તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરમાં હોસ્પિટલોની છતો પર ક્રોસ બનાવાયા, પંજાબમાં સેનાએ જમ્મુ-પઠાનકોટ હાઈવે પર કબ્જો કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણેય સેના અને ભારતનાં 12 વધુ એરપોર્ટ હાઈએલર્ટ પર 
 • 8 રાજ્યોમાં પણ હાઈ એલર્ટ, સરહદી જિલ્લાઓમાં તબીબોની રજાઓ રદ, શાળાઓ બંધ 
 • સરહદ પાસે આવેલા વિસ્તારોમાં રાતે વીજળી બંધ રાખવાનાં આદેશ   

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. દેશની ત્રણેય સેનાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં હોસ્પિટલની છતો પર રેડક્રોસ પેઈન્ટ કરી દેવાયુ છે. જમ્મુ-પઠાનકોટ હાઈવેને સેનાએ પોતાના કબ્જામાં લઈ લીધો છે. પાકિસ્તાની સરહદની પાસે આવેલા ભારતનાં 8 રાજ્યોમાં 12થી વધુ એરપોર્ટે એલર્ટ કરી દેવાયા છે. 

જમ્મુ-કાશ્મીરમાં સરહદની પાસે આવેલા ગામોનાં લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલી દેવાયા છે. રાતે ઘરોમાં વીજળી પણ બંધ રાખવાનાં આદેશ આપી દેવાયા છે. સરહદની પાસે આવેલી શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં સિયાલકોટની સરહદ પર ગતિવિધી વધી રહી છે. પાકિસ્તાની સેના ઘરો પર મોર્ટારથી નિશાન બનાવે છે.

પંજાબનાં અમૃતસર, તરનતારન, ગુરદાસપુર સહિત તમામ સરહદી વિસ્તારોમાં સેનાની ગતિવિધીઓમાં વધારો થયો છે. રામદાસ, અજનાલા, અટારી,  ખેમકરણ સેક્ટરોમાં સેના સીમા પર બનેલા બંકરોમાં પહોંચી ગઈ છે. જિલ્લા પ્રશાસને પણ તેમનાં સ્તરે બેઠકો શરૂ કરી છે. સ્વાસ્થ્ય વિભાગે ડોક્ટરોની રજાઓને પણ રદ કરી તેમને 24 કલાક એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

રાજસ્થાનમાં પશ્વિમી સરદહ પાસે આવેલા વિસ્તારોની સુરક્ષા વધારી દેવાઈ છે. તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રખાઈ છે. ખાસ કરીને જોધપુર, ઉત્તરલાઈ, જૈસલમેર, નાલ, ફલૌદી સહિત તમામ એરબેઝથી સતત વિમાનોથી એર પેટ્રોલિંગ શરૂ કરાયુ છે.   

કચ્છમાં રણ-સમુદ્રી સરહદ પર સૈનિકોની તહેનાતી શરૂ તઈ ગઈ છે. વાયુસેનાને એલર્ટ રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. વીઘાકોટથી 60 કિમીનાં અંતરે ધર્મશાળા-ઈન્ડિયા બ્રિઝ વચ્ચે સેનાની બટાલિયનને તહેનાત કરી દેવાઈ છે. ભુજ અને ભાનાડા એરફોર્સ સ્ટેશનને કોઈ પણ સ્થિતી સામે લડવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો