તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિગ્વિજય બોલ્યા- ભોપાલમાં મારી જ જીત, ભાજપના મજબૂત ઉમેદવારો ઉતારવાથી મને કોઈ વાંધો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના 5 અને ભાજપના 4 ઉમેદવારોની યાદી જાહેર, ભાજપે દક્ષિણ બેંગ્લોરથી 28 વર્ષીય તેજસ્વી સૂર્યાને ઉતાર્યા 
  • ટિકિટ બદલાવાથી નારાજ ગિરિરાજ સિંહે કહ્યું- મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે, મને પુછ્યા વગર બધુ નક્કી કરી દેવાયું છે 

નેશનલ ડેસ્કઃ ભાજપે મંગળવારે તેના વધુ એક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ કાપી હતી. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સાથે ભાજપના સંસ્થાપકોમાં સામેલ 85 વર્ષીય જોશીએ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વારાણસીની બેઠક છોડી હતી. તેઓ કાનપુરથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. આ વખતે પક્ષે તેમને કાનપુર કે અન્ય ક્યાંયથી નહીં લડવા જણાવ્યું હતું. 

કાનપુરથી તેમના સ્થાને યુપી સરકારના મંત્રી સત્યદેવ પચૌરી ચૂંટણી લડશે. બાબરી ધ્વંસ સમયે 1991થી 1993 દરમિયાન જોશી ભાજપના પ્રમુખ હતા. બીજી બાજુ મંગળવારે બપોરે પક્ષમાં સામેલ અભિનેત્રી જયાપ્રદાને 5 કલાકની અંદર રામપુરની ટિકિટ અપાઈ છે.