આર્થિક સંકટ / જેટ એરવેઝના ભાવિનો આજે ફેંસલો, 1500 કરોડ નહીં મળે તો 26 વર્ષ જૂની વિમાની કંપની બંધ થઈ શકે છે

divyabhaskar.com | Updated - Apr 15, 2019, 10:29 AM
SpiceJet offered pilot 25% and engineer 50% less salaries, Jet employees ready

  • 3 માસથી પગાર ન મળતાં 1600માંથી 1100 પાઈલટ્સની હડતાળ પર જવા ચીમકી
  • જેટ પાઈલટ્સને બીજી એરલાઈન્સમાં 30% ઓછા પગારની ઓફર મળી રહી છે

નવી દિલ્હી: જેટ એરવેઝ માટે સોમવારનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે. બેન્કોએ 1500 કરોડ રૂપિયાની મદદ માટે જેટની મેનેજમેન્ટ પાસેથી એક નવી દરખાસ્ત માંગી હતી. આ મુદ્દે બંને પક્ષકારોની સોમવારે બેઠક યોજાવાની છે. તેના પરિણામ પર એરલાઈનના કર્મચારીઓના વલણનો આધાર રહેશે. રવિવારે પાઈલટ સંગઠને પહેલા એવી જાહેરાત કરી હતી કે સોમવારે સવારે 10 વાગ્યાથી તેઓ વિમાન નહીં ઉડાવે. પછી એવું નક્કી કર્યું કે સોમવારે યોજાનારી બેન્કોની બેઠક સુધી રાહ જોવામાં આવે. દરમિયાનમાં રવિવારે જેટના માત્ર 5-6 વિમાને જ ઉડ્ડયન કર્યું હતું. જેટ એરના 1600 પાઈલટમાંથી 1100 પાઈલટ નેશનલ એવિએટર્સ ગિલ્ડ સાથે જોડાયેલા છે. પાઈલટ, એન્જિનિયર અને સિનિયર મેનેજમેન્ટને જાન્યુઆરી મહિનાથી વેતન મળ્યું નથી.

આજનો દિવસ મહત્ત્વપૂર્ણ

  • બેન્કોએ ભંડોળ આપવા માટે બેન્કની મેનેજમેન્ટ પાસે નવી દરખાસ્ત માગી છે. આ અંગે સોમવારે બેઠક યોજાવાની છે.
  • SBI સ્કેપ જણાવશે કે હરાજીમાં કેટલી કંપનીઓએ બોલી લગાવી, કેટલી બોલી યોગ્ય જણાઈ..
  • જેટના પાઈલટ અને બીજા કર્મચારીઓ સોમવારે વડામથકે ભેગા થશે અને આગળની કાર્યવાહી નક્કી કરશે.

જેટના પાઈલટ્સને બીજી એરલાઈન્સ દ્વારા 30% ઓછો પગાર ઓફર: જેટ એરવેઝની મુશ્કેલીનો ફાયદો હરીફ એરલાઈન્સ ઉઠાવી રહી છે. હમણાં સુધી અન્ય એરલાઈન્સના પાઈલટ્સ અને એન્જિનિયર્સને વધુ પગાર અને બોનસ આપીને બોલાવતી હતી, પરંતુ હવે પાઈલટ્સને 30% અને એન્જિનિયર્સને 50% ઓછો પગાર ઓફર કરાઈ રહ્યો છે.

સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયામાં નોકરી માટે અરજી કરનારા એક મેઇન્ટેનન્સ એન્જિનયિરે કહ્યું હતું કે, જેટમાં મારું પેકેજ પ્રતિ માસ રૂ. ચાર લાખનું છે, પરંતુ હવે મને રૂ. દોઢથી બે લાખ સુધીની ઓફર થઈ રહી છે. આ મુદ્દે સ્પાઈસ જેટના એક અધિકારીએ કહ્યું હતું કે, જેટમાં પગાર ઈન્ડસ્ટ્રીની સરેરાશથી વધુ છે. અમે અમારા નિયમો પ્રમાણે પગાર ઓફર કરી રહ્યા છીએ.

સૂત્રોના જણાવ્યાનુસાર, ઓછો પગાર ઓફર કરવાના કારણે અનેક સિનિયર પાઈલટ્સ હજુ જેટ એરવેઝની નોકરી છોડવા નથી માંગતા. કો-પાઈલટ્સને જેટમાં પ્રતિ માસ રૂ. 2.9 લાખ પગાર મળે છે. જોકે, તેઓ રૂ. બે લાખના પગાર સુધી અન્ય એરલાઈન્સમાં નોકરી કરવા તૈયાર છે. જેટ સિવાય ફક્ત સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયા પાસે બોઇંગ વિમાન છે. એટલે પાયલટ્સ પાસે નોકરીના વિકલ્પો ઓછા છે.

16 એપ્રિલ સુધી જેટ એરની કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નથી: જેટ એરવેઝે સાર્ક અને આસિયાન દેશોની ફ્લાઈટ અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દીધી છે. પશ્ચિમી દેશોમાં લંડન, પેરિસ, એમ્સ્ટર્ડમ અને ટોરોન્ટો માટે 16 એપ્રિલ સુધી કોઈ ફ્લાઈટ નથી. એરલાઈન્સે રવિવારે આ માહિતી આપી હતી. આ પહેલાં કંપનીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સોમવાર સુધી બંધ રાખવાની વાત કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, કંપનીએ એમ્સ્ટર્ડમ માટે 18 એપ્રિલ અને પેરિસ માટે 10 જૂન સુધી ટિકિટ બુકિંગ બંધ કરી દીધું છે.

દિલ્હીથી ઉડનારી ફ્લાઈટ 19% અને મુંબઈથી 36% મોંઘી: રેટિંગ એજન્સી ઈક્રાના વાઈસ પ્રેસિડેન્ટ કિંજલ શાહના કહેવા પ્રમાણે, જેટ એરવેઝ સંકટ અને 14 માર્ચે બોઈંગ 737 મેક્સ-8 વિમાન ગ્રાઉન્ડેડ થઈ ગયા હોવાના કારણે એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીની ક્ષમતા 15% ઘટી છે. તેના કારણે ભાડાં પણ વધ્યા છે. તેમાં હજુ વધારો થવાની શક્યતા છે.

ટ્રાવેલ ફર્મ ઈક્સિગોના સીઈઓ આલોક વાજપેયીએ કહ્યું હતું કે, ઉનાળુ વેકેશન શરૂ થતાં પહેલાં ફ્લાઈટો નહીં વધે તો સ્થિતિ ખરાબ થઈ શકે છે. એપ્રિલ 2018ની તુલનામાં દિલ્હીથી ઉડાન ભરનારી ફ્લાઈટોનુ ભાડું સરેરાશ 19% અને મુંબઈનું 36% વધારે છે.

X
SpiceJet offered pilot 25% and engineer 50% less salaries, Jet employees ready
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App