તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપરેશન ઓસામાની જેમ ભારતની સ્ટ્રાઇક ત્રાટકી , આતંકી અડ્ડો પૂરો સાફ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારનો ભારતની એર સ્ટ્રાઇક અમરિકાના આપરેશન જેવી નિકળી
 • અમેરિકી સેનાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જ મારી નાંખ્યો હતો
 • એ રીતે ભારતે પણ હવાઇ હુમલો કરીને જૈશેના ટોચના કમાન્ડરોને પતાવ્યા
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનમાં ઘુસીને પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લઇ લીધો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં 12 મિરાજ-2000 વિમાનો વડે બોંમ્બ વર્ષા કરીને આતંકી સંગઠન જૈશે-એ-મોહમ્મદના ઠેકાણા નષ્ટ કરી દીધા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં સ્થિત બાલાકોટ એબોટાબાદથી ફક્ત 60 કિમીના અંતરે છે. એબોટાબાદ એ જ જગ્યા છે જ્યા અમેરિકી સેનાએ અલ કાયદાના ખૂંખાર આતંકી ઓસામા બિન લાદેનને મારી નાંખ્યો હતો. 8 વર્ષ પછી એવા જ શૌર્ય અને જુસ્સાને દેખાડતા ભારતીય સેનાએ હવાઇ હુમલા કરીને પાકિસ્તાનને હેરાન કરી દીધુ છે.

અમેરિકાના સૈન્ય બળોએ 2 મે,2011ના રોજ પાકિસ્તાની સીમામાં ઘુસીને અલ કાયદાના ખૂંખાર આતંકી લાદેનને મારી નાંખ્યો હતો. અમેરિકી સેનાએ 2 મેની રાત્રે એક વાગ્યાની આસપાસ મિશન ઓસામાને પાર પાડ્યુ હતુ. મંગળવારની વહેલા પરોઢ પહેલા આશરે 3.30 વાગે ભારતીય વાયુસેનાએ પણ પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને આતંકી ઠેકાણાને નષ્ટ કરી દીધા હતા. અહેવાલો અનુસાર, ભારતીય વાયુસેનાએ આ મોટા ઓપરેશનમાં જૈશના 350 ત્રાસવાદીઓને મારી નાંખ્યા જેમાં કેટલાક ટોચના કમાંન્ડરો નામ પણ સામેલ હતા

અમેરિકી કમાન્ડોએ પાકિસ્તાનની છાવણીમાં ઘૂસીને તેમનો શિકાર ઓસામાને મોતના ઘાટ ઉતારીને નિકળી ગયા અને પાકિસ્તાનને તેનો અણસાર સુદ્ધા ન આવ્યો. જ્યારે જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ ચેરમેન એડમિરલ માઇક મુલેને ફોન કરીને જનરલ કિયાનીને જણાવ્યુ ત્યારે પાકિસ્તાનને ખબર પડી!  એ જ પ્રકારે ભારતીય વાયુસેનાના મંગળવાર વહેલી સવારના અભિયાનની જાણ પાકિસ્તાનને ત્યારે થઇ જ્યારે ભારતીય જવાનો ઓપરેશનને પાકિસ્તાનના અવકાશમાં પુરુ કરીને પાછા વળતા હતા. પાકિસ્તાન ભારતના મિરાજ-2000 વિમાન પર કોઇ જવાબી હુમલો કરી શક્યુ નહિ. પાકિસ્તાનની પાસે F-16 જેવા લડાકૂ વિમાનો છે પણ એની પાસે તેની ધરતી પર હુમલા પછી તબાહી જોવા સિવાય કોઇ બીજો વિકલ્પ પણ હતો નહિ.

આપરેશન ઓસામાની જેમ ભારતની એરસ્ટ્રાઇકમાં પણ આતંકવાદીઓના ઠેકાણા જ નિશાના પર હતા. આતંકવાદીઓનો ખાત્મો જ ભારતીય વાયુસેનાનું લક્ષ હતુ. લોકોની સુરક્ષાનું પુરેપુરુ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. 

અમેરિકી સેનાએ ઓસામા બિન લાદેનને ફક્ત 41 મિનિટના આપરેશનમાં જ ખતમ કર્યું હતું એવી જ રીતે ભારતીય સેનાએ ફક્ત 21 મિનિટની અંદર જ જૈશે-એ-મોહમ્મદના ઠેકાણાને ખતમ કર્યા. આ 21 મિનિટના સમયગાળામાં જ ભારતીય 12 મિરાજ ફાઇટર વિમાનોએ પાકિસ્તાનના અલગ અલગ ભાગોમાં હુમલાઓ કર્યા

9/11ના હુમલા પછી અમેરિકાએ શાંતિનો શ્વાસ લીધો નહોતો. અમેરિકાએ ઓસામાને જીવતો કે મરેલો પકડી લાવવાનું વચન અમેરિકનોને આપ્યું હતું અને તેની ઘોષણા કરી હતી. ત્યારથી અમેરિકાની સેના ઓસામાને પકડવા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તેના સંભવિત ઠેકાણાઓ પર હુમલાઓ કરી રહી હતી. અમેરિકાએ પાકિસ્તાનમાં ઘુસીને ઓસામાને મારી નાંખ્યો અને 9/11 ના હુમલાનો બદલો લીધો. ભારતે પણ પુલવામામાં CRPFના જવાનોની શહાદતના 11 દિવસ પછી પાકિસ્તાન સામે તેનો બદલો લીધો.

 

અમેરિકાની સેનાએ પાકિસ્તાનના એબટાબાદની અંદર ઓસામાને મારી નાંખ્યો હતો છતા પાકિસ્તાન એની ધરતી પર કોઇ આતંકવાદી પ્રવૃત્તિ થતી નથી એમ સતત દુનિયા આગળ કહેતુ રહ્યુ. પુલવામામાં પણ થયેલા હુમલા પછી પાકિસ્તાન પોતાને હંમેશા નિર્દોષ રીતે રજૂ કરવાની કોશિશ કરતુ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો