તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીના ડુપ્લીકેટ અભિનંદન વારાણસીથી ફોર્મ ભરશે, કહ્યું- જુમલાઓના વિરોધમાં છું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી યોગીએ અલી-બજરંગ બલીના વિવાદ પર ચૂંટણી પંચને જવાબ આપ્યો
  • બંગાળમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી ન મળી, રેલી રદ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી ન મળી. જે બાદ સિલીગુડીમાં 14 એપ્રિલે થનારી તેમની રેલીને રદ કરવી પડી. દાર્જિલિંગથી કોંગ્રેસ ઉમેદવાર શંકર માલકરે કહ્યું કે અમે પોલીસ ગ્રાઉન્ડ પર હેલિકોપ્ટર ઉતારવા માટે પત્ર લખ્યો હતો. પોલીસ કમિશનરે જણાવ્યું કે નિયમો અંતર્ગત મંજૂરી આપવામાં ન આવી. કોંગ્રેસ નેતા રેલી માટે કોઈ અન્ય જગ્યાનો વિકલ્પ પણ લાવ્યા ન હતા. રાહુલ માલદા અને રાયગંજમાં બે રેલીઓ કરી ચુક્યા છે.શંકર માલકરે કહ્યું કે મમતા સરકાર અસુરક્ષિત અનુભવે છે તેથી તેમની સરકાર રાજ્યના ઉત્તર બંગાળમાં વિપક્ષી નેતાઓને ચૂંટણી રેલીની મંજૂરી નથી આપતું. આ પહેલાં બંગાળ પ્રશાસને અમિત શાહને રથ યાત્રા કાઢવાની મંજૂરી આપી ન હતી.