તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉદીમાં ફસાયેલા ભારતીયએ આત્મહત્યાની ધમકી આપી, સુષમાએ કહ્યું, હમ હૈ ના!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુષમાએ કહ્યું, - અમારી એમ્બેસી તમારી પુરતી મદદ કરશે - Divya Bhaskar
સુષમાએ કહ્યું, - અમારી એમ્બેસી તમારી પુરતી મદદ કરશે
  • યૂઝરે લખ્યું - 21 મહિનાથી તે સાઉદીમાં ફસાયો છે, તેનો પરિવાર ભારતમાં પરેશાન છે 
  • લંડનના બાથ રોડ પર એક ગુજરાતીનું અકસ્માતમાં મોત, સુષમાએ મદદની જવાબદારી લીધી 
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિશ્વમાં ગમે તે સ્થળે ફસાયેલા ભારતીયોની મદદ માટે ઓળખાય છે. ગુરૂવારે વિદેશ મંત્રીએ સાઉદીમાં ફસાયેલા એક ભારતીયને મદદનો ભરોસો અપાવ્યો. અલી નામના એક યૂઝરે જણાવ્યું કે, તે 21 મહિનાથી સાઉદીમાં ફસાયેલો છે અને જો તેની કોઇ મદદ ના કરવામાં આવી તો તે આત્મહત્યા કરી લેશે. આ અંગે સુષમાએ કહ્યું, આત્મહત્યા વિશે ના વિચારો, હમ હૈ ના. અમારી એમ્બેસી તમારી પુરતી મદદ કરશે. તેઓએ એમ્બેસી પાસે રિપોર્ટ્સ પણ માંગ્યા છે. 

અલીએ એમ્બેસી પાસેથી મદદ માગતા લખ્યું કે, તે એમ્બેસી પાસે છેલ્લાં એક વર્ષથી મદદ માંગી રહ્યો છે. તેના ચાર બાળકો છે, જો તેને ભારત મોકલી દેવામાં આવે તો મોટી મદદ ગણાશે. તેણે એમ પણ લખ્યું કે, ભારતમાં તેના પરિવારને સમસ્યા છે. તે સાઉદી અરેબિયામાં છેલ્લાં 21 મહિનાથી રજા વગર કામ પર જઇ રહ્યો છે. જો કે, બાદમાં તેણે આ ટ્વીટ હટાવી દીધું હતું. 

અન્ય એક યૂઝરે સુષમાને ટેગ કરતા લખ્યું કે, અમારાં એક સહયોગીનું 10 એપ્રિલના રોજ લંડનના બાથ રોડ પર અકસ્માતમાં મોત થયું છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે, તેનો પરિવાર ગુજરાતી છે. પરિવાર શબને ભારત લાવવાનો ખર્ચ ઉઠાવવામાં સમર્થ નથી. અમારી આ મામલે શું મદદ થઇ શકે છે? તેના જવાબમાં સુષમાએ લખ્યું, ચિંતા ના કરો. હું લંડન એમ્બેસીને તમારાં પરિવારની મદદ કરવાનું કહું છું. 

અન્ય સમાચારો પણ છે...