તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lok Sabha Elections 2019 Supreme Court Says No Stay On Election Bonds Scheme, Parties To Give Details Of Donors To EC

SCનો મહત્વનો નિર્ણય: ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ નહીં, દરેક પક્ષે ચૂંટણી પંચને આપવી પડશે માહિતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરેક રાજકીય પક્ષે 15 મે સુધી મેળલા ઈલેક્ટોરલ બોન્ડની સીલબંધ કવરમાં 30 મે સુધી ચૂંટણી પંચને માહિતી આપવી પડશે
  • રાજકીય પક્ષે ચૂંટણી પંચને ફંડ આપનાર વ્યક્તિ વિશે પણ માહિતી આપવી પડશે

નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ વિશે વચગાળાનો આદેશ જાહેર કરતાં કહ્યું છે કે, જે પણ રાજકીય પક્ષને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ કે દાન મળતું હોય તેમણે ચૂંટણી પંચને આ વિશે બંધ કવરમાં સમગ્ર માહિતી આપવી પડશે. કોર્ટે આ માટે 30 મે સુધીની સમય મર્યાદા પણ નક્કી કરી છે. ચૂંટણી પંચ આ માહિતી સેફ કસ્ટડીમાં રાખશે. આ ઉપરાંત કોર્ટ હવે આ વિશે વિસ્તૃત સુનાવણી માટેની તારીખ પણ નક્કી કરશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું હતું કે તેઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી બોન્ડના મુદ્દે કોઈ આદેશ રજૂ ન કરે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દરેક રાજકીય પક્ષે તેમને મળેલા બોન્ડ વિશેની માહિતી આપવી પડશે. દરેક પક્ષોએ તેમને 15 મે સુધીમાં મળેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી સીલ બંધ કવરમાં ચૂંટણી પંચને 30 મે સુધી આપવાની રહેશે. આ માહિતીમાં પક્ષે ફંડ આપનાર વ્યક્તિ વિશે પણ સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો હતો કે, તેમણે આ મુદ્દે હસ્તક્ષેપ ન કરવો જોઈએ અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી આ વિશે કોઈ નિર્ણય લેવો જોઈએ. અટૉર્ની જનરલ કેકે વેણુ ગોપાલે કેન્દ્ર સરકાર માટે દલીલ કરતા કહ્યું હતુ કે, ઈલેક્ટોરલ બોન્ડ રાજકીય દાન માટે પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવા માટે ખૂબ મહત્વનું છે. એટૉર્ની જનરલનું કહેવું હતું કે, ચૂંટણી બોન્ડ પહેલાં મોટા ભાગનું દાન રોકડમાં કરવામાં આવતું હતું અને તેના કારણે ચૂંટણીમાં ગણતરી વગરનો ખર્ચ કરવામાં આવતો હતો. ઈલેક્ટોરલ બોન્ડ સુનિશ્ચિત કરે છે કે, ચૂકવણી માત્ર ચેક, ડ્રાફ્ટ અને પ્રત્યક્ષ ડેબિટના માધ્યમથી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની બ્લેક મની ચૂંટણીમાં લાવી શકાતી નથી. બીજી બાજુ ચૂંટણી પંચે કહ્યું હતું કે, તેઓ આ વિશે એક પારદર્શક વ્યવસ્થા ઈચ્છે છે અને ઈલેક્ટોરલ બોન્ડ પારદર્શી નથી.

શું છે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ડોનેશનના નિયમ?: કોઈ પણ રજિસ્ટર્ડ રાજકીય દળ જેમણે ગઈ લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં 1 ટકા વોટ મેળવ્યા હોય તે પક્ષ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ડોનેશન લઈ શકે છે. ઈલેક્ટોરલ બોન્ડ 10 દિવસ માટે જાહેર કરવામાં આવે છે. લોકસભા ચૂંટણીના સમયમાં 30 દિવસ સુધીનો વધારાનો સમય આપવામાં આવે છે. આ બોન્ડની વેલિડિટી જાહેર કર્યા પછી 15 દિવસ સુધીની હોય છે. આ દરમિયાન તેને કેશ કરાવવાના હોય છે. આ બોન્ડ 1 હજાર, 10 હજાર, 1 લાખ, 10 લાખ અને 1 કરોડની કિંમતના હોય છે. આ બોન્ડ પર જેને દાન કરવામાં આવ્યું છે અને જેણે દાન કર્યું છે તે બંનેમાંથી કોઈની માહિતી આપવામાં આવતી નથી.

ચૂંટણી બોન્ડ વિશે એ બધું જ કે જે મતદાર તરીકે તમારે જાણવું જરૂરી છે...

ચૂંટણી બોન્ડ શું છે?: સરકાર 2016માં પોલિટિકલ ફન્ડિંગ માટે ચૂંટણી બોન્ડનો કોન્સેપ્ટ લાવી. તેમાં ત્રણ પક્ષકાર હોય છે. એક- દાન આપનાર, જે વ્યક્તિ, કંપની કે સંસ્થા હોઇ શકે છે. બે- રાજકીય પક્ષ કે જેને દાન અપાય છે. ત્રણ- બેન્ક, જ્યાંથી બોન્ડ ઇસ્યૂ થાય છે. બોન્ડ 1 હજાર, 10 હજાર, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ રૂ.ના છે.

કેવી રીતે કામમાં આવે છે?: દાન આપનાર માત્ર ચેક કે ડિજિટલ પેમેન્ટથી જ બોન્ડ ખરીદી શકે છે. પછી તે રાજકીય પક્ષને બોન્ડ આપી દે છે. પછી જે-તે પક્ષ બેન્કમાંથી તેને વટાવી લે છે. બોન્ડ 15 દિવસ માટે માન્ય.

 ખરીદવાના નિયમ શું છે?
* બોન્ડ ખરીદવા દાન આપનારે કેવાયસી આપવાનું હોય છે. બેન્ક વ્યાજ નથી આપતી.
* બેન્ક બોન્ડ ખરીદનારની જાણકારી ન આપી શકે. એસબીઆઇની બ્રાન્ચમાં બોન્ડ મળે છે.
* બોન્ડ ખરીદયાનો ઉલ્લેખ બેલેન્સશીટમાં કરવાનો હોય છે. તેનાથી ટેક્સ રિબેટ મળે છે. 

આ મામલે વિવાદ શું છે?:ચૂંટણી બોન્ડ બેરર ચેક જેવા હોય છે. તેમાં દાન આપનારનું નામ ગુપ્ત રખાય છે. તેને લઇને જ વિવાદ છે, કેમ કે આરોપ છે કે પક્ષો જ બ્લેક મનીને વ્હાઇટ કરવા સંસ્થાઓના માધ્યમથી ગેરકાયદે નાણાંથી બોન્ડ ખરીદાવે છે.

2018માં બોન્ડથી 1057 કરોડ મળ્યા હતા, 2019માં 3 મહિનામાં જ 1716 કરોડ રૂ. મળ્યા:  2017માં 221 કરોડના બોન્ડ વેચાયા હતા, જેમાંથી 210 કરોડ ભાજપને મળ્યા હતા. 2018થી અત્યાર સુધીમાં મુંબઇમાં સૌથી વધુ 878 કરોડ રૂ.ના બોન્ડ ખરીદાયા.

સૌથી વધુ 95.54% રકમ દિલ્હીમાં કઢાઇ, કોલકાતામાં 4.13%:  સૌથી વધુ 878 કરોડ રૂ.ના બોન્ડ મુંબઇમાં ખરીદાયા હોવા છતાં ત્યાં એક પણ બોન્ડ વટાવાયો નથી.

કયા કેટલા બોન્ડ ખરીદાયા

શહેર20182019
 (રૂ. કરોડમાં) 31 માર્ચ સુધી 
મુંબઇ383495
કોલકાતા231370
દિલ્હી147205
હૈદરાબાદ105290
ભુવનેશ્વર15194
ગાંધીનગર1873
ચેન્નઇ4355
બેંગલુરુ8217
જયપુર219
ચંદીચંદીગઢ10

 

અન્ય સમાચારો પણ છે...