તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાડ્યા પછીનું ડાહપણ કરતાં ઈમરાનને ભારતની પ્રજાના સવાલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

 નેશનલ ડેસ્કઃ ભારતના એક્શન બાદ ગભરાયેલા અને દબાણમાં આવી ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને બુધવારે પાકિસ્તાનને પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. ઇમરાનને રાંડ્યા પછીનું ડહાપણ આવ્યું હોય એમ શાંતિ અને અમનની વાતો કરી હતી. ઇમરાને કરેલી કેટલીક બાબતો સામે ભારતના લોકો સવાલ પૂછે છે અને પાક.ના પીએમ પાસે જવાબ માંગે છે. 

દેશનો સવાલ - કેટલીયવાર ભારત તપાસ માટે કહી ચૂક્યું છે. દરેક વખતે પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં પણ પાકિસ્તાને કંઇ જ કર્યું નથી. જો 26-11 અને અન્ય હુમલાઓ વખતે પણ ભારતે આપેલા પુરાવાઓ પર કેમ એક્શન લેવામાં આવ્યા નહોતા? 
 

દેશનો સવાલ - આખી દુનિયા જાણે છે કે આતંકને પાકિસ્તાનમાં જ પનાહ મળે છે. પુલવામા હુમલાની જવાબદારી લેનાર જૈશ-એ-મોહંમદ પાકિસ્તાનમાં જ છે. જાહેરમાં મસૂદ અઝહર, હાફિઝ સઇદની સભાઓ થાય છે, રેલીઓ નીકળે છે. આ દેખાતું નથી?

દેશનો સવાલ - પાકિસ્તાન દ્વારા આજ દિન સુધી આતંક મામલે ક્યારેય સહયોગ આપવામાં આવ્યો નથી. ઊલટું પાકિસ્તાન આતંકીઓને પનાહ આપી રહ્યું છે. ભારતે ત્રીજી આંખ દેખાડી એટલે હવે સહકારની વાતો યાદ આવી? આપો જવાબ.

દેશનો સવાલ - પુલવામા હુમલા બાદ ભારત એક્શનની દિશામાં આગળ વધ્યું છે. તમારે ત્યાં ઉછરતા આતંકીઓના પાપે દેશના 40 જવાનોનું લોહી રેડાયું હતું. પુલવામા હુમલાને ચૂંટણી સાથે કોઇ લેવાદેવા હતી? 

દેશનો સવાલ -  અમે 40 જવાનો ગુમાવ્યા છે, એનાથી બીજું મોટું કયું નુકસાન હોઇ શકે? તમારી ધરતી પર બેઠેલા આતંકના આકાઓએ એ હુમલાને અંજામ આપ્યો હતો એ બાબત સ્વીકારશો? 

દેશનો સવાલ - કેમ, હવે તમને ડહાપણ સુઝે છે, અત્યાર સુધી ક્યાં હતી આ ડાહીડમરી વાતો? ભારતે તાકાત બતાવી એટલે આ ભાન આવ્યું? જો આગ‌ળ વધવું જ હોય તો આતંક અને આતંકીઓના ખાત્માની દિશામાં આગળ વધવાની તૈયારી છે? 

દેશનો સવાલ - આ બધું પહેલાં વિચાર્યું હોત તો? આજ સુધી મસૂદ અઝહર જેવા આતંકીઓને સાચવવાનું પોસાયું અને હવે ડર લાગે છે? ભારત ક્યારેય શરૂઆત નથી કરતું પણ કોઇ શરૂઆત કરે તો એને છોડતું નથી. 

દેશનો સવાલ - ભારત હવે એક્શન ઇચ્છે છે. કેટલીવાર વાતચીત કરવાની? ક્યાં સુધી વિશ્વાસ કરવાનો? જો એટલી ચિંતા હોય તો મસૂદ અઝહર, હાફીઝ સઇદ જેવા આતંકીઓને ભારતને સોંપી દો. દુનિયા સામે કહેવાની તૈયારી છે કે અમે પણ આતંકને રોકવા સાથે છીએ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો