તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • India's Secound Sergical Strike On PoK After Pulwamwa Attack, Photos News And Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતે બ્લાસ્ટ કર્યા હોવાના મળ્યા પુરાવા, જુઓ પાકિસ્તાને જ જાહેર કરી તસવીરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પાકિસ્તાન આર્મ્ડ ફોર્સના મેજર જનરલ આસિફ ગફુરે તસવીરો ટ્વિટ કરીને પુરાવા આપ્યા

નવી દિલ્હી: પુલવામામાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 1,000 બોમ્બથી હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ અંદાજે 12 મિરાજ વિમાનથી પીઓકેમાં આવેલા જૈશના ઠેકાણા પર આ હુમલો કર્યો છે. જોકે આ હુમલા વિશે ભારત તરફથી કોઈ ઓફિશિયલી ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ પાકિસ્તાન આર્મીએ આ વાત સ્વીકારી છે. પાકિસ્તાન આર્મ્ડ ફોર્સના મેજર જનરલ આસિફ ગફુરે ટ્વિટ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. મેજર જનરલે આ હુમલાની તસવીરો પણ ટ્વિટ કરીને ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો હોવાના પુરાવા આપ્યા છે.

 

 

Payload of hastily escaping Indian aircrafts fell in open. pic.twitter.com/8drYtNGMsm

— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019
 

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે બોમ્બ બ્લાસ્ટની તસવીરો ટ્વિટ કરી છે. જેમાં ભારતીય બોમ્બના શેલ જોવા મળી રહ્યા છે. માનવામાં આવે છે કે, ભારતે 1 હજાર કિલો બોમ્બથી બ્લાસ્ટ કર્યા છે. આ હુમલામાં ઘમાં આતંકી કેમ્પ બરબાદ થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ મોટી કાર્યવાહી કરી છે. 

12 મિરાજ વિમાનથી આ હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો