તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપ્રીમ કોર્ટ આજે ચૂંટણી પંચના અધિકારીઓની સમીક્ષા કરી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચે સુપ્રીમ કોર્ટ જણાવશે કે આપત્તિજનક ભાષણ આપનારા લોકો પર શું કાર્યવાહી કરી
  • સોમવારે પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું- અમારી શક્તિઓ સીમિત

નવી દિલ્હીઃ નેતાઓએ આપત્તિજનક ભાષણો પર ચૂંટણી પંચે કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સંતોષ વ્યક્ત કર્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે લાગે છે કે ચૂંટણી પંચની શક્તિઓ તેને પરત મળી ગઈ છે. આવી સ્થિતિમાં કોર્ટને કોઈ ઇન્ટરિમ આદેશ આપવાની જરૂર નથી. આજે કોઈ આદેશ પસાર નહીં કરે. આ પહેલાં સોમવારે કાર્યવાહીમાં મોડું થવા બદલ કોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી. 

સુપ્રીમ કોર્ટે શારજાહ (યુએઈ)ના એક એનઆરઆઈ યોગા ટીચર મનસુખાનીની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં એવા નેતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરાઈ હતી, જેઓ ચૂંટણી દરમિયાન જાતિ-ધર્મના આધારે ટિપ્પણીઓ કરે છે. કોર્ટે 8 એપ્રિલે આ મામલે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી. 

પંચે કહ્યું હતું કે- કાર્યવાહીના મામલે શક્તિહીન છીએઃ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જ્યારે ઉત્તરપ્રદેશમાં નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદીત નિવેદન આપવાની બાબતે ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી તે અંગે સવાલ કરાયો તો પંચે કહ્યું કે અમે આ મામલે માત્ર નોટિસ મોકલી જવાબ માગી શકીએ છીએ. તે મુદ્દે નારાજ સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે હકિકતમાં તમે એવું કહેવા માગો છો કે તમે શક્તિહીન છો. 

સુપ્રીમ કોર્ટને કડક વલણ બાદ પંચની કાર્યવાહીઃ સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી ચૂંટણી પંચે સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા પ્રમુખ માયાવતી પર 48 અને 72 કલાક સુધી પ્રચાર કરવાની રોક લગાવી છે. આ નિર્ણયના થોડાંક કલાક પછી પંચે ભાજપના નેતા મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાન પર પણ 48 અને 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવા પર રોક લગાવી છે.