તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PAKને LoCમાં ઘૂસણખોરી મોંઘી પડી, ભારતે તેમની 5 ચોકી તોડી પાડી, ઘણાં પાક. સૈનિકના મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પાકિસ્તાની સૈનિકોએ એલઓસી પર ગામના લોકોને ઢાલ બનાવીને મોર્ટાર છોડ્યા
 • ઈમરાનને આજે પરમાણુ હથિયારની દેખરેખ કરનાર નેશનલ કમાન્ડો ઓથોરિટીની બેઠક બોલાવી

શ્રીનગર: પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલી પાકિસ્તાની સેના કાશ્મીરમાં એલઓસી પર 12 જગ્યાએ ફાયરિંગ કર્યું હતું. તેના બદલામાં મોડી રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનની પાંચ ચોકી તોડી પાડી છે. તેમના ઘણાં સૈનિકના પણ મોત થયા છે. આ દરમિયાન ભારતના 5 જવાન ઘાયલ થયા છે. પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કરીને જૈશના ઘણાં ઠેકાણા તોડી પાડ્યા હતા. આ હુમલામાં 350 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

 

પાક. સેનાએ ગામના લોકોને ઢાલ બનાવ્યા: ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સેનાએ બારામૂલા, પૂંછ, રાજૌરી, નૌશેરા અને અખનૂર સેક્ટરમાં મોર્ટાર છોડ્યા છે. પાક. સૈનિકોએ ગામના લોકોને ઢાલ બનાવીને ફાયરિંગ કર્યું હતું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એલઓસી નજીક આવેલા ગામડાઓની સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે. ગઈકાલે આખી રાત ભારતીય વાયુસેનાના વિમાનોએ સીમા પર સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું.

 

ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનને વધારે નુકસાન થયું: ગઈકાલ મોડી રાતથી પાકિસ્તાન તરફથી કરવામા આવતા સીઝફાયરનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારત તરફથી કરવામાં આવેલા જવાબી હુમલામાં પાકિસ્તાનની 5 ચોકી તોડી પાડવામાં આવી છે આ ઉપરાતં પાકિસ્તાની રેન્જર્સ ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. ભારતીય સેનાના દુશ્મનને ઘણું વધારે નુકસાન થયું છે. જોકે પાકિસ્તાનની આ હરકતથી 10 ભારતીય જવાન પણ ઘાયલ થયા છે અને પુંછ વિસ્તારમાં બે મકાન ક્ષતિ ગ્રસ્ત થયા છે.

 

પંજાબમાં તણાવની સ્થિતિ: પંજાબમાં પણ ભારતીય સીમા પર તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. કેપ્ટન સરકારે સીમા પર તહેનાત અધિકારીઓની રજા રદ કરી છે. આજે સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સરહદની મુલાકાત કરશે. તે ઉપરાંત સીમા પર તહેનાત અધિકારીઓને કોઈ પણ હુમલાનો તુરંત વળતો પ્રહાર કરવા માટે તૈયાર રહેવાનો મેસેજ આપવામાં આવ્યો છે. 

 

ઈમરાને ઈમરજન્સી બેઠક બોલાવી: ભારતીય કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને આજે પરમાણુ હથિયારની દેખરેખ કરતી નેશનલ કમાન્ડ ઓથોરિટીની બેઠક બોલાવી છે. તેમણે સંસદના બંને સદનનું વિશેષ સત્ર પણ બોલાવ્યું છે.

 

અમેરિકાએ પાકિસ્તાન પર વધાર્યું પ્રેશર: ભારતીય વાયુસેનાની બાલાકોટમાં કરવામાં આવેલી કાર્યવાહી પછી અમેરિકન વિદેશ મંત્રી માઈક પોંપિયોએ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, મેં પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરૈશી સાથે વાત કરી છે. તેમને કહ્યું છે કે, સૈન્ય કાર્યવાહીથી બચીને અને હાલનો તણાવ દૂર કરવાની વાતને પ્રાથમિકતા આપવામાં આવે. પાકિસ્તાન તેમની જમીન પર આતંકી સંગઠન પર તાત્કાલિક કાર્યવાહી કરે. પોંપિયોએ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાત સાથે પણ વાત કરી છે. તેમણે હાલની સ્થિતિ પર ભારતને સંયમ રાખવાની પણ વાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો