તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Picture Of Portion Of Downed Pakistani Air Force Jet, Wreckage Was In Pakistan Occupied Kashmir

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PAKનું વધુ એક જુઠ્ઠાણું આવ્યું સામે, જુઓ F-16ની તસવીર જેને ભારતે તોડી પાડ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પાકિસ્તાન જે કાટમાળ ભારતના વિમાનના હોવાનો દાવો કરતો હતો તે હકીકતમાં GE F110 એન્જિન છે. જે F-16 વિમાનમાં લગાવવામાં આવે છે

નવી દિલ્હી: ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાન F-16ને ભારતે બુધવારે તોડી પાડ્યું હતું જેનો કાટમાળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી મળી આવ્યો છે. આ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ-21 તોડી પાડ્યું હતું. ગઈકાલે ભારત સરકારે પાકિસ્તાનના વિમાનને તોડી પાડવાની વાત કરી હતી પરંતુ પાકિસ્તાન અત્યાર સુધી આ વાતને નકારી રહ્યું હતું. હવે ન્યૂઝ એજન્સીની આ તસવીરે પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાંની પોલ ખોલી છે.

 

F-16ના કાટમાળ સાથે પાકિસ્તાની કમાન્ડો: પાકિસ્તાન જે કાટમાળ ભારતના વિમાનના હોવાનો દાવો કરતો હતો તે હકીકતમાં GE F110 એન્જિન છે. જે F-16 વિમાનમાં લગાવવામાં આવે છે. તેનાથી એ વાત સાબીત થાય છે કે, પાકિસ્તાન ખોટું બોલી રહ્યું છે અને આ કાટમાળ F-16 વિમાનનો જ છે જેને ભારતે તોડી પાડ્યું છે. નોંધનીય છે કે, F-16 ફાઈટર વિમાન પાકિસ્તાની વાયુ સેનાનો હિસ્સો છે જે તેમણે અમેરિકામાંથી ખરીદ્યું છે. આ તસવીરમાં પાકિસ્તાનના કમાન્ડો પણ વિમાનના કાટમાળ સાથે નજરે પડે છે જે વાત પણ સાબિત કરે છે કે આ F-16નો જ કાટમાળ છે. 

 

જૂઠ્ઠું પાકિસ્તાન: નવાઈની વાત તો એ છે કે, પાકિસ્તાને ગઈકાલે દાવો કર્યો હતો કે, તેમણે ભારતના બે વિમાન તોડી પાડ્યા છે. પરંતુ ત્યારપછી તેઓ તેમની વાતથી ફરી ગયા હતા. બીજુ ક્રેશ થયેલું વિમાન ભારતનું નહીં પરંતુ પાકિસ્તાનનું હતું. જેનો કાટમાળ આજે સામે આવ્યો છે. ગઈકાલે આ કાટમાળની તસવીર પાકિસ્તાની મીડિયાએ દર્શાવી હતી અને કહ્યું હતું કે, આ ભારતનું વિમાન છે જે તેમણે તોડી પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો