તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારગિલના ફ્રેન્ચ હીરોએ ફરીવાર કૌવત બતાવ્યું, ‘રફાલ’ની વિવાદિત ‘દસોં’ કંપનીએ બનાવેલાં ‘મિરાજ 2000’એ રંગ રાખ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
47 ફૂટ લાંબું સિંગલ સીટર મિરાજ 2000 વિમાન પેલોડ (હથિયારો) સાથે 17 હજાર કિલોગ્રામનું વજન ઊંચકીને ઉડાન ભરી શકે છે - Divya Bhaskar
47 ફૂટ લાંબું સિંગલ સીટર મિરાજ 2000 વિમાન પેલોડ (હથિયારો) સાથે 17 હજાર કિલોગ્રામનું વજન ઊંચકીને ઉડાન ભરી શકે છે
 • ‘રફાલ’થી ચર્ચામાં આવેલી ફ્રેન્ચ કંપની ‘દસોં’એ જ ‘મિરાજ 2000’ વિમાનો બનાવ્યાં છે
 • 1999માં કારગિલ યુદ્ધ વખતે મિરાજ 2000એ  ‘ઓપરેશન સફેદ સાગર’ દરમિયાન પાકિસ્તાનની નોર્ધન લાઈટ ઈન્ફન્ટ્રીની કમર તોડી નાખી હતી
 • ભારત પાસે પચાસ જેટલાં અત્યાધુનિક ‘મિરાજ 2000’ વિમાન છે

અમદાવાદઃ મંગળવારની વહેલી સવારે ભારતીય વાયુસેનાએ જે ‘સર્જિકલ સ્ટ્રાઈક-2’ કરી, તેમાં મુખ્ય હીરો હતાં 12 ‘મિરાજ 2000’ લડાકુ વિમાન. માત્ર 21 મિનિટની અંદર 1000 કિલોગ્રામ બોમ્બ ફેંકીને જૈશના 200-300 આતંકીઓનો ખાત્મો બોલાવી દેનારાં મિરાજ 2000એ 1999ના કારગિલ યુદ્ધમાં પણ જબરદસ્ત પર્ફોર્મ કરીને રંગ રાખ્યો હતો. રસપ્રદ વાત એ છે કે ‘મિરાજ 2000’ ફ્રાન્સની વિવાદિત કંપની ‘દસોં એવિએશન’ (Dassault Aviation)એ જ બનાવ્યાં છે, જેણે બનાવેલાં ‘રફાલ’ વિમાનોનો મુદ્દો ભારતીય રાજકારણમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગાજી રહ્યો હતો.

 

મિરાજ 2000: કારગિલના હીરો
કારગિલમાં ચડી આવેલા પાકિસ્તાની ઘૂસણખોરોને  હટાવવા માટે ભારતે ‘મિગ’ વિમાનોને કામે લગાડેલાં, પરંતુ ભારતે એન્જિન ફેલ્યર અને પાકિસ્તાની હુમલાને કારણે અનુક્રમે બે મિગ વિમાન ગુમાવવાં પડ્યાં હતાં. ભારત પાસે ત્યારે ‘મિગ’ વિમાનોનાં ત્રણ વર્ઝન ‘મિગ-21’, ‘મિગ-23’ અને ‘મિગ-27’ હતાં. પરંતુ એક તો તેમાં મોડર્ન હથિયારો નહોતાં અને બીજું એ કે મિગ જેના માટે કાબેલ હતાં, તે ડાઈવ બોમ્બિંગની ટેક્નિક હિમાલયના ભૂપૃષ્ઠને માફક આવે તેમ નહોતું. આથી દુર્ગમ બર્ફીલી પહાડીઓમાં હવાઈ હુમલા કરીને જમીન પર લડી રહેલી ભારતીય આર્મીને કવર આપવાનું કામ ત્યારપછી ફ્રેન્ચ બનાવટનાં ‘મિરાજ 2000H’ને સોંપાયું. તેણે જુન-જુલાઈ, 1999માં ‘ઓપરેશન સફેદ સાગર’ દરમિયાન પાકિસ્તાનની નોર્ધન લાઈટ ઈન્ફન્ટ્રીની કમર તોડી નાખી હતી. કારગિલ વૉરમાં મિરાજની બે સ્ક્વોડ્રને કુલ 514 ઉડાન ભરી હતી, જેમાં એક સ્ક્વોડ્રનને એસ્કોર્ટ અને બીજી સ્ક્વોડ્રનને સ્ટ્રાઈકનું કામ સોંપાયું હતું. કારગિલ વૉરમાં મળેલી સફળતાથી પ્રેરાઈને જ ભારત સરકારે બીજાં દસ ‘મિરાજ 2000H’ ખરીદવાને મંજૂરી આપી હતી, જેમાં એડ્વાન્સ રડાર સહિતનું અપગ્રેડેશન હતું.

 

બોફોર્સ અને દસોંઃ બે વિવાદિત કંપનીઓએ રંગ રાખ્યો
અત્યારે વિવાદમાં ચાલી રહેલી દસોં કંપનીએ હવે પોતાની ‘મિરાજ 2000’ પ્રોડક્શન લાઈન બંધ કરી છે. તેને બદલે ‘રફાલ’ (Rafale) લાઈન ઈન્ટ્રોડ્યુસ કરી છે, જેની ખરીદી ભારતમાં અત્યંત વિવાદમાં છે. કારગિલ વૉર વખતે ભારતને સૌથી વધુ સાથ જેણે આપેલો તે હતી સ્વીડિશ બનાવટની ‘બોફોર્સ હોવિત્ઝર’. આ 410 બોફોર્સ હોવિત્ઝરની ઈ.સ. 1986માં કરાયેલી ખરીદીનું કૌભાંડ કોંગ્રેસને અત્યાર સુધી દઝાડી રહ્યું છે.

 

મિરાજ 2000: 1982થી ભારતનો સાથી
‘દસોં મિરાજ 2000’ એ સિંગલ એન્જિન ફોર્થ જનરેશન જેટ ફાઈટર વિમાન છે, જેને ફ્રાન્સની રફાલ એવિએશન બનાવે છે. તેનાં અલગ અલગ વર્ઝન ભારત ઉપરાંત ફ્રાન્સ પોતે, ઈજિપ્ત, પેરુ, UAE, ગ્રીસ, તાઈવાન, કતાર અને બ્રાઝિલ જેવા દેશો વાપરે છે. ઈ.સ. 1982માં અમેરિકાએ પાકિસ્તાનને આધુનિક ‘F-16’ વિમાનો વેચ્યાં, એટલે ભારતને પણ તેની બરાબરી કરી શકે તેવાં વિમાનની જરૂરિયાત ઊભી થઈ. આથી ભારતે ફ્રાન્સની ‘દસોં’ કંપનીને 36 સિંગલ સીટર ‘મિરાજ 2000H’ અને 4 ટ્વિન સીટર ‘મિરાજ 2000TH’નો ઓર્ડર આપ્યો હતો (જ્યાં H=હિન્દુસ્તાન). ભારત પાસે અત્યારે 50 ‘મિરાજ 2000’ વિમાન છે.

 

મિરાજ 2000ની મારક ક્ષમતા
‘મિરાજ 2000’માં હથિયારો (વેપન સિસ્ટમ પેલોડ) માટે નવ પોઈન્ટ્સ છે. તેમાં પાંચ તેના ફ્યુઝલાજ (મુખ્ય નળાકાર) પર અને બે બંને પાંખો પર છે. સિંગલ સીટર વર્ઝન અંદર બેસાડેલી હાઈ-ફાયરિંગ-રેટ ધરાવતી બે 30mm ગનથી પણ સજ્જ છે. આ ગન દર મિનિટે 1200થી 1800 રાઉન્ડ ગોળીઓ છોડી શકે છે.

 

આ ઉપરાંત તે એર-ટુ-એર હુમલો કરી શકે તેવી 10 મિસાઈલ્સ અને 2 એર-ટુ-સર્ફેસ મિસાઈલ્સ લઈ જઈ શકે છે. પ્લસ, તે ‘ATLIS’ તરીકે ઓળખાતા દસથી વધુ લેસર ગાઈડેડ બોમ્બ્સ અને મિસાઈલથી પણ સજ્જ છે, જેનો આ વખતની ‘સર્જિકલ સ્ટ્રાઈક-2’માં ઉપયોગ થયો હશે. આખરી પરિસ્થિતિમાં ‘મિરાજ 2000’ એક ન્યુક્લિયર ક્રૂઝ મિસાઈલ લઈ જવા પણ સજ્જ છે. ઈ.સ. 2004થી ભારતે ‘મિરાજ 2000’નું જે અપગ્રેડેશન કર્યું, તેમાં પાઈલટને તમામ જાણકારી આપતો ડેટા તેના હેલમેટમાં જ ડિસ્પ્લે થઈ જાય અને લાંબા અંતરના હવાઈ ટાર્ગેટને પણ ઓટોમેટિકલી ટ્રેક કરી શકે તેવા ‘થેલ્સ’ રડાર બેસાડ્યાં છે. આ ઉપરાંત જમીન પર ગતિમાન સ્થિતિમાં રહેલાં ટાર્ગેટને ટ્રેક કરવા માટે ‘ડોપ્લર બીમ શાર્પનિંગ ટેક્નિક’થી પણ તેને સજ્જ કરાયાં છે.

 

47 ફૂટ લાંબું સિંગલ સીટર મિરાજ 2000 વિમાન પેલોડ (હથિયારો) સાથે 17 હજાર કિલોગ્રામનું વજન ઊંચકીને ઉડાન ભરી શકે છે. એકવાર ઉડાન ભર્યા પછી તે અટક્યા વિના દુશ્મનના વિસ્તારોમાં 1550 કિલોમીટર સુધી ઘૂસીને હુમલો કરી આવી શકે છે. મિરાજ 2000 છેક 59,000 ફૂટની ઊંચાઈએ ‘માક 2.2’ યાને કે 2336 કિલોમીટર પ્રતિ કલાકના વેગે ઊડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો