તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પકડાયેલા યુદ્ધકેદીનો વાળ પણ વાંકો નહીં કરી શકે પાક, આવી છે જોગવાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાને જાહેર કરેલી વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર - Divya Bhaskar
પાકિસ્તાને જાહેર કરેલી વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર
 • ભારતની એરસ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તાને એક્શન લીધી
 • જિનિવા સંધિ હેઠળ યુદ્ધ કેદીઓ પર કેસ ચલાવી શકાય છે અથવા યુદ્ધ બાદ તેઓને જે-તે દેશને પરત સોંપવામાં આવે છે 
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિમાનોએ બુધવારે ભારતીય વાયુ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ છે. જવાબી કાર્યવાહી દરમિયાન ભારતે પાકિસ્તાનનું એક F-16 ફાઇટર પ્લેન તોડી પાડ્યું હતું. આ દરમિયાન ભારતીય વાયુસેનાનું એક મિગ-21 પણ ક્રેશ થઇ ગયું. તેને ઉડાવી રહેલા વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં જઇને પડ્યા હતા. પાકિસ્તાનની તરફથી અભિનંદનના બે વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા. એક વીડિયોમાં ભીડ તેમની સાથે મારપીટ કરી રહી છે. બીજાં વીડિયોમાં તેમની આંખો પર પાટા બાંધેલા છે અને તેઓ સવાલોના જવાબ આપી રહ્યા છે. 

આ વીડિયો સામે આવ્યા બાદ ભારતે વિરોધ વ્યક્ત કર્યો અને પાઇલટને સુરક્ષિત પરત કરવાની માગણી કરી. ઇન્ટરનેશનલ સ્તરે પોતાની છબી ખરાબ થતી જોઇ પાકે વિંગ કમાન્ડર અભિનંદનનો વધુ એક વીડિયો જાહેર કર્યો. જેમાં તેઓ ચા પીતા જોવા મળ્યા. પાકિસ્તાનના ઓફિસરોએ તેમને એવો પણ સવાલ કર્યો કે શું તમારી સાથે સારું વર્તન થઇ રહ્યું છે? મીડિયામાં ભારતીય પાઇલટ સાથે મારપીટનો વીડિયો લીક કરીને પાકિસ્તાને જિનિવા સંધિનું ઉલ્લંઘન કર્યુ છે. 

આ પ્રકારે યુદ્ધ હેઠળ પકડાતા કેદીઓને લગતા કેટલાંક નિયમો છે. આતંરરાષ્ટ્રીય જિનિવા સંધિમાં યુદ્ધ કેદીઓને લઇને કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે. જે હેઠળ યુદ્ધ કેદીઓને ડરાવવા-ધમકાવવાનું કામ અથવા તેઓનું અપમાન ના કરી શકાય. યુદ્ધ કેદીઓને લઇને જનતામાં ઉત્સુકતા પેદા પણ ના કરી શકાય. 

જિનિવા સંધિ હેઠળ યુદ્ધ કેદીઓ પર કેસ ચલાવી શકાય છે અથવા યુદ્ધ બાદ તેઓને જે-તે દેશને પરત સોંપવામાં આવશે. સેનાના જવાન પકડાઇ જવા પર યુદ્ધ કેદીઓને પોતાનું નામ, સૈન્ય પદ અને નંબર જણાવવાની જોગવાઇ કરવામાં આવી છે. 

જો કે, વિશ્વના કેટલાંક દેશોએ જિનિવા સંધિનું ઉલ્લંઘન પણ કર્યુ છે. જિનિવા સંધિનો સામાન્ય રીતે સંબંધ બીજા વિશ્વયુદ્ધ બાદ 1949માં તૈયાર કરવામાં આવેલી સંધિઓ અને નિયમોથી છે. તેનો મુખ્ય હેતુ યુદ્ધના સમયે વ્યક્તિગત મૂલ્યોને જાળવી રાખવા માટે કાયદો તૈયાર કરવાનો હતો. 

જિનિવા સંધિ અનુસાર, બીજાં દેશના સૈનિકોની સાથે યુદ્ધના સમયે જ નહીં, પરંતુ શાંતિ કાળમાં સારા વર્તન કરવાની જોગવાઇ છે. જેવા યુદ્ધની સ્થિતિ ખતમ થઇ જાય, તેઓને તાત્કાલિક છોડી દેવા જોઇએ. આ સંધિ કહે છે કે, એક દેશને યુદ્ધ દરમિયાન ધરપકડમાં લેવામાં આવેલા દુશ્મન દેશના સૈનિકોની સાથે કોઇ પણ એવો વ્યવહાર ના કરવો જોઇએ જેનાથી તેનું મોત થઇ શકે અથવા તેને નુકસાન પહોંચી શકે. આ પ્રકારે પાકિસ્તાને સંધિનું પ્રથમ ઉલ્લંઘન કરી દીધું. 

યુદ્ધ કેદીને શારીરિક ઉત્પિડન આપવું પ્રતિબંધિત છે. તેના પર ચિકિત્સક અને વૈજ્ઞાનિક પ્રયોગોની પણ સખત મનાઇ છે. તેના ફોટો અને વીડિયો પણ સામે લાવવા પ્રતિબંધિત છે. વિંગ કમાન્ડર અભિનંદનના ફોટો અને વીડિયો જાહેર કરીને પાકિસ્તાને સંધિનું બીજું ઉલ્લંઘન કર્યુ છે. 

સંધિ અનુસાર, યુદ્ધ કેદીઓને સંપુર્ણ સુરક્ષા આપવી તે જે દેશે ધરપકડ કરી હોય તેની જવાબદારી છે. જો આનાથી કોઇ પણ વાતનું ઉલ્લંઘન થાય છે તો તે જિનિવા સંધિનું ઉલ્લંઘન ગણાય છે. સંબંધિત દેશ તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો