તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Air Force Jets Enter LoC Pakistan From Muzaffarabad Sector Offloads 1000kg Bomb Alleged Pakistan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતે પીઓકેમાં ઘુસીને આતંકી કેમ્પ પર હુમલો કર્યો, ભારતીય વાયુસેનાએ 1,000 બોમ્બ નાખ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ભારતીય વાયુસેનાએ 12 મિરાજ વિમાનથી કર્યો હુમલો

નવી દિલ્હી: પુલવામા હુમલાના 13માં દિવસે જ ભારતીય વાયુસેનાએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે વહેલી સવારે 3.50 વાગે મિરાઝ-2000 લડાકૂ વિમાને પાકિસ્તાનની સીમા ક્રોસ કરીને હુમલો કર્યો હતો. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે લેઝર ગાઈડેડ છ બોમ્બ ફેક્યાં હતા. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હુમલામાં બાલાકોટ (પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંત)માં જૈશનો સૌથી મોટો આતંકી કેમ્પ તોડી પાડવામાં આવ્યો છે. આ કેમપ મસૂદ અઝહરનો સાળો યૂસુફ અઝહર ચલાવતો હતો. હુમલામાં ઘણાં આતંકી અને જૈશ સીનિયરના કમાન્ડર ઠાર કરવામાં આવ્યા છે.

 

હુમલા પછી વડાપ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં કરવામાં આવેલી બેઠક પછી પાકિસ્તાની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ કહ્યું- ભારતે કારણ વગર આક્રોશ ઉભી કરનારી કાર્યવાહી કરી છે. હવે પાકિસ્તાન તેની મરજી પ્રમાણે જગ્યા અને સમય નક્કી કરીને જવાબ આપશે.

 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકારી સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે, આ આતંકી હુમલામાં 350 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં 25 ટ્રેનર પણ હતા. ન્યૂઝ એજન્સીએ વાયુસેનાના સૂત્રો તરફથી જણાવ્યું છે કે, બાલાકોટ સિવાય એલઓસી પારના પીઓકેના મુઝફ્ફરાબાદ અને ચકોટી વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. 12 મિરાજ વિમાનોએ 1,000 કિલો બોમ્બ ફેંક્યા છે. જૈશ કંટ્રોલ રુમ આલ્ફા-3 ઉડાવી દેવામાં આવ્યો છે. ઈન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બાલાકોટમાં જ્યાં હુમલો કરવામાં આવ્યો છે ત્યાં 200થી વધારે એકે રાઈફલ, હેન્ડ ગ્રેનેડ, ડટોનેટર અને વિસ્ફોટક જમા કરીને રાખવામાં આવ્યા હતા.

 

માનવામાં આવે છે કે, હુમલા વાળી જગ્યા એલઓસીથી અંદાજે 50 કિમી દૂર છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફમાં 40 જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદે તેની જવાબદારી લીધી હતી.

 

વાયુસેનાએ મસૂદના જે સાળાને યૂસુફને ટાર્ગેટ કર્યો હતો તે ઈન્ટરપોલની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. હુમલામાં મસૂદ અઝહરના ભાઈ તલહા સૈફ, કાશ્મીરમાં આંતકી કાર્યવાહીમાં સામેલ રહેલા અમ્માર, અઝહર ખાન, કાશ્મીરી અને 1999માં આઈસી-814 વિમાનને હાઈજેકમાં સામેલ રહેલા મસૂદ અઝહરનો મોટો ભાઈ ઈબ્રાહિમ અઝહરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

 

પાકિસ્તાનમાં સક્રિય આતંકીઓ પર પહેલીવાર એર સ્ટ્રાઈક


આ પહેલાં 1971ના યુદ્ધ અને 1999ના કારગીલના યુદ્ધ સમયે ભારતીય વાયુસેનાએ આ પ્રમાણની કાર્યવાહી કરી હતી. બંને વખત ભારતની કાર્યવાહી પાકિસ્તાનની સેના વિરુદ્ધ કરવામાં આવી હતી. કોઈ આતંકી સંગઠન વિરુદ્ધ ભારતે પ્રથમ વખત કાર્યવાહી કરી છે. 2016ના ઉરી હુમલા પછી પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. પરંતુ તેમાં વાયુસેનાની જગ્યાએ પૈરાટ્રુપર્સને આતંકી કેમ્પને બરબાદ કરવા મોકલ્યા હતા.

 

ભારતે જૈશના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો: વિદેશ મંત્રાલય

 

- વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સાંજે 5.30 વાગે સર્વદળની બેઠક બોલાવી છે. 
- ભારતના વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, જૈશ-એ-મોહમ્મદે પુલાવમામાં હુમલો કર્યો હતો. તેમાં આપણાં 40 જવાન શહીદ થયા હતા. છેલ્લાં બે દશકાથી જૈશ પાકિસ્તાનમાં સક્રિય છે. તેનો મુખિયા મસૂજ અઝહર પાકિસ્તાનના બહાવલપુરમાં રહે છે. ભારતીય સંસદ પર 2001માં અને 2016માં પટાણકોટ એરબેઝ હુમલામાં પણ આ આતંકી સંગઠનનો હાથ છે.
-અમે સંયાંતરે પાકિસ્તાનને આ વિશે માહિતી આપી હતી. પરંતુ પાકિસ્તાને દર વખતે કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે પાકિસ્તાનની જાણ બહાર કે મંજૂરી વગર ત્યાં જેહાદી ટ્રેનિંગ કેમ્પ ના ચાલી શકે. પાકિસ્તાને અત્યાર સુધી આતંકીઓને ઠેકાણે પાડવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી.
- અમને ઈન્ટેલિજન્સ પાસેથી માહિતી મળી હતી કે, જૈશ-એ-મોહમ્મદ ભારતમાં અન્ય પણ ઘણાં આત્મઘાતી હુમલા કરવાના છે. આજે વહેલી સવારે ભારતે કાર્યવાહી કરીને જૈશના બાલાકોટમાં આવેલા સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરીને તેને બરબાદ કરી દીધો છે. તેમાં જૈશના ઘણાં મુખ્ય કમાન્ડર્સ અને આતંકીઓને મારી દેવામાં આવ્યા છે. આ હુમલામાં મસૂદના ઘણાં સંબંધીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે.
- આર્મીની મદદ વગર આ કાર્યવાહી માત્ર જૈશને ટાર્ગેટ કરવા માટે હતી. આ આતંકી કેમ્પ રહેણાંક વિસ્તારોથી દૂર જંગલમાં ચાલી રહ્યા હતા.
- પાકિસ્તાની સરકારે 2004માં કહ્યું હતું કે, તેઓ તેમની જમીનનો ઉપયોગ આતંકી પ્રવૃતિઓ માટે નહીં થવા દે. અમને વિશ્વાસ છે કે, પાકિસ્તાન તેમનું વચન પાળશે અને જૈશ તથા અન્ય સંગઠનોના અન્ય ઠેકાણા પર કાર્યવાહી કરશે.

 

સવારથી અત્યાર સુધીનો ઘટનાક્રમ

 

- ભારત સરકારે આ હુમલાની માહિતી અમેરિકા, ચીન અને રશિયાને પણ આપી છે. 

- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સેના પ્રમુખ બિપિન રાવત અને વાયુસેના પ્રમુખ બીએશ ઘનોઆ સાથે મહત્વની બેઠક કરી. આ બેઠકમાં બોર્ડરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
- એર સ્ટ્રાઈક પછી પાટનગર દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. લુટિયંસ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય એરપોર્ટ ઉપર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂને વાયુસેનાના ઓપરેશન વિશે માહિતી આપી. 

- દિલ્હીમાં આવતી કાલે વિપક્ષી પાર્ટીની બેઠક રાખવામાં આવશે. તેમાં પુલવામા હુમલો અને ભારતની જવાબી કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવશે.
- પ્રકાશ જાવડેકરે કહ્યું, નરેન્દ્ર મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી હતી. વાયુસેનાએ જબરજસ્ત પરાક્રમ કરી બતાવ્યું છે. તે માટે તેમને ખૂબ અભિનંદન. ભારતે હુમલાના 100 કલાકની અંદર જ તેમના આતંકીઓ પર કાર્યવાહી કરી. પછી પાકિસ્તાનનું મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો. 200 ટકા ડ્યૂટી લગાવી. ભારતથી પાકિસ્તાન જતા પાણીનો પ્રવાહ રોકી લીધો. મોદીજી પર લોકોને વિશ્વાસ છે. 

- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ કટોકટીના સમયે બેઠક બોલાવી છે. 
- ગૃહમંત્રી રાજનાથ સિંહ નોર્થ બ્લોક પહોંચી ગયા છે. ગૃહ મંત્રાલયમાં IB સહિત અન્ય અગ્રણી અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. આ ઓપરેશન પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાહ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્ખામાં એક ટાર્ગેટ બનાવ્યો હતો. તેના ગ્રાઉન્ડ લોકેશનથી ખાનગી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છ સીમા પર પાકિસ્તાનના એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. આ સિવાય NSA અજીત ડોભાલ આ સમગ્ર એર સ્ટ્રાઈકનું ઓપરેશન મોનિટર કરી રહ્યાં છે. 

- હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં બજારો બંધ રાખવામાં આવ્યા છે. કોઈ પણ ગાડીને રસ્તામાં ઉભા રહેવાની છૂટ આપવામાં આવી નથી. જે બાળકો સ્કૂલે ગયા છે ત્યાં પણ સેના તહેનાત કરી દેવામાં આવી છે.

- આ સ્ટ્રાઈક પછી બીએસએફ બોર્ડર પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફને ભારત-પાકિસ્તાન સીમા પર એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ બીએસએફ તહેનાત કરી દેવામાં આવી છે. 

- વડાપ્રધાન મોદીના ઘરે એર સ્ટ્રાઈક વિશે કેબિનેટ બેઠક

- બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ,  સુષ્મા સ્વરાજ, અજીત ડોભાલ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા પ્રધાન અરુણ જેટલી હાજર

- પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક બોલાવી. આ બેઠકમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે ચર્ચા વિચારણાં કરવામાં આવશે. 

 

ભારતના એક્શનના ડરથી પહેલા જ ઠેકાણું બદલી ચૂક્યો છે મસૂદ અઝહર


આ હુમલાની આશંકા જૈશના મુખિયાને પહેલેથી જ હતી તેથી જ તેમના ઘણાં પ્રમુખ આતંકીઓ પહેલેથી જ સુરક્ષીત જગ્યાએ પહોંચી ગયા છે. જૈશ-એ-મોહમ્મદના મુખિયા મૌલાના મસૂદ અઝહરનો ભાઈ પંજાબની કોઈ સુરક્ષીત જગ્યાએ પહોંચી ગયો હોવાની માહિતી મળી છે. જ્યારે મસૂદ અઝહર પણ બહાવલપુરના જૈશ કેમ્પથી ક્યાંક અલગ જગ્યાએ પહોંચી ગયો છે.

 

Indian Air Force violated Line of Control. Pakistan Air Force immediately scrambled. Indian aircrafts gone back. Details to follow.

— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 25, 2019

 

Indian aircrafts intruded from Muzafarabad sector. Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot. No casualties or damage.

— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો