ભાજપના 24 નામ નક્કી: રાજસ્થાનની રાજસમંદ સીટ પરથી દીયા કુમરી, મપ્રના ગ્વાલિયરથી શેજવલકરને ટિકિટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જયપુરના પૂર્વ  રાજવી પરિવારની દીયા કુમારી સવાઈ માઘોપુરથી ભાજપની ધારાસભ્ય રહી ચૂકી છે
  • ભાજપના 18માં લિસ્ટમાં ઈંદોર અને ભોપાલના ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી 

નવી દિલ્હીઃ ભાજપે લોકસભાની ચૂંટણી માટે 24 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીના 18માં લિસ્ટમાં હરિયાણાની 8, મધ્યપ્રદેશની 3, ઓડિશાની 1, રાજસ્થાનની 4, ઉતરપ્રદેશની 4, પં.બંગાળની 1 અને ઝારખંડની 3 સીટો પર નામ નક્કી કરવામાં આવ્યા છે. ભાજપે ગ્વાલિયરથી વિવેક શેજવલકરને ટિકિટ આપી છે. તે અહીંના મેયર છે. જયારે છિંદવાડાથી મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકલ નાથની વિરુદ્ધ નાથન શાહને ટિકિટ આપવામાં આવી છે. છિંદવાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં કમલનાથની વિરુદ્ધ વિવેક સાહૂ(બંટી)ને ઉતરવામાં આવ્યો છે. 

  • ઉત્તર પ્રદેશની ઝાંસી સીટથી અનુરાગ શર્મા ઉમેદવાર બનશે. હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ આ વખતે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ત્યારપછી પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવી દીધા છે.
  • કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહને હરિયાણાની ગુડગાંવ સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.
  • ઉત્તરપ્રદેશની બાંદા સીટથી હાલના સાંસદ ભૈરોં પ્રસાદ મિશ્રાની જગ્યાએ આરકે પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ શ્યામાચરણ ગુપ્ત વિરુદ્ધ ચૂંટણી લડવાના છે. ગુપ્ત ગઈ વખતે ભાજપની ટિકિટ પર જીત્યા હતા. હવે તેઓ સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર છે.
  • આ લિસ્ટમાં ભાજપે રાજસ્થાનની ત્રણ સીટ પર ઉમેદવાર નક્કી કર્યા છે. રાજસ્થાનના જયપુર રાજપરિવાર સાથે જોડાયેલા દિયા કુમારીને ટિકિટ આપવામાં આવી છે. હાલ અહીં ભાજપના હરીઓમ સિંહ રાઠોડ સાંસદ છે. દિયા પહેલાં સવાઈ માધોપુરથી ધારાસભ્ય રહી ચૂકી છે.
  • રાજસ્થાનની બાડમેર સીટથી સાંસદ કર્નલ સોનારામની ટિકિટ કપાઈ છે. આ સીટ પર ભાજપના કોંગ્રેસ ઉમેદવાર માનવેન્દ્ર સિંહ સામે કૈલાશ ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
  • ભાજપે આ લિસ્ટમાં પણ ભોપાલ ઈન્દોરની સીટના ઉમેદવાર જાહેર કર્યા નથી. ઈન્દોરથી આઠ વાર અને ભાજપ સાંસદ સુમિત્રા મહાજને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ વિરુદ્ધ શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ મળવાની શક્યતા છે.
  • હરિયાણાની 10માંથી 8 સીટ પર નામની જાહેરાત કરી દેવામા આવી છે. હિસાર અને રોહતક સીટ પર હજી ઉમેદવાર નક્કી થયા નથી. હિસારમાં ગઈ વખતે ઈનેલોને દુષ્યંત ચૌટાલા અને રોહતકથી કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા જીત્યા હતા.
  • આ લિસ્ટમાં ઝારખંડની 3 સીટોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાંચી અને કોડરમા સીટ પર હાલના સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. રાંચથી સંજય સેઠ અને કોડરમાથી અન્નપૂર્ણા દેવી યાદવ ઉમેદવાર બનશે.
  • સીટ  ઉમેદવાર 2014માં કોણ જીત્યું
    અંબાલા (હરિયાણા) રતનલાલ કટારિયા ભાજપ
    કુરક્ષેત્ર(હરિયાણા) નાયબ સિંહ સૈની ભાજપ
     સિરસા(હરિયાણા) સુનીતા દુગ્ગલ ઈનેલો
    કરનાલ(હરિયાણા)

    સંજય ભાટિયા

    ભાજપ
    સોનીપત(હરિયાણા) રમેશચંદ્ર કૌશિક ભાજપ
    ભિવાની-મહેન્દ્રગઢ(હરિયાણા) ધર્મવીર સિંહ ભાજપ
    ગુડગાવ(હરિયાણા) રાવઈન્દ્રજીત સિંહ ભાજપ
    ફરીદાબાદ (હરિયાણા) કૃષ્ણપાલ ગુર્જર ભાજપ
    ગ્વાવિયર(મપ્ર) વિવેક શેજવલકર ભાજપ
    છિંદવાડા(મપ્ર) નાથન શાહ કોંગ્રેસ
    દેવાસ(મપ્ર) મહેન્દ્ર સોલંકી ભાજપ
    જગલસિંહપુર(ઓડિશા) વિભુપ્રસાદ તરાઈ બીજેડી
    ભરતપુર(રાજસ્થાન) રંજીત કોહલી ભાજપ
    કરૌલી-ઘૌલપુર(રાજસ્થાન) મનોજ રાજૌરિયા ભાજપ
    બાડમેર(રાજસ્થાન) કૈલાશ ચૌધરી ભાજપ
    રાજસમંદ(રાજસ્થાન) વિદયા કુમારી ભાજપ
    ઝાંસી(ઉપ્ર) અનુરગ શર્મા ભાજપ
    બાંદા(ઉપ્ર) આર કે પટેલ ભાજપ
    ફૂલપુર(ઉપ્ર) કેરસી દેવી પટેલ ભાજપ
    લાલગંજ(ઉપ્ર) નીલમ સોનકર ભાજપ
    પુરલિયા(બંગાળ) જ્યોતિર્મય મેહતો ટીડીપી
    ચતરા(ઝાંરખડ) સુનીલ સિંહ  ભાજપ
    કોડરમા(ઝાંરખડ) અન્નાપૂર્ણા દેવી યાદવ ભાજપ
    રાંચી(ઝાંરખડ) સંજય શેઠ ભાજપ
અન્ય સમાચારો પણ છે...