જૈશ-એ-મોહમ્મદનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફૈયાઝ એહમદ લોન શ્રીનગરથી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્યલ સેલની ટીમે તેની જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગર ખાતેથી ધરકપડ કરી

નવી દિલ્હીઃ શનિવારે જમ્મુ -કાશ્મીર હાઈવે પર બનિહાલમાં કારમાં થયેલા વિસ્ફોટમાં મોટો ખુલાસો થયો છે. બનિહાલમાં પણ પુલવામાની જેમ જ સીઆરપીએફના કાફલા પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ષડયંત્ર જૈશે નહીં પરંતુ હિઝ્બુલ મુજાહિદ્દીનને આતંકી ષડયંત્ર રચ્યું હતું. આ મામલામાં રામબાણથી ઓવૈસ અહેમદ મલિકની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી બાજુ  જૈશ-એ-મોહમ્મદ (JEM)સાથે જોડાયેલા આતંકી ફૈયાઝ અહેમદ લોનને પોલીસે ઝડપી પાડ્યો છે. સ્પેશ્યલ સેલની ટીમે તેની જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગર ખાતેથી ધરકપડ કરી હતી. દિલ્હી પોલીસે તેની ધરપકડ પર 2 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતુ. 

 તપાસમાં બહાર આવ્યું છે કે કાર પર જમ્મુ-કાશ્મીરની નંબર પ્લેટ લાગેલી હતી, પરંતુ તે ખોટો નંબર હતો. વાસ્તિવકતામાં આ કાર હરિયાણામાં રજિસ્ટર્ડ હતી. બ્લાસ્ટ કારનું ભરથુ થઈ ગયું હતું. સીઆરપીએફની બસને પણ થોડું નુકસાન થયું હતું. કારમાં થયેલા વિસ્ફોટ દરમિયાન સીઆરપીએફ કાફલામાં 6-7 બસો હતી અને આશરે 40 જવાનો હતા. 

આતંકી ફૈયાઝ અહેમદ લોન જમ્મુ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે. તેના પિતાનું નામ અલી મોહમ્મદ છે. દિલ્હી પોલીસ ફૈયાઝને ઘણાં સમયથી શોધી રહી હતી. જેથી તેના પર બે લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. સ્પેશ્યલ સેલની ટીમ સતત તેનો પીછો કરી રહી હતી. 

આ આતંકીની ધરપકડ માટે હાઈકોર્ટે પણ બિન જામીન વોરંટ ઈસ્યુ કર્યા હતા. જેથી તે 2015થી જ ફરાર હતો. આ દરમિયાન સ્પેશ્યલ સેલની ટીમને તે કાશ્મીરમાં છુપાયો હોવાના સમાચાર મળ્યા હતા. બાતમીના આધારે સ્પેશ્યલ સેલે કુપાવાડાના રહેવાસી એવા આતંકી ફૈયાઝ લોનને શ્રીનગરથી ઝડપી પાડ્યો હતો. હાલમાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે.