તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરમાં યાસીન મલિક સહિત ઘણા અલગાવવાદીઓનાં ઠેકાણે NIAની છાપામારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • યાસીન મલિક જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટનો પ્રમુખ
 • ઘાટીમાં પોલીસ તથા અર્ધસૈનિકબળોને હાઈ એલર્ટ પર
શ્રીનગરઃ કાશ્મીરમાં પુલવામા હુમલા બાદ સરકારનો કાશ્મીરમાં સખત કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. મંગળવારે સવારે શ્રીનગરમાં યાસીન મલિક સહિત ઘણા અલગાવવાદી નેતાઓનાં ઠેકાણે NIAએ દરોડા પાડ્યા છે. જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદને ટેકો આપનારા યાસીનની ગત શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. યાસીન મલિક જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટનો પ્રમુખ છે. ઘાટીમાં પોલીસ તથા અર્ધ સૈનિકબળોને હાઈ એલર્ટ પર રાખવામા આવ્યા છે.

આ પહેલા ગૃહમંત્રાલયનાં આદેશ પર જમ્મુ-કાશ્મીર પ્રશાસને 22 અલગાવવાદી નેતાઓની સુરક્ષા અને સરકારી સુવિધાઓ પરત લઈ લીધી હતી. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરનાં 155 રાજકીય નેતાઓને અપાયેલી આપવામાં આવેલી સુરક્ષામાં ફેરફાર કર્યો હતો. આ લિસ્ટમાં યાસીન મલિકનું નામ પણ સામેલ હતુ.

ગૃહમંત્રાલય પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ અલગાવવાદી નેતાઓ અને રાજકીય વ્યક્તિઓની સુરક્ષામાં 1000થી વધુ પોલીસકર્મી અને આશરે 100થી વધુ ગાડીઓ હતી. જે સુરક્ષાને હવે હટાવી લેવામા આવી છે. સરકારનાં આ પગલા પર પ્રતિક્રિયા આપતા યાસીન મલિકે કહ્યું કે સરકારે તેને કોઈ સુરક્ષા આપી ન હતી.   

ગૃહમંત્રાલયે અર્ધસૈનિકબળોની 100 કંપનીઓને જમ્મુ કાશ્મીર મોકલી દીધી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને પુલવામા હુમલા પછી આ મોટું પગલુ ભર્યુ છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલા કાયરો વાળા હુમલામાં CRPFનાં 40 જવાન શહીદ થયા હતા 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો