વિવાદ / પ્રચાર પ્રતિબંધ હટતા જ માયાવતી EC પર વરસ્યા, કહ્યું- BJP પર આટલી કૃપા રાખશો તો નિષ્પક્ષ ચૂંટણી અશક્ય

LOksabha election 2019: BSP Chief Mayawati Attacked election Commission Said they Are Favoring BJP
X
LOksabha election 2019: BSP Chief Mayawati Attacked election Commission Said they Are Favoring BJP

  • 48 કલાક પુરા થયાં બાદ માયાવતીએ ટ્વીટ કરીને ચૂંટણી પંચને આડેહાથે લીધું
  • પંચે માયાવતીનો 2 અને સીએમ યોગીના 3 દિવસ સુધીના પ્રચાર પ્રતિબંધ લગાવ્યો હતો 

Divyabhaskar

Apr 18, 2019, 11:57 AM IST

નવી દિલ્હીઃ બસપા પ્રમુખ માયાવતીએ ગુરુવારે ચૂંટણી પંચને આડેહાથે લેતા ટ્વીટ કરીને કહ્યું કે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પ્રતિબંધ હોવા છતા મંદિરમાં ફરી રહ્યા છે અને ચૂંટણી પ્રચારનો લાભ લઈ રહ્યા છે. પંચની આદિત્યનાથ પર આટલી કૃપા કેમ?


માયાવતીએ કહ્યું કે, ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો હોવા છતા સીએમ યોગી શહેર શહેર ફરીને મંદિરોમાં જઈને દલિતોના ઘરે જમવાનો ઢોંગ કરીને તેને મીડિયામાં બતાવી ચૂંટણી પ્રચારનો લાભ લેવાનો ખોટો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પ્રતિબંધ હોવા છતા પંચ યોગી પ્રત્યે આટલું મહેરબાન કેમ છે? કેમ યોગીની આ પ્રવૃતિ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

 

 

1. ભાજપ મનમાની કરવાનું ચુકતો નથીઃમાયાવતી

માયાવતીએ કહ્યું કે, જો આવો જ ભેદભાવ રાખવામાં આવશે , આજ પ્રકારે ચૂંટણી પંચ આંખ આડા કાન કરશે તો પછી આ ચૂંટણી સ્વતંત્ર તથા નિષ્પક્ષપણે ક્યારેય નહીં થઈ શકે. આવી પરિસ્થિતીઓમાં જનતાની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે આવશે. ભાજપ પક્ષ અત્યાર સુધી કરાતી મનમાની કરવાનું ચુકતો નથી કેમ? 
 

2. BJP અને મોદી હારવાથી ગભરાયાઃ માયાવતી
પીએમ મોદી પર નિશાન સાધતા માયાવતીએ કહ્યું કે, આજે બીજા તબક્કાનું મતદાન છે અને ભાજપ તથા પીએમ મોદી પણ એજ પ્રકારે ગભરાયેલા છે જે પ્રકારે ગત ઈલેક્શનમાં કોંગ્રેસ ગભરાયેલી હતી. જેનું સાચું કારણ સમાજના ગરીબો, મજૂરો , ખેડૂતો , દલીતો , પછાત , મુસ્લીમો વિરુદ્ધી વિચારો અને કર્મ જ છે. 
દેવબંધમાં માયાવતીએ આપેલા ભાષણ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે માયાવતી પર પ્રચાર કરવા માટે 48 કલાક સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. આ 48 કલાકમાં માયાવતીએ કોઈ ચૂંટણી સભા, રોડ શો અથવા રાજકીય ટ્વીટ કર્યુ ન હતુ. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી