• Gujarati News
  • National
  • Hearing On Secound Day In ICJ In Kulbhushan Jadhav Case, Senior Pakistani Lawyer Khawar Qureshi Is Keeping His Arguments From Pakistan

કુલભૂષણ જાધવ કેસમાં ICJમાં સુનાવણી શરૂ, જજે પાકિસ્તાની વકિલને ટોકીને કહ્યું- ધીમે બોલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાની સીનિયર વકીલ ખાવર કુરૈશી - Divya Bhaskar
પાકિસ્તાની સીનિયર વકીલ ખાવર કુરૈશી
  • પાકિસ્તાની સીનિયર વકીલે જાધવના કથિત નકલી પાસપોર્ટની વાત રજૂ કરી
  • 20 ફેબ્રુઆરીએ ફરી ભારતને સીઆઈજે કોર્ટમાં તેમની દલીલ રજૂ કરવાનો મોકો મળશે

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે મંગળવારે પાકિસ્તાનની કુલભૂષણ જાધવ કેસને સ્થગિત કરવાની માગણી નકારી દીધી છે. ICJમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને છોડવા બાબતે પાકિસ્તાને તેમનો પક્ષ રજૂ કર્યો હતો. સોમવારે આ કેસમાં ભારતના સીનિયર વકીલે તેમનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે, એક નિર્દોષ ભારતીયને તેના જીવનના મહત્વના વર્ષો પાકિસ્તાનની જેલમાં પસાર કરવા પડે છે. પાકિસ્તાન તરફથી અડ-હોક જજને લઈને ઉભા કરવામાં આવેલા વિરોધ વિશે આઈસીજેએ કહ્યું કે, તેને નોંધી લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તે વિશે જવાબ આપવામાં આવશે.

 

મંગળવારે ભારતના આરોપના જવાબમાં પાકિસ્તાનના વકીલે તેમનો જવાબ મૂક્યો છે. પાકના અટૉર્ની જનરલે તેમની દલીલોની શરૂઆત જુઠ્ઠાણાથી કરી હતી અને સાથે સાથે ભારત પર આતંક પ્રયોજક હોવાનો આરોપ પણ લગાવ્યો છે. પાક અટૉર્ની જનરલ મંસૂર ખાને કહ્યું, હું પોતે પણ ભારતીય ક્રૂરતાનો શિકાર બન્યો હતો. એખ યુવા આર્મી ઓફિસર તરીકે મને પણ ભારતની જેલમાં બંધ રાખવામાં આવ્યો હતો. પાકિસ્તાનની આર્મી સ્કૂલમાં થયેલા આતંકી હુમલામાં 140 બાળકોના જીવ ગયા હતા. તે ભારત સમર્થિત અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલો હુમલો આતંકી હતો.

 

જાધવને ફરી આતંકી ગણાવ્યો: પાકિસ્તાનની દલીલ હતી કે, જાધવ ઘણાં સ્થાનિક લોકોના સંપર્કમાં હતો અને તેણે ઘણાં લોકોને રાજ્ય વિરોધી પ્રવૃતિઓ માટે સુસાઈડ બોમ્બર બનાવવાની તૈયારી પણ કરી હતી. જેથી પાકિસ્તાનમાં આતંક ફેલાવી શકાય. જાધવે ચીન-પાકિસ્તાન કોરિડોરને પણ પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે પાકિસ્તાનની પ્રગતિનો મહત્વનો હિસ્સો ગણવામાં આવે છે. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી.

 

ભારત પર પાકિસ્તાનની સમસ્યાઓનો દોષ ઢોળ્યો: પાકિસ્તાને તેમની દલીલમાં દાવો કર્યો કે, 1947થી ભારત તરફથી પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે માનવાતાના આધાર પર પરિવારને જાધવને મળવાની મંજૂરી આપી હતી. પરંતુ ભારત તરફથી આવી કોઈ માનવતા આજ સુધી દેખાઈ નથી. ભારતની જેલમાં બંધ પાકિસ્તાનીઓ વિશે ભારતે ક્યારેય આવી માનવતા દાખવી નથી.

 

નોંધનીય છે કે, આ વર્ષે જૂન મહિના સુધીમાં આઈસીજે તેમનો નિર્ણય સંભળાવી શકે છે. 

