તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

iPhone XIની પહેલી તસવીર લીક થઈ, કેમેરામાં નવા ફિચર્સ મળવાની શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: આપણે 2019માં પ્રવેશ કરી લીધો છે અને તેથી વર્ષે iPhone નવું એક મોડલ પણ લોન્ચ કરશે. જોકે તેમાં ઘણો સમય બાકી છે. કારણકે કંપની સપ્ટેમ્બરમાં તેમનો સ્માર્ટ ફોન લોન્ચ કરતી હોય છે. પરંતુ કંપની તેની તૈયારીઓ પહેલેથી જ શરૂ કરી દેતી હોય છે. આ દરમિયાન એક તસવીર વાયરલ થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે, iPhone XI આવો જ દેખાશે. 

 

આ તસવીરમાં ફોનની બેક સાઈડમાં ત્રણ રેર કેમેરા જોવા મળી રહ્યા છે. જોકે ત્રણ કેમેરાનું સેટઅપ બીજા ટ્રિપલ રેર કેમેરા સ્માર્ટ ફોન કરતાં અલગ દેખાય છે. જે રેર પેનલ iPhone X જેવું જ દેખાય છે. આ તસવીરમાં ફોન બ્લેક કલરનો જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર તે iPhone XI લીક તસવીર કહેવામાં આવી રહી છે. 

 

જાણીતા ઈન્સાઈડર હેમરસ્ટોફરે આ વર્ષે જે iPhone લોન્ચ થવાનો છે તેમાં મોટા ફેરફાર કર્યા હોવાનો ઈશારો કર્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે એપલ લોંગ ડિસ્ટન્સ ટાઈમ ઓફ ફ્લાઈટ (ToF) ટેક્નોલોજી પર કામ કરી રહી છે. આ વિશે સોનીએ જણાવ્યું હતું તે અંર્તગત iPhone કોઈ પણ પાંચ મીટરના અંતર સુધીના ઓબ્જેક્ટની 3D મેપિંગ કરી શકશે અને તે માટે ટ્રિપલ કેમેરાની જરૂર પડશે. આ સિવાય ટ્રિપલ રેર કેમેરા ગેમિંગ માટે પણ હશે.

 

જોકે રિપોર્ટમાં એવો દાવો પણ કરવામા આવ્યો છે કે, iPhone XI હાલ એન્જિનિયરિંગ વેલિડેશન ટેસ્ટના સ્ટેજમાં છે. તેનો અર્થ એવો થાય કે તેની ડિઝાઈન હજી સુધી ફાઈનલ કરવામાં આવી નથી. આગામી સમયમાં આ વિશે અન્ય માહિતી પણ સામે આવશે.

 

જોકે 2018 એપલ માટે સારુ વર્ષ નહતું. કારણકે વર્ષના અંત સુધીમાં કંપનીના શેરની કિંમત 12 ટકા ઓછી થઈ ગઈ હતી અને તેનું કારણ નવા iPhone સિરીઝનું ઘટતું વેચાણ જણાવવામાં આવ્યું હતું. આ વખતે એપલ ત્રણ નવા iPhone લોન્ચ કરશે અને તેમાંથી એક મોડલની કિંમત ઓછી રાખવામાં આવશે. આ વર્ષે iPhone SEનું એક મોડલ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. 

અન્ય સમાચારો પણ છે...