કુલભૂષણ જાધવની સજા મામલે આજથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુનાવણી દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દીપક મિત્તલે પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાને હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મિત્તલે તેઓની સાથે હાથ ન મિલાવ્યો - Divya Bhaskar
સુનાવણી દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દીપક મિત્તલે પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાને હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મિત્તલે તેઓની સાથે હાથ ન મિલાવ્યો
  • ચાર દિવસ ચાલશે સુનાવણી, પહેલાં ભારતીય અને પછી પાકિસ્તાની વકીલ રજૂ કરશે દલીલો
  • ભારતીય નૈસેનાના પૂર્વ ઓફિસર જાધવને પાકિસ્તાનની મિલેટ્રી કોર્ટે મોતની સજા આપી હતી

હેગ: પુલવામામાં CRPF જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ મામલે સામસામે આવ્યાં. પૂર્વ ભારતીય નેવી અધિકારી જાધવને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારથી સુનાવણી શરૂ થઈ ગઈ. આ સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે. સોમવારે ભારતીય વકીલ હરીશ સાલ્વેએ દલીલ રજૂ કરી. તેઓએ કહ્યું કે પાકિસ્તાન ICJના મોચનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે.

પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ જાસૂસીના વિશ્વનિય પુરાવા રજૂ નથી કરી શક્યા. મંગળવારે પાકિસ્તાની વકીલ ખાવર કુરૈશી દલીલ રજૂ કરશે. જે બાદ ભારત 20 ફેબ્રુઆરીએ તેના પર જવાબ આપશે, જ્યારે ઈસ્લામાબાદ 21 ફેબ્રુઆરીએ પોતાની અંતિમ દલીલ રજૂ કરશે. આ વર્ષે આ કેસમાં ચુકાદો આવવાની આશા છે. 

 

સુનાવણી દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દીપક મિત્તલે પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાને હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મિત્તલે તેઓની સાથે હાથ ન મિલાવ્યો. મિત્તલે હાથ જોડીને તેમની સાથે મુલાકાત કરી. 

 

ભારત તરફથી સાલ્વેએ આ પ્રમાણે કરી દલીલો

 

  • સાલ્વેએ કહ્યું, પાકિસ્તાને રાહ જોયા વગર જાઘવને કાઉન્સિલરની મદદ આપવી જોઈએ. કાઉન્સિલર વગર જાધવને કસ્ટડીમાં રાખવો ગેરકાયદેસર છે. તેમાં કોઈ શંકા નથી કે, પાકિસ્તાન જાધવ કેસનો ઉપયોગ પ્રોરાગેન્ડા તરીકે કરી રહ્યાં છે.
  • સાલ્વેએ કહ્યું- 30 માર્ચ 2016માં ભારતે પાકિસ્તાનને યાદ અપાવ્યું હતું કે, જાધવને કોન્સ્યુલરની મદદ મળવી જોઈએ. તે વિશે પણ અમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અલગ અલગ તારીખોમાં પાકિસ્તાનને 13 રિમાઈન્ડર મોકલવામાં આવ્યા છે.
  • સાલ્વે- જાધવના પરિવારે પાકિસ્તાનને તેને મળવાનો પ્રસ્તાવ મૂક્યો. આ મુલાકાત 25 ડિસેમ્બર 2017ના રોજ થઈ. ભારત આ મુલાકાતના વલણથી અને જાધવના પરિવાર સાથે કરવામાં આવેલા વર્તનથી નારાજ છે. આ ઉપરાંત પાકિસ્તાને વિસ્તારપૂર્વક કહેવું જોઈએ કે, કોન્સ્યુલર એક્સેસ આપવામાં 3 મહિનાનો સમય કેમ લાગ્યો.
  • સાલ્વેએ આઈસીજેના ન્યાયધીશોને કહ્યું કે, પાકિસ્તાન દુષ્પ્રચાર માટે આઈસીજેનો ઉપયોગ કરી રહ્યા છે.
  • સાલ્વેએ આઈસીજેને કહ્યું, પાકિસ્તાને જાધવ મામલે વિશ્વસનીય સાક્ષી રજૂ નથી કર્યા અને સ્પષ્ટ ગુનો દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
  • સાલ્વેએ કહ્યું- હું આ કોર્ટને કહેવા માંગુ છું કે તેઓ તે વાત ધ્યાનમાં રાખતા જાધવને રાહત આપે કે તેમની ટ્રાયલ મિલ્ટ્રી કોર્ટમાં થઈ હતી. જો આ રીતે તમામ મામલામાં કોન્સ્યુલર આપવામાં આવે તો તેની માગ કરવી અધિકારોનો દુરુપયોગ નથી. 
  • તેઓએ કહ્યું- પાકિસ્તાનની હરકત અમને એવો વિશ્વાસ નથી અપાવતી કે જાધવને ત્યાં ન્યાય મળશે. પાકિસ્તાને એક એવાં ભારતીય નાગરિકને જેલમાં રાખ્યા છે જેને તેઓ આતંકવાદી ગણાવે છે. તેઓ તેને ભારતીય એજન્ટ ગણાવે છે, જે બલૂચિસ્તાનમાં અસ્થિરતા ફેલાવે છે. પાકિસ્તાને જાધવનો ઉપયોગ ભારત વિરૂદ્ધ એક ધારણાં બનાવવા માટે જ કર્યો છે. 

 

પાકિસ્તાને લગાવ્યો છે જાસુસીનો આરોપ: પાકિસ્તાનના સૈનિકોએ કુલભૂષણ જાધવની માર્ચ 2016માં બલુચિસ્તાનના પ્રાંતથી ધરપકડ કરી હતી. તેના પર અફઘાનિસ્તાનમાં જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે અને મિલટ્રી કોર્ટે 10 એપ્રિલ 2017માં મોતની સજા આપી છે. આ સજાને રોકવા માટે ભારતે આઈસીજેની મદદ માંગી છે. ત્યાર પછી કોર્ટે 2017માં જાધવની સજા પર રોક લગાવી હતી. જોકે પાકિસ્તાને કહ્યું છે કે, તેઓ કુલભૂષણની સજામાં ફેરફાર નહીં કરે.

 

કુલભૂષણની સજા રદ કરવાની માંગણી: ભારત પહેલાં પણ કહી ચૂક્યું છે કે, કુલભૂષણ જાસુસ નથી. પરંતુ પાકિસ્તાનના સૈનિકોએ તેમને અફઘાનિસ્તાનના બોર્ડર પરથી કિડનેપ કર્યા છે. ભારતે કોર્ટને અપીલ કરી છે કે પાકિસ્તાનને જાધવની સજા રદ કરવાનો આદેશ આપવામાં આવે. ભારતનો આરોપ છે કે, પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કરીને કુલભૂષણને કાઉન્સલર એક્સેસે ન આપીને માનવ અધિકારોનું પણ ઉલ્લંઘન કર્યું છે.

 

જાધવના પરિવારને પણ પરેશાન કર્યો: કુલભૂષણના પરિવારજનો 2017માં તેને મળવા પાકિસ્તાન ગયા હતા. ત્યારે તેના પરિવારને પણ પરેશાન કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન જાધવ અને પરિવાર પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી અને તેમની વચ્ચે એક કાચની દિવાલ પણ રાખવામાં આવી હતી. આ ઉપરાંત કુલભૂષણ જાધવની પત્નીનું મંગળસૂત્ર અને ચપ્પલ પણ કઢાવી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...