તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lok Sabha Election 2019 BJP Ram Madhav On Imran Khan Statement On Narendra Modi Updates

ઈમરાનના નિવેદન પર રામ માધવે આપ્યો જવાબ, કહ્યું- ભારતની ચૂંટણીથી દૂર જ રહો, સલાહ સૂચનની જરૂર નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈમરાને કહ્યું હતું કે, મોદીની આગેવાનીમાં ભાજપના જીતવાથી કાશ્મીર મુદ્દે નિવેડો આવી શકે છે. 
  •  કોંગ્રેસની સરકાર આવશે તો કાશ્મીર મુદ્દે કોઈ નિવેડો નહીં આવી  શકે
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગત સપ્તાહે નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન પર ભાજપના મહાસચિવ રામ માધવે વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું  કે, સારું રહેશે કે ઈમરાન ખાન ભારતની ચૂંટણીથી દુર જ રહે. અગાઉ રક્ષા મંત્રી નિર્મલા સીતારામણે પણ ઈમરાન ખાનના આ નિવેદન અંગે કહ્યું હતું કે, આ કોંગ્રેસનું ષડયંત્ર હોઈ શકે છે. 
  • ઈમરાને કહ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો કાશ્મીર મુદ્દે કોઈ ઉપાય નીકળશે. તેમણે વધુમાં એવું પણ કહ્યું કે, જો ભારતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દા અંગે પણ પીછેહઠ કરી શકે છે. 
  • રામ માધવે ગુરુવારે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, ભારતના વડાપ્રધાન કોણ હશે અને કોણ નહી, તેનો નિર્ણય ભારતના રહેવાસી કરશે. અમે ઘણાં બુદ્ધિમાન છીએ અમને સરહદની પેલે પાર રહેલો લોકોની સલાહની કોઈ જરૂર નથી. જ્યારે અમે ફરી સત્તામાં આવીશું તો અમને ખબર છે કે પાડોશીઓ સાથે કેવો વ્યવહાર કરવાનો છે. અમને સરહદની પેલે પાર રહેલા લોકોના સલાહ સૂચનની સહેજ પણ જરૂર નથી. 

આ પહેલા સીતારમણે એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં એવાં ઘણા નેતાઓ છે જે પાકિસ્તાન જાય છે અને વડાપ્રધાન મોદીને હટાવવા માટે મદદ માગે છે. ઈમરાનના આ નિવેદન પાછળ કોઈ ષડયંત્ર હોય શકે છે. 

ઈમરાનના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, પાકિસ્તાન ઓફિશીયલ રીતે મોદીની સાથે છે. મોદીને વોટ કરવાનો અર્થ પાકિસ્તાનને વોટ કરવા જેવો જ છે.