તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Congress Said A Green Laser Was Pointed 7 Times At Congress President Rahul Gandhi Complains Congress Leader To HM

રાહુલની સુરક્ષામાં ખામી? ચહેરા પર દેખાઈ ગ્રીન લેઝર લાઈટ તો કોંગ્રેસે રાજનાથ સિંહને લખ્યો પત્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહ ખાતાનું કહેવું છે કે, તેમને કોંગ્રેસ તરફથી આવો કોઈ પત્ર મળ્યો નથી

નવી દિલ્હી: અમેઠીમાં ઉમેદવારીપત્ર ભરીને પત્રકારો સાથે વાત કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના માથા પર લીલા રંગની લાઈટનો શેરડો દેખાયો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ અંગે કોંગ્રેસના ટોચના નેતાઓ અહેમદ પટેલ, રણદિપ સુરજેવાલ અને જયરામ રમેશે ગૃહ વિભાગને પત્ર લખીને આ અંગે ચિંતા વ્યક્ત કરતાં રાહુલની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

આરંભે ગૃહ વિભાગે આવો કોઈ પત્ર મળ્યાનું નકાર્યા બાદ મોડી સાંજે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદ યોજીને અગાઉ લખાયેલ પત્રનો અહેવાલ ખોટો હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના કોઈ નેતાએ ગૃહ વિભાગને પત્ર લખ્યો નથી એવી તેમણે સ્પષ્ટતા કરી હતી. 

કેમેરાની લાઈટ હોવાની સ્પષ્ટતા થઈ: બાદમાં ગૃહ વિભાગે પણ આ અંગે મીડિયાના અહેવાલોના આધારે (કોંગ્રેસ તરફથી કોઈ પત્ર મળ્યા વગર જ) જાતે તપાસ યોજી હતી. સ્પેશ્યલ પ્રોટેક્શન ગૃપના ડાયરેક્ટરે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે રાહુલના માથા પર સાતેક વાર દેખાયેલ લીલો શેરડો એ કોઈ સ્નાઈપર ગન (ખાસ્સા દૂરના અંતરેથી નિશાન લઈ શકતી બંદૂક)નો નથી પરંતુ રાહુલની તસવીર લઈ રહેલાં ફોટોગ્રાફરના કેમેરાની લાઈટનો હતો.

અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદમાં ગૃહ વિભાગનો પત્ર પણ વાંચી સંભળાવ્યો હતો અને રાહુલની સુરક્ષા વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.