તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાટીમાં ઠંડીમાં વધારો, કારગિલમાં -18.6 ડિગ્રી સુધી પારો ગગડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠંડી - Divya Bhaskar
ઠંડી
  • શ્રીનગરમાં ગુરુવારે સામાન્ય તાપમાન શૂન્યથી 3.2 ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહ્યુ  
  • દક્ષિણ કાશ્મીરનાં કાજીગુંડમાં સામાન્ય તાપમાન શૂન્યથી 0.8 ડિગ્રી સેલ્યિયસથી ઓછુ રહ્યુ

શ્રીનગરઃ કાશ્મીરમાં 40 દિવસોમાં ઠંડીનો કહેર યથાવત રહેતા પહાડી વિસ્તારોમાં લોકો ઠંડીમાં થથરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં  ભારે હિમવર્ષાને કારણે હાઈવે પર વાહનવ્યવહાર બંધ થયો છે. આ ઉપરાંત શુક્રવાર સાંજથી જ  વિમાનોની અવર જવર પણ બંધ થઈ ગઈ હતી, જેથી જમ્મુ કાશ્મીરનો ઘાટી વિસ્તાર સંપર્ક વિહોણો થયો છે. કાશ્મીરમાં હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, હજુ હવામાનમાં કોઈ ફેરફાર થશે નહિ. 

 

શ્રીનગરમાં ગુરુવારે રાતે સામાન્ય તાપમાન શૂન્યથી 3.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યુ હતુ. દક્ષિણ કાશ્મીરનાં કાજીગુંડમાં સામાન્ય તાપામાન શૂન્યથી 0.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયુ છે. જ્યારે કોકેરનાગ વિસ્તારમાં સામાન્ય તાપમાન શૂન્યથી 1.0 ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહ્યુ હતુ. 

ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગ ઘાટીમાં સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો. અહીં સામાન્ય તાપમાન શૂન્યથી 10.0 ડિગ્રી સેલ્સિયસ ઓછુ નોંધાયુ હતુ. જ્યારે અગાઉ રાતે તાપમાન શૂન્યથી 8.5 ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહ્યુ હતુ. ઉત્તર કાશ્મીરનાં કુપવાડામાં રાતનું સામાન્ય તાપમાન 4.6 ડિગ્રી અને પહલગામમાં તાપમાન શૂન્યથી 6.8 ડિગ્રી સેલ્સિયસ ઓછુ નોંધાયુ હતુ.   

  • ભારે હિમવર્ષાને કારણે શુક્રવારે સાંજે જવાહર ટનલથી કાશ્મીર જતા વાહનોને ઉધમપુર પાસે અટકાવી દેવાયા હતા. બંન્ને તરફથી હજારોની સંખ્યામાં વાહનો ફસાયા હતા.  રાજધાની શ્રીનગર સહિત કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં હિમવર્ષાથી પારો ગગડ્યો હતો. 
  •  રાજોરી અને પૂંછ જિલ્લાને કાશ્મીર સાથે જોડનારો મુગલ રોડ ત્રીજા દિવસે પણ બંધ રહ્યો હતો. હવામાન વિભાગે શનિવારે પણ જમ્મુ-કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી હતી. 
અન્ય સમાચારો પણ છે...