• Gujarati News
  • National
  • Minimum Basic Income Guarantee Scheme 20 Percent Of Poor Families Will Given Directly Rs. 72 Thousand Every Year

જાણો રાહુલ ગાંધીની આ યોજના કેવી રીતે કામ કરશે અને કોને ફાયદો મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ યોજના પ્રમાણે જેમની ઓછામાં ઓછી માસિક આવક રૂ. 12,000થી ઓછી હશે તેમને આ લાભ મળશે
  • આ યોજનાનો લાભ દેશના 5 કરોડ પરિવારના 25 કરોડ લોકોને મળશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે લઘુતમ આવક ગેરંટીને પોતાના ચૂંટણી વાયદા અંગે વિસ્તારથી જણાવ્યું. રાહુલનો દાવો છે કે પ્રતિ વ્યક્તિ 12 હજાર રૂપિયા મહિના અને પ્રતિ ગરીબ પરિવારને 72 હજાર રૂપિયા વાર્ષિક દેવાથી 25 કરોડ ગરીબોને ફાયદો મળશે. માનવામાં આવે છે કે રાહુલનો આ ચૂંટણી દાવ મોદી સરકારની ખેડૂત સન્માન નિધિ યોજનાનો જવાબ છે. સન્માન નિધિ યોજના અંતર્ગત 6 હજાર રૂપિયાની વાર્ષિક મદદથી 12 કરોડ ખેડૂતોને સાધવાનો પ્રયાસ કરાયો છે. 

1) મોદી VS રાહુલ

રાહુલે કહ્યું કે અમે 12 હજાર રૂપિયા મહિનાની ન્યૂનતમ આવક સુનિશ્ચિત કરીશું. જેનાથી 25 કરોડ પરિવારને ફાયદો મળશે. રાહુલનો દાવો છે કે દેશના 20% સૌથી ગરીબ પરિવારોને તેનો લાભ મળશે. વર્ષે 72 હજાર રૂપિયા તેમના ખાતામાં ટ્રાંસફર થશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે ન્યાય સ્કીમ યોજનાનો હેતુ લોકોને ગરીબી રેખામાં બહાર લાવવાનો છે. આ યોજના અંર્તગત દરેક ગરીબ પરિવારની માસિક આવક રૂ. 12,000 સુધી કરી શકાશે. ઉદાહરણ તરીકે તમારી આવક માસિક રૂ. 7000 હશે તો કોંગ્રેસ સરકાર તરફથી તમને રૂ. 5000 આપવામાં આવશે. અને જો તમારી આવક માસિક રૂ. 2,000 હશે તો કોંગ્રેસ સરકાર તમને રૂ. 10,000 આપીને દેશના દરેક પરિવારને રૂ. 12,000ની ન્યૂનતમ આવકની શ્રેણીમાં લાવવામાં આવશે.

આ યોજના પ્રમાણે જો તમારી આવક માસિક ઓછામાં ઓછી રૂ. 12,000 હશે તો તમને આ સ્કીમનો લાભ નહીં મળે. નોંધનીય છે કે, આ યોજના અંર્તગત રકમ સીધી તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે. આ યોજના વિશે બેન્કને પણ દરેક ઓનલાઈન માહિતી આપવામાં આવશે. સરળ ભાષામાં સમજીએ તો જેની માસિક આવક રૂ. 12,000 કરતા ઓછી હશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે.

જો કોંગ્રેસની સરકાર બનશે અને આ યોજના અમલમાં આવશે તો તેના પર વર્ષે 3.60 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જે 2019-20ના  બજેટના ખર્ચનો 13% ભાગ હશે. આ રકમ મોદી સરકાર દ્વારા કલ્યાણ યોજનાઓ પર વર્ષે ખર્ચ કરવામાં આવતા 3.27 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ હશે. આ જીડીપીનો 2% ભાગ હશે. 

5 એકર સુધીની ખેતી યોગ્ય જમીનવાળા ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત ઇન્ટરિમ બજેટમાં કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે 12 કરોડ ખેડૂતોને તેનો ફાયદો મળશે. 

આ રકમ 2-2 હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જશે. પહેલો હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર થયો હતો. 

પિયૂષ ગોયલે ઇન્ટરિમ બજેટમાં કહ્યું હતું કે આ યોજના પર 75 હજાર કરોડ રૂપિયા વાર્ષિક ખર્ચ થશે. 

ક્યારનું અનુમાન ભારતમાં કેટલા લોકો ગરીબ?
2012: સુરેશ તેંડુલકર કમિટી 26.9 કરોડ
2015ઃ સી રંગરાજન કમિટી 36.3 કરોડ
2018ઃ વર્લ્ડ પોવર્ટી ક્લોક 7.30 કરોડ
2019ઃ વર્લ્ડ ડેટા લેબ 5 કરોડ
2019ઃ કોંગ્રેસનું અનુમાન 25 કરોડ

 

ફિનલેન્ડ: ત્યાંના લોકોના ખાતામાં પૈસા ટ્રાંસફર કરવાની યોજના જાન્યુઆરી 2017માં શરૂ થઈ, પરંતુ ડિસેમ્બરમાં રોકવામાં આવી. 2000 બેરોજગારને દર મહિને 560 યુરોની રકમ ટ્રાંસફર કરાઈ હતી. 

કેનેડાઃ અહીં ઓન્ટારિયો પ્રાંતમાં પાયલટ પ્રોજેક્ટ ગત વર્ષે શરૂ થયો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો. જે અંતર્ગત 4000 લોકોને દર મહિને 150 કેનેડિયન ડોલર આપવામાં આવ્યા હતા. 

કેન્યાઃ અહીં 120 ગામોમાં આવોજ પ્રોજેક્ટ ચાલ્યો હતો. પ્રતિ વ્યક્તિ 23 ડોલર પ્રતિ મહિને આપવામાં આવ્યા.

અમેરિકાઃ અલાસ્કામાં 1980થી પરમેનેન્ટ ડિવિડન્ડ યોજના ચાલી રહી છે. જે અંતર્ગત દરેક વયસ્કને લગભગ 2000 ડોલર વર્ષે આપવામાં આવે છે. 

સ્વિટ્ઝરલેન્ડઃ 2016માં અહીં એવી યોજના બની હતી, પરંતુ વોટર્સે તેને ફગાવી દીધી. 

અન્ય સમાચારો પણ છે...