• Home
  • National
  • lok Sabha Election 2019 Second Phase, voting for 13 states and 95 parliamentary constituencies 

લોકસભા ચૂંટણી / 12 રાજ્યમાં 95 બેઠક પર 68% મતદાન, આ વખતે 2014 કરતાં 3% વધુ મતદાન

lok Sabha Election 2019 Second Phase, voting for 13 states and 95 parliamentary constituencies 
lok Sabha Election 2019 Second Phase, voting for 13 states and 95 parliamentary constituencies 
lok Sabha Election 2019 Second Phase, voting for 13 states and 95 parliamentary constituencies 

  • 2014માં 2.5% મતદાન વધ્યું, ત્યારે આ 95 બેઠક પર ભાજપને સાત બેઠકનો ફાયદો થયો હતો
  •  જ્યારે કોંગ્રેસની બેઠકો 24થી ઘટીને 12 થઈ ગઈ હતી
  • 10 રાજ્યોમાં 2014થી ઓછું મતદાન થયું , ઓડિશામાં પણ 16% ઓછું વોટિંગ નોંધાયું

divyabhaskar.com

Apr 19, 2019, 01:58 AM IST

નેશનલ ડેસ્ક: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગુરુવારે શ્રીનગરથી લઈને કન્યાકુમારી સુધી મતદાન થયું. આ તબક્કામાં 11 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 95 બેઠક પર 67.84% મતદાન થયું, જે ગઈ ચૂંટણી કરતા 3% વધુ છે. 2014માં આ 95 બેઠક પર 65% મતદાન થયું હતું, જ્યારે 2009માં આ જ 95 બેઠક પર 62.49% મતદાન થયું હતું.

બીજા તબક્કામાં કુલ 1,629 ઉમેદવાર મેદાનમાં હતા. ગઈ બે લોકસભા ચૂંટણીમાં મતદાનના ટ્રેન્ડનું એનાલિસિસ કરતા જાણવા મળ્યું કે, મતદાન વધુ થાય ત્યારે ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન થાય છે. તમિલનાડુની વેલ્લોર બેઠક પર ચૂંટણી રદ કરાઈ હતી, જ્યારે ત્રિપુરા પૂર્વ બેઠક પર હવે ત્રીજા તબક્કામાં મતદાન થશે.

2014માં ઉ.પ્રદેશમાં 12% વધુ મતદાન થતાં ભાજપને સાત બેઠકનો ફાયદો થયો હતો: ભાજપને 27 બેઠક આ જ 95 બેઠક પર મળી હતી. ભાજપે છત્તીસગઢમાં આ તબક્કાની ત્રણેય બેઠક અને મહારાષ્ટ્રની દસમાંથી ચાર બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. આ દરમિયાન ચાર બેઠક ભાજપના સાથી પક્ષ શિવસેનાએ જીતી હતી.

રાજ્ય કેટલી સીટ પર વોટિંગ 2019માં વોટિંગ 2014માં વોટિંગ
યુપી 8 62.06% 61.95%
બંગાળ 3 76.42% 81.52%
બિહાર 5 62.04% 62.45%
ઓરિસ્સા 5 57.97% 72.47%
આસામ 5 76.22% 78.23%
મણિપુર 1 77.93% 74.98%
મહારાષ્ટ્ર 10 61.22% 62.39%
જમ્મુ કાશ્મીર 2 45.64% 48.40%
છત્તીસગઢ 3 72.45% 72.95%
કર્ણાટક 14 67.84% 68.68%
પુડ્ડુચેરી 1 77.49% 82.10%
તમિલનાડુ 38 71.75% 74.02%
કુલ સરેરાશ 66% 70%

* 2019- મતદાન ટકાવારી સાંજના સાત વાગ્યા સુધીની છે.

ગઈ બે ચૂંટણીમાં આ 95 સીટ પર આવેલા પરિણામ

પક્ષ 2014માં સીટ 2009માં સીટ 2014માં નફો/નુકસાન
ભાજપ 27 20 +7
કોંગ્રેસ 12 24 -12
બીજેડી 4 3 +1
શિવસેના 4 4 0
અન્નાદ્રમુક 36 9 +27
દ્રમુક 0 17 -17
અન્ય 12 18 -6
કુલ 95 95

બીજા તબક્કામાં રાજ્યદીઠ કેટલી સીટો પર મતદાન

5 રાજ્યોની 68 સીટ પર એનડીએ અને યુપીએમાં સીધી ટક્કર

રાજ્ય લોકસભા સીટ
તમિલનાડુ 38
કર્ણાટક 14
મહારાષ્ટ્ર 10
બિહાર 5
પોંડિચેરી 1
કુલ 68

3 રાજ્યોની 9 સીટ પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

રાજ્ય લોકસભા સીટ
આસામ 5
છત્તીસગઢ 3
મણિપુર 1
કુલ 9

4 રાજ્યોની 18 સીટ પર કોંગ્રેસ સિવાય અન્ય સ્થાનિક પાર્ટી ભાજપને ટક્કર આપશે

રાજ્ય સીટ પાર્ટી
ઉત્તરપ્રદેશ 8 ભાજપ VS સપા-બસપા-આરએલડી VS કોંગ્રેસ
ઓરિસ્સા 5 ભાજપ VS બીજેડી VS કોંગ્રેસ
બંગાળ 3 ભાજપ VS તૃણમૂલ VS કોંગ્રેસ VS લેફ્ટ
કાશ્મીર 2 ભાજપ VS નેકાં VS પીડીપી
કુલ 18
X
lok Sabha Election 2019 Second Phase, voting for 13 states and 95 parliamentary constituencies 
lok Sabha Election 2019 Second Phase, voting for 13 states and 95 parliamentary constituencies 
lok Sabha Election 2019 Second Phase, voting for 13 states and 95 parliamentary constituencies 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી