ઓરિસ્સા / મોદીએ કહ્યું- જે લોકોને મલાઈ ખાવાની આદત હોય તેને તમારી ચિંતા કેમ થાય?

divyabhaskar.com

Apr 16, 2019, 02:51 PM IST
Lok Sabha election 2019,  Narendra Modi in Sambalpur, Odisha Rally in korba and bhatapara live News and updates

  • ભુવનેશ્વરની સભામાં મોદીએ કોંગ્રેસ અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું
  • ઓરિસ્સા પછી છત્તીસગઢના કોસબા અને ભાટાપારામાં વડાપ્રધાનની સભા

સંબલપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઓરિસ્સામાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જેમની પ્રાથમિકતા માત્ર મલાઈ ખાવાની હોય તેમને તમારી ચિંતા કેમ હોય? ચિટફંડ અને ખાણ માફિયાઓને જ માત્ર સરકાર સંરક્ષણ આપતી હોય તો તેમને સામાન્ય વ્યક્તિઓની ચિંતા કેમ હોય? કોલ બ્લોક કૌભાંડમાં પણ કોની સામે આંગળીઓ ચિંધાઈ હતી તે ઓરિસ્સાની જનતા સારી રીતે જાણે છે.

છત્તીસગઢમાં પણ મોદીની આજે બે સભા: વડાપ્રધાન મોદી આજે છત્તીસગઢના કોરબા અને બલૌદાબજાર જિલ્લાના ભાટપારામાં પણ ચૂંટણી સભા સંબોધવાના છે. અહીં મોદી નાના ઉદ્યોગ કરતા વેપારીઓ અને મજૂરોને ધ્યાનમાં રાખીને સંબોધન કરે તેવી શક્યતા છે. અહીં સાત સીટ પર ભાજપની નજર છે. આ વિસ્તારમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. અહીં ભાજપ કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને હળદર-ચોખા આપીને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું છે.

વિધાનસભાની હાર પછી નારાજ લોકોને મનાવવાનો પ્રયત્ન: વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અને તેના પરિણામોએ ભાજપની આ વિચારધારાને બદલી કે સામાન્ય મજૂરો અને આદિવાસી તેમની સાથે છે. હવે લોકસભા ચૂંટણીમાં તેમની પહેલી પ્રાથમિકતા તેમને મનાવવાની છે.

છત્તીસગઢની બંને સભાઓથી 6 લોકસભા સીટને સાધવાનો પ્રયત્નઃ છત્તીસગઢમાં મોદીની પહેલી સભા કોરબા,રાયગઢ અને સરગુજાના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને કરવામા આવશે. આ સભામાં તેઓ સંગઠિત વેપારી અને અસંગઠિત મજૂરોને સાધવાનો પ્રયત્ન કરશે. જ્યારે ભાટાપારાની સભામાં રાયપુર, બિલાસપુર અને જાંજગીર ચાંપા લોકસભા વિસ્તારને ધ્યાનમાં રાખવામાં આવશે. ભાટાપારા અનાજનું હબ માનવામાં આવે છે. જીએસટીના કારણે અહીં વેપારીઓ નારાજ છે.

X
Lok Sabha election 2019,  Narendra Modi in Sambalpur, Odisha Rally in korba and bhatapara live News and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી