તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • If There Is A War Between India And Pakistan, India Have 100% More Military Strength Than Pakistan In All Sector

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુદ્ધ થશે તો ખરાબ રીતે હારશે પાકિસ્તાન, ભારત પાસે 100 % વધુ સૈન્ય તાકાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ભારત પાસે 9 પ્રકારના ઓપરેશનલ મિસાઈલ્સ છે જેમાં અગ્નિ-3 પણ સામેલ
 • પાકિસ્તાન પાસે 140થી 150 પરમાણુ બોમ્બ છે જ્યારે ભારત પાસે 130-140 પરમાણુ બોમ્બ

નેશનલ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 સીઆરપીએફના જવાન શહીદ થયા પછી સમગ્ર દેશ પાકિસ્તાનથી બદલાની માંગણી કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, તેઓ આ કાયરતાવાળા હુમલાનો જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો તેઓ પણ ચૂપ નહીં રહે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947માં આઝાદી પછી કાશ્મીર મુદ્દે બે વખત યુદ્ધ થઈ ચૂક્યા છે. તો આવો જાણીએ કે જો હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોને કેટલું નુકસાન પહોંચશે.

 • 2018માં ભારતે 58 અબજ ડોલર એટલેકે જીડીપીના 2.1 ટકા સૈન્ય બજેટમાટે ફાળવ્યા છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટજિક સ્ટડીઝ પ્રમાણે ભારત પાસે 14 લાખ સૈનિક છે. 
 • ગયા વર્ષે પાકિસ્તાને 11 અબજ ડોવર એટલે કે તેમની જીડીપીના 3.6 ટકા ચેમની 6.5 લાખ સૈનિકોવાળી ફોજ માટે ફાળવ્યા છે. 2018માં પાકિસ્તાનને 100 મિલિયન ડોલરની વિદેશી સૈન્ય મદદ પણ મળી હતી. 
 • સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI) પ્રમાણે 1993થી લઈને 2006 વચ્ચે પાકિસ્તાને તેમના વાર્ષિક ખર્ચમાંથી અંદાજે 20 ટકા સેના પર ખર્ચ કર્યા છે. 2017માં પાકિસ્તાને કુલ સરકારી ખર્ચના 16.7 ટકા સેના પર ખર્ચ કર્યા છે.  SIPRI પ્રમાણે ભારતનો સૈન્ય ખર્ચ 1993થી 2006 વચ્ચે સરકારી ખર્ચ 12 ટકા થયો હતો. 2017માં તે 9.1 ટકા થયો હતો.
 • બંને દેશ પરમાણુ હથિયાર સંપન્ન દેશ છે. ભારત પાસે 9 પ્રકારના ઓપરેશનલ મિસાઈલ્સ છે જેમાં અગ્નિ-3 (3000-5000 કિમી રેન્જવાળી) પણ સામેલ છે. 
 • CSISના જણાવ્યા પ્રમાણે ચીનની મદદથી પાકિસ્તાન પાસે મિસાઈલ પ્રોગ્રામમાં છોટી અને મધ્યમ અંતરના હથિયાર છે જે ભારતના કોઈ પણ વિસ્તાર સુધી પહોંચવામાં સક્ષમ છે. શાહીન-2 પાકિસ્તાનની સૌથી વધારે રેન્જવાળી મિસાલઈ (2000 કિમી) પણ સામેલ છે. 
 • SIPRIના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન પાસે 140થી 150 પરમાણુ બોમ્બ છે જ્યારે ભારત પાસે 130-140 પરમાણુ બોમ્બ છે. 

IISSના જણાવ્યા પ્રમાણે ભારત પાસે 14 લાખ સૈનિકો છે. તે સિવાય ભારત પાસે 3563 યુદ્ધ ટેન્ક, 3100 ઈન્ફ્રેન્ટ્રી લડાકુ વાહન, 336 સશસ્ત્ર પર્સનલ કેરિયર્સ અને 9719 તોપ છે. પાકિસ્તાનની આર્મીમાં માત્ર 5.6 લાખ સૈનિકો છે. તેમની પાસે 2496 ટેન્ક, 1605 સશસ્ત્ર પર્સનલ કેરિયર્સ, 4,472 તોપ છે. 

 • ભારત પાસે 814 કોમ્બેટ એરક્રાફ્ટ છે. ભારતની વાયુ સેનાનું સંખ્યા બળ (1,27,200) ખૂબ મજબૂત છે પરંતુ ફાઈટર જેટને લઈને ચિંતા થઈ શકે છે.
 • ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ બેતરફી બચાવ માટે ભારતને 42 સ્ક્વેડ્રન્સ જેટ, 750 એરક્રાફ્ટની જરૂર છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 2032 સુધી ભારત પાસે 22 સ્ક્વેડ્રન્સ હશે.
 • IISSના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન પાસે 425 કોમ્બેટ એરક્રાફ્ટ છે એટલે કે ભારતની સરખામણીએ અડધા એરક્રાફ્ટ છે. તેમાં ચીનના F-7PG અને અમેરિકાના F-16 ફાઈટિંગ ફૈલ્કન જેટ્સ પણ સામેલ છે. પાકિસ્તાન પાસે એવા એરક્રાફ્ટ પણ છે જે હવાઈ જોખમ સામે ચેતવણી પણ આપે છે.
 • ભારતીય નેવી પાસે એક એરક્રાફ્ટ કેરિયર, 16 સબમરીન્સ, 13 ફ્રિગેટ્સ, 106 પેટ્રોલ અને કોસ્ટલ કોમ્બેટ જહાજ છે. નેવીની પાસે 67,700 જવાનોનું ગ્રૂપ છે જેમાં મરીન્સ અને નેવલ એવિયેશન સ્ટાફ પણ સામેલ છે.
 • પાકિસ્તાનની દરિયાઈ સીમા નાની છે અને તેમની પાસે 9 ફ્રિગેટ્સ, 8 સબમરીન્સ, 17 પેટ્રોલ અને કોસ્ટલ જહાજ છે. 
 • જો બંને દેશોની વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થાય તો સેનાઓ વચ્ચે મોટો સંઘર્ષ થવો નક્કી છે. ભલે પાકિસ્તાની સેનાનું સંખ્યાબળ ઠીકઠાક હોય પરંતુ પાકિસ્તાન હથિયારોના મામલે ભારત આગળ ટકી શકે તેમ નથી. 
 • તેમ છતાં પાકિસ્તાનને લાગે છે કે, જ્યાં સુધી ભારતીય સેના કોઈ અનુકૂળ મોર્ચે ન પહોંચી જાય ત્યાં સુધી તે નાના-નાના હુમલા કરી શકે છે. તે ઉપરાંત પાકિસ્તાન અને ભારતની સેના વચ્ચે ખૂબ ફેરફાર હોવાના કારણે પાકિસ્તાન યુદ્ધ જીતવા જેટલો મોટો હુમલો નહી કરી શકે. પરિણામે પાકિસ્તાને તેમની આર્મીને મજબૂત સહારો આપવા માટે પરમાણુ હથિયારોનો જ સહારો લેવો પડશે.
 • 'કોલ્ડ સ્ટાર્ટ' અંર્તગત જો યુદ્ધની સ્થિતિ બનશે તો ભારતીય સેના પશ્ચિમી સેના પર થોડા દિવસ સુધી કૂચ કરશે. આ નીતિ પાકિસ્તાન તરફથી થનારા કોઈ પરમાણુ હુમલાને રોકવા માટે બનાવવામાં આવી છે. ઓપરેશન ભારતીય સેનાના તમામ સમૂહો સાથે મળીને જ કરશે.
 • હકીકતમાં 2002માં ઓપરેશન પરાક્રમ પછી ભારતીય સેનામાં કોલ્ડ સ્ટાર્ટ સિદ્ધાંતને જગ્યા મળવા લાગી છે. 2002માં સંસદ પર થયેલા હુમલા પછી ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ભારતીય સેનાને ભેગી કરવામાં અને પાકિસ્તાની સીમા પર તહેનાત કરવામાં બે મહિનાનો સમય લાગી ગયો હતો. ત્યારપછીથી રક્ષા વિશ્લેષકોએ એક નવી નીતિ બનાવવા માટે ભાર આપ્યો હતો જેનાથી ભારતીય સેના તેના પૂરા સૈન્યબળને ટૂંક સમયમાં જ સીમા પર તહેનાત કરી શકે. 
 • કોલ્ડ સ્ટાર્ટની નીતિથી ભારતીય સેનાનો આદેશ જાહેર થયા પછી 48 કલાકની અંદર જ હુમલો કરી શકે તેવી સ્થિતિમાં આવીને પાકિસ્તાનને પરેશાન કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો