તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Know What Is Article 35 A Connected To Kashmir, And Why It Is Called Law To Promote Separatism

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું છે કાશ્મીર સાથે જોડાયેલી કલમ 35-A, કેમ તે ભાગલાવાદીઓને પ્રોત્સાહન આપતો કાયદો માનવામાં આવે છે?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 35-A બંધારણની તે કલમ છે જેના અંર્તગત કાશ્મીરના સ્થાઈ લોકોને ઘ્યાનમાં રાખીને નિયમો નક્કી કરવામાં આવ્યા છે
 • આ કલમ અંર્તગત કાશ્મીરના સ્થાઈ લોકોને વિશેષ અધિકારો અને સુવિધાઓ આપવામાં આવી છે

નેશનલ ડેસ્ક: કલમ 35-A પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વિશે સસ્પેન્સ અકબંધ છે. આ વિશે કાશ્મીરની ખીણમાં પણ હોબાળો થતો રહે છે. આ કલમ માટે ભાગલાવાદીઓ રોડ પર ઉતરી આવ્યા છે અને દેશમાં બંધારણની આ કલમને ખતમ કરવાની માંગણી થઈ રહી છે. 5 વર્ષ પહેલાં વર્ષ 2014 કલમ 35-Aને ખતમ કરવાની માંગણી વિશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારથી આ મુદ્દો દેશમાં ચર્ચાનો અને કાશ્મીરમાં વિરોધનું કેન્દ્ર બન્યો છે. આ સંજોગોમાં એ જાણવું ખૂબ જરૂરી છે કે, કાશ્મીર સાથે જોડાયેલી બંધારણની કલમ 35-A શું છે અને કેમ તેને કાશ્મીરમાં ભાગલાવાદીઓનું મૂળ માનવામાં આવે છે.

 

કલમ 35-Aને આઝાદીના 7 વર્ષ પછી એટલે કે 1954માં બંધારણમાં જોડવામાં આવી છે. આ કલમ નહેરુ કેબિનેટની ભલામણથી તે સમયે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના આદેશથી બંધારણમાં ઉમેરવામાં આવી હતી. તેનો આધાર છે 1952માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને શેખ અબ્દુલા વચ્ચે થયેલા દિલ્હી એગ્રીમેન્ટ. જેમાં ભારતીય નાગરિકતાના મામલે જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં રાજ્યને વિશેષ માનવામાં આવ્યું હતું.

35-A બંધારણની તે કલમ છે જેના અંર્તગત કાશ્મીરના સ્થાનિકો માટે અમુક ખાસ નિયમ નક્કી કરવામાં આવ્યા છે. આ કલમ અંર્તગત કાશ્મીરના સ્થાનિકોને વિશેષ અધિકાર અને સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં નોકરીઓ, સંપત્તિનું ખરીદ-વેચાણ, સ્કોલરશિપ, સરકારી મદદ અને કલ્યાણકારી યોજનાઓ જોડાયેલી છે.

રાષ્ટ્રપતિનો આ આદેશ બંધારણની કલમ 370 (1) (d) અંર્તગત જાહેર કરવામાં આવી હતી. કલમ 35-A સાથે જોડાયેલી ખાસ વાત એ છે કે, તેને બનાવતી વખતે સંસદીય પ્રણાલીથી કાયદો બનાવવાની પ્રક્રિયાની જગ્યાએ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેને બંધારણમાં જોડવામાં આવી છે. જ્યારે બંધારણની કલમ 368 (i) પ્રમાણે કોઈ પણ સંશોધનનો અધિકાર માત્ર સંસદને હોય છે. 1961માં આ મામલો કોર્ટની સામે આવ્યો હતો કે, શું રાષ્ટ્રપતિ 370 અંર્તગત સંસદને બાયપાસ કરીને બંધારણમાં સંશોધનનો અધિકાર રાખી શકે છે. જોકે કોર્ટના નિર્ણયમાં તે સમયે આ વાતનો કોઈ જવાબ નહતો.

2014માં સુપ્રીમ કોર્ટમા એક એનજીઓએ અરજી દાખલ કરીને આ કલમને ભારતની ભાવના વિરુદ્ધની અને ભાગલાવાદીઓને પ્રોત્સાહન આપનારી ગણાવી છે. આ અરજીમાં કલમ 35-A અને કલમ 370ના કાયદાને પડકારવામાં આવ્યો છે. આ અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે, આઝાદી પછી દેશનું બંધારણ બનાવવા માટે જે બંધારણ સભા બની હતી તેમાં જમ્મુ-કાશ્મીરના 4 પ્રતિનિધિ સામેલ હતા. તે સાથે જ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો નથી. અરજીમાં એવો પણ તર્ક આપવામાં આવ્યો છે કે, તે સમયે રાજ્યની સ્થિતિને સ્થિર કરવા માટે કલમ 35-Aનો ઉપયોગ અસ્થાઈ રીતે શરૂ કરવામાં આવ્યો હતો. આ કલમને બંધારણના નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી નથી.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કલમ નાગરિકોમાં ભેદભાવ ઉભો કરે છે અને 'એક ભારત'ની વિચારધારાને નબળી કરે છે. આ કલમ અન્ય રાજ્યોના લોકોને જમ્મુ-કાશ્મીરમં નોકરી મેળવતા, સંપત્તિ ખરીદતા અટકાવે છે. જે બંધારણમાં આપવામાં આવેલા મૂળભુત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. દેશના દરેક નાગરિકને બંધારણની કલમ 14,19 અને 21માં મૂળ અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઈટ્સ આપવામાં આવ્યા છે. તે સાથે દાખલ અન્ય એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરની મહિલાઓને બહારની અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવતા તેમના બાળકોને પણ નાગરિકતા આપવામા આવતી નથી. આ કાયદાઓથી કાશ્મીરમાં ભાગલાવાદીઓને પ્રોત્સાહન મળતું હોવાની વાત કરીને અરજીમાં આ કલમ રદ કરવાની માંગણી કરવામાં આવી છે.

 • કલમ 35-A પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી નાગરિકના નિયમો અને નાગરિકોના અધિકારો નક્કી કરવામાં આવ્યા છે.
 • જમ્મુ-કાશ્મીરની સરકાર તે લોકોને સ્થાયી માને છે જેઓ 14 મે 1954 પહેલાં કાશ્મીરમાં આવીને વસ્યા છે.
 • આવા સ્થાયી લોકોને રાજ્યમાં જમીન ખરીદવાની, રોજગારી મેળવવાની અને સરકારી યોજનાઓનો લાભ મેળવવાનો અધિકાર મળે છે. 
 • કોઈ અન્ય રાજ્યના લોકો જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી નાગરિક તરીકે નથી રહી શકતો.
 • કોઈ અન્ય રાજ્યનો નાગરિક ન તો કાશ્મીરમાં જઈને જમીન ખરીદી શકે છે, ન ત્યાંની રાજ્ય સરકાર તેમને નોકરી આપી શકે છે. 
 • જો જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતના અન્ય રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે છોકરીના પણ બધા અધિકારો પૂરા થઈ જાય છે. જોકે પુરુષના મામલે આ નિયમો અલગ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો