મહાગઠબંધનના મંચ પરથી શરદ યાદવ રાફેલની જગ્યાએ બોફર્સ કાંડની વાત કરી, ભાજપે કહ્યું થેન્ક્યૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવની જીભ લપસી
  • રાફેલના કૌભાંડની વાત કરવાને બદલ બોફર્સ અંગે વાત કરી
  • ભૂલ કરી હોવાની જાણ થતાં માફી માગી
  • ભાજપે ટ્વિટ કરી મહાગઠબંધનના મંચ પરથી સત્ય સામે આવ્યું હોવાનુ જણાવ્યું
નેશનલ ડેસ્કઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં શનિવારે મમત બેનર્જી દ્વારા વિપક્ષની એકતાને આહ્વાન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 20 જેટલાં રાજકીય પક્ષોના નેતાઓના જમાવડામાં નિશાને મોદી સરકાર રહી અને મંચ પરથી દરેક નેતાએ મોદી સરકારને અલગ અલગ મુદ્દે ઘેરવાના પ્રયાસો કર્યાં. જો કે મમતાની રેલીમાં લોકતાંત્રિક જનતા દળના ચીફ શરદ યાદવના નિવેદનના કારણે મહાગઠબંધનની મજાક ઊડી હતી. જનતાને સંબોધતાં શરદ યાદવ ભાજપને ઘેરવાના પ્રયાસો કરી રહ્યાં હતા ત્યારે તેઓની જીભ લપસી હતી અને તેઓ રાફેલની જગ્યાએ બોફર્સ કાંડ પર પ્રહારો કરવા લાગ્યા હતા. જો કે બાદમાં તેમને પોતાની ભૂલ સમજાતા તેઓએ સ્પષ્ટતા કરી હતી કે માફ કરો હું રાફેલ અંગે જ વાત કરતો હતો.

શનિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં મમતા બેનર્જીની વિપક્ષી એકતા રેલીમાં સંબોધન દરમિયાન શરદ યાદવે કહ્યું કે, "બોફર્સની લૂંટ, સેનાના હથિયાર અને સેનાના જહાજ અહીં લાવવાના કામ થયા છે, આ જે સરકાર છે, ભારતના લોકો સરહદ પર શહીદ થઈ રહ્યાં છે અને ચોરીનું કામ બોફર્સમાં થયું છે."

શરદ યાદવના આ નિવેદન બાદ TMCના નેતા ડેરેક ઓ બ્રાયને મધ્યસ્થી કરવી પડી હતી અને તેમની પાસે જઈને તેમની ભૂલ પર ધ્યાન દોર્યું હતું. અને પોડિયમ પાસે જઈને કહ્યું કે તમે બોફર્સ કહ્યું છે.  જે બાદ યાદવ બોફર્સ નહીં પણ રાફેલ હોવાનું કહ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...