તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 કલાકમાં 4 એન્કાઉન્ટર, શોપિયામાં સુરક્ષાબળો સર્ચ ઓપરેશન શરૂ કર્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શોપિયાના ઈમામ સાહેબમાં એન્કાઉન્ટર
  • 2-3 આતંકીઓ અહીના એક ઘરમાં છુપાયા હોવાની બાતમી
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં 24 કલાકમાં આતંકીવાદીઓ સાથે 4 વખત અથડામણ થઈ છે. તાજેતરમાં જ શોપિયાંના ઈમામ સાહેબમાં એન્કાઉન્ટર થયું હતુ. મળતી માહિતી પ્રમાણે 2-3 આતંકીઓ અહીંના એક ઘરમાં છુપાયેલા છે. આ પ્રકારે જ બારમૂલામાં થયેલા એક એન્કાઉન્ટરમાં ગુરુવારે બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ દરમિયાન એક અધિકારી સહિત ત્રણ સેનાના જવાનો ઘાયલ થયા હતા.બાંદીપોરામાં એન્કાઉન્ટર દરમિયાન લશ્કરે-એ-તોયબાના 2 આતંકીઓ ઠાર થયા છે. જેમા લશ્કરનો ટોપ કમાંડર પણ સામેલ છે.

શ્રીનગરના રક્ષા પ્રવક્તા કર્નલ કાલિયાએ જણાવ્યું કે, બારામૂલાના કલંતરા વિસ્તારમાં નમબલનાર અભિયાનમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. તેમણે કહ્યું તે, અથડામણ હજુ ચાલુ છે. કર્નલ કાલિયાએ જણાવ્યું કે આ ઓપરેશનમાં એક અધિકારી અને બે જવાનો ઘાયલ થયા છે.

 

ઘાયલ જવાનોને અહીં બાગામીબાગ છાવણીમાં આવેલા સેનાના 92 બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા બળોએ આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે દિવસ દરમિયાન આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ સુરક્ષાબળો પર ગોળીબાર કર્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટર શરૂ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...