 

આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઈસીજે)માં સોમવારે કુલભૂષણ જાધવ સાથે સંબંધિત કેસમાં ભારતીય પક્ષ દ્વારા તેમની દલીલ રજૂ કર્યા પછી કોર્ટ દ્વારા સુનાવણી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારતને 20 ફેબ્રુઆરીએ ફરી તેમની દલીલ રજૂ કરવાનો મોકો મળશે. જ્યારે 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન તેમની અંતિમ દલીલ રજૂ કરશે.

 

આ પહેલાં સોમવારે પાકિસ્તાને કહ્યું હતું કે, તેમણે આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટ (આઈસીજે)માં કુલભૂષણ જાધવને લઈને જે મુખ્ય સવાલ પૂછ્યા હતા તેનો ભારત દ્વારા જવાબ આપવામાં આવ્યો નહતો. નોંધનીય છે કે, પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા જાધવને મોતની સજા સંભળાવવામાં આવી છે.

 

ભારત તરફથી સાલ્વેએ સોમવારે (18 ફેબ્રુઆરીએ) આ પ્રમાણે દલીલો કરી હતી

  • સાલ્વેએ કહ્યું, પાકિસ્તાને રાહ જોયા વગર જાઘવને કાઉન્સિલરની મદદ આપવી જોઈએ. કાઉન્સિલર વગર જાધવને કસ્ટડીમાં રાખવો ગેરકાયદેસર છે. તેમાં કોઈ શંકા નથી કે, પાકિસ્તાન જાધવ કેસનો ઉપયોગ પ્રોરાગેન્ડા તરીકે કરી રહ્યાં છે.
  • સાલ્વેએ કહ્યું- 30 માર્ચ 2016માં ભારતે પાકિસ્તાનને યાદ અપાવ્યું હતું કે, જાધવને કોન્સ્યુલરની મદદ મળવી જોઈએ. તે વિશે પણ અમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અલગ અલગ તારીખોમાં પાકિસ્તાનને 13 રિમાઈન્ડર મોકલવામાં આવ્યા છે.
  • સાલ્વે- જાધવના પરિવારે પાકિસ્તાનને તેને મળવાનો પ્રસ્તાવ મૂક્યો. આ મુલાકાત 25 ડિસેમ્બર 2017ના રોજ થઈ. ભારત આ મુલાકાતના વલણથી અને જાધવના પરિવાર સાથે કરવામાં આવેલા વર્તનથી નારાજ છે. આ ઉપરાંત પાકિસ્તાને વિસ્તારપૂર્વક કહેવું જોઈએ કે, કોન્સ્યુલર એક્સેસ આપવામાં 3 મહિનાનો સમય કેમ લાગ્યો.
  • સાલ્વેએ આઈસીજેના ન્યાયધીશોને કહ્યું કે, પાકિસ્તાન દુષ્પ્રચાર માટે આઈસીજેનો ઉપયોગ કરી રહ્યા છે.
  • સાલ્વેએ આઈસીજેને કહ્યું, પાકિસ્તાને જાધવ મામલે વિશ્વસનીય સાક્ષી રજૂ નથી કર્યા અને સ્પષ્ટ ગુનો દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
  • સાલ્વેએ કહ્યું- હું આ કોર્ટને કહેવા માંગુ છું કે તેઓ તે વાત ધ્યાનમાં રાખતા જાધવને રાહત આપે કે તેમની ટ્રાયલ મિલ્ટ્રી કોર્ટમાં થઈ હતી. જો આ રીતે તમામ મામલામાં કોન્સ્યુલર આપવામાં આવે તો તેની માગ કરવી અધિકારોનો દુરુપયોગ નથી.
  • તેઓએ કહ્યું- પાકિસ્તાનની હરકત અમને એવો વિશ્વાસ નથી અપાવતી કે જાધવને ત્યાં ન્યાય મળશે. પાકિસ્તાને એક એવાં ભારતીય નાગરિકને જેલમાં રાખ્યા છે જેને તેઓ આતંકવાદી ગણાવે છે. તેઓ તેને ભારતીય એજન્ટ ગણાવે છે, જે બલૂચિસ્તાનમાં અસ્થિરતા ફેલાવે છે. પાકિસ્તાને જાધવનો ઉપયોગ ભારત વિરૂદ્ધ એક ધારણાં બનાવવા માટે જ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...