તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિગમ્બર, નિર્મોહી અને નિર્વાણી અખાડાની આગેવાનીમાં સંતોએ કરતબો રજૂ કર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રયાગરાજ(ઈલ્હાબાદ) કુંભમેળા માટે ત્રણેય અખાડા(દિગમ્બર, નિર્મોહી અને નિર્વાણી)ની નગરયાત્રા સોમવારે ભગવાન રામના જય જયકાર સાથે કાઢવામાં આવી હતી. જેને રામાનંદાચાર્ય હંસદેવાચાર્યની આગેવાનીમાં સાધુ-સંતો હાથી, ઘોડા, બગી પર સવાર થઈને શાહી અંદાજમાં કઢાઈ હતી. આ નગરયાત્રાનું ઠેર ઠેર ફુલોની માળાઓથી સ્વાગત કરાવામાં આવ્યુ હતુ.  આ ઉપરાંત યાત્રામાં સંતોએ ખતરનાખ કરતબો પણ રજુ  કર્યા હતા. 

સવારે 11.30 કલાકે આ યાત્રા  અખાડાથી નિકળીને સંયુક્ત રીતે કેપી કોલેજ મેદાન ખાતેથી સીએમપી ડોટ પુલને ઓળંગી બૈરહના સબ્જી મંડી થઈને અલોપીબાગ ખાતે પહોંચી હતી. પરંપરા પ્રમાણે જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીઓએ સંતો, મહંતોનું સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ આ નગરચર્યાએ પાંટૂન પુલ થઈ પંચ નિર્મોહી અખાડાની બાજુમાં વિરામ લીધો હતો.  

અન્ય સમાચારો પણ છે...