તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • J&K Governor Satya Pal Malik Called An Informal Meeting Of State Administrative Council

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યપાલની લોકોને અપીલ- ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધારાના જવાનો તહેનાત, અફવાઓ પર ધ્યાન ન આપો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે અનૌપચારિક બેઠક કરી.
  • CRPFની અનેક ટીમ કાશ્મીરમાં તહેનાત.

શ્રીનગરઃ રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે જમ્મુ કાશ્મીર પ્રશાસનિક કાઉન્સિલની અનૌપચારિક બેઠક કરી હતી. જેનો હેતુ પુલવામા હુમલો અને બાદમાં થયેલા બદલાવની સમીક્ષા કરવાનો હતો. તેઓએ સ્પષ્ટ કર્યું કે વધારાના જવાનોની તહેનાતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. એવામાં કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. 

 

મલિકે કહ્યું કે, "લોકસભા ચૂંટણી માટે મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળની જરૂર રહેશે કેમકે ઉમેદવાર અને મતદાતાઓ વિરૂદ્ધ આતંકી પ્રવૃતિઓ વધવાની આશંકા છે." તેઓએ કહ્યું કે, "પ્રદેશમાં LPG સ્ટોક નથી જેનું કારણ રાષ્ટ્રીય રાજમાર્ગ પહેલાં 7 દિવસ અને બાદમાં 4 દિવસ બંધ રહ્યાં તે છે. એવામાં જમ્મુથી શ્રીનગર વચ્ચે તેની આપૂર્તિ પ્રભાવિત થઈ છે. તેને સુયોગ્ય બનાવવા માટે સરકાર જરૂરી પગલાં ઉઠાવી રહી છે."

શનિવારે ગૃહ મંત્રાલય સકર્યૂલર બહાર પાડી જમ્મુ-કાશ્મીરમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની 100 કંપનીઓ એટલે કે આશરે 10 હજાર જવાનો તહેનાત રહેશે. ગૃહ મંત્રાલયે શનિવારે આ અંગે સર્ક્યુલર જાહેર કર્યુ છે. સીઆરપીએફને તાત્કાલિક અસરથી આ કંપનીઓને તહેનાત કરવાની જવાબદારી સોંપવામા આવી છે. અહી પોલીસ અને અર્ધ સૈન્ય બળોને હાઈ એલર્ટ પર રખાયા છે.

યાસીન મલિક અને અબ્દુલ હમીદ ફયાઝ સહિત અલગાવવાદી સંગઠનોનાં આશરે 150 નેતાઓ અને કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામા આવી છે. આ સાથે જ શ્રીનગર મેડિકલ કોલેજનાં સ્ટાફની શિયાળુ રજાઓને પણ કેન્સલ કરવામા આવી છે. તેમને કોઈ પણ ભોગે સોમવાર સુધી ફરજ પર પરત આવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યનાં ખાધ પુરવઠા વિભાગે પણ સરકારી રાશનની દુકાનોમાં પૂરતો સ્ટોક રાખવા માટેનો આદેશ કર્યો છે. આ દુકાનો રવિવારે પણ ચાલુ રહેશે. આ પ્રકારનાં આદેશનાં કારણે સ્થાનિક લોકો રોજબરોજની જરૂરિયાતમંદ ચીજવસ્તુઓ એકઠી કરવામાં લાગી ગયા છે. કરિયાણાની દુકાનો પર સામાન ખરીદી માટે ભીડ જમા થઈ ગઈ છે. પેટ્રોલ પંપો પર પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શુક્રવાર રાતે 1.30 કલાકે લડાકુ વિમાનોનાં અવાજ સાંભળવા મળ્યા હતા. જો કે વાયુસેનાનાં અધિકારીઓએ તેને નિયમિત અભ્યાસનો જ એક ભાગ ગણાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો