસદ નજરકેદ, પોલિંગબૂથમાં લોકોને મળવા અને ફોટા પડાવવાનો આરોપ

મતદાન વચ્ચે બુલંદશહેરના ભાજપના સાંસદ નજરકેદ, પોલિંગબૂથમાં લોકોને મળવા અને ફોટા પડાવવાનો આરોપ


લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં 11 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 95 બેઠકો પર મતદાન ચાલુ છે. આજે ઉત્તરપ્રદેશની એલીગઢ, અમરોહા, બુલંદશહર , હાથરસ, મથુરા, આગરા, ફતેહપુર સીકરી અને નગીના બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. આ મતદાન દરમિયાન બુલંદશહરના ભાજપના સાંસદ ભોલાસિંહને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમની પર નિયમ તોડવાનો આરોપ છે. મળતી માહીતી પ્રમાણે, ભોલા સિંહે મતદાન કેન્દ્રની અંદર લોકો સાથે મુલાકાત કરી તેમની સાથે ફોટા પડાવ્યા હતા.આ મામલામાં તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. 
 

6

ઓમર અબ્દુલ્લા પર સાધ્વીનો પલટવાર, કહ્યું આ લોકોના હાથમાં હોત તો ફાંસી પર લટકાવી દેત

ઓમર અબ્દુલ્લા પર સાધ્વીનો પલટવાર, કહ્યું આ લોકોના હાથમાં હોત તો ફાંસી પર લટકાવી દેત
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી ટિકિટ આપવા માટે ભાજપને આડેહાથે લીધા હતા. શ્રીનગરમાં મતદાન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ઓમરે જણાવ્યું કે, ભાજપને હવે મંદિર-મસ્જિદ પર વોટ ન મળતા હોવાથી, તેમણે ભોપાલમાં આરોપીને ટિકિટ આપી છે. ઓમારના આ નિવેદન પર સાધ્વીએ પલટવાર કરતા કહ્યું કે,સારુ છે કે તેમને એવું નથી કહ્યું કે સાધ્વીને તાત્કાલિક ફાંસીએ લટકાવી દેવી જોઈએ, કારણ કે તેમનું ષડયંત્ર આ જ હતું. સાધ્વીને સ્વાસ્થ્યના આધારે જામીન મળ્યા હોવાના ઓમરના દાવાને ફગાવતા સાધ્વીએ કહ્યું કે, ઓમરને મળેલી માહીતી ખોટી છે, પહેલા સાચી જાણકારી મેળવો પછી નિવેદન આપો. ઓમર અબ્દુલ્લાએ સાધ્વીને સ્વાસ્થ્યના આધારે જામીન મળ્યા મળ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. જેનો પલટવાર કરતા સાધ્વીએ જણાવ્યું કે, મને સ્વાસ્થ્યના આધારે જામીન નથી મળ્યા ઓમાર તમારી માહીતી ખોટી છે. પહેલા યોગ્ય જાણકારી રાખો પછી નિવેદન આપો.
7

કોંગ્રેસમાંથી આઝાદી મળ્યા બાદ જ દેશની ગરીબી દુર થશેઃ રાજનાથ સિંહ


કોંગ્રેસમાંથી આઝાદી મળ્યા બાદ જ દેશની ગરીબી દુર થશેઃ રાજનાથ સિંહ
 ગૃહ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે પશ્વિમ બંગાળના અમટામાં જનસભાને સંબોધિ હતી. આ દરમિયાન તેમને કોંગ્રેસના ગરીબીને દૂર કરવા વાયદાઓને યાદ કરાવી કોંગ્રેસ પાર્ટીને આડેહાથે લીધી હતી. તેમણે કહ્યું કે, દેશ વાસ્તવિકતામાં ત્યારે સ્વતંત્ર થશે જ્યારે દેશને કોંગ્રેસથી આઝાદી મળશે. રાજનાથે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુના સમયથી જ કોંગ્રેસ ગરીબી હટાવવાના વાયદાઓ કરી રહ્યું છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી