તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોવાના Cmપાર્રિકરની તબિયત બગડતાં ગોવા મેડિકલ કોલેજમાં દાખલ, હોસ્પિટલની બહારે મોટા પ્રમાણમાં પોલીસ તહેનાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનોહર પાર્રિકર (ફાઈલ) - Divya Bhaskar
મનોહર પાર્રિકર (ફાઈલ)
 • ગોવાના CMને હાઈ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી માટે ગોવા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા.
 • હાલ પાર્રિકરની તબિયત સ્થિર છે અને તેઓને લગભગ 48 કલાક ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં

પણજીઃ લાંબા સમયથી બીમાર ચાલી રહેલાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરને શનિવારે રાત્રે ફરી એક વખત ગોવાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.  મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળતી માહિતી મુજબ તેઓએ હાઈ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી માટે ગોવા મેડિકલ કોલેજ (GMCH) લઈ જવામાં આવ્યાં છે. હાલ પાર્રિકરની તબિયત સ્થિર છે અને તેઓને લગભગ 48 કલાક ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. મનોહર પાર્રિકરને હોસ્પિટલ લઈ ગયાં પછી GMCHની બહારે મોટા પ્રમાણમાં પોલીસ દળ તહેનાત કરવામા આવ્યાં છે. 

 

આ પહેલાં ગોવા સરકારના વરિષ્ઠ મંત્રી વિજય સરદેસાઈએ મુખ્યમંત્ર સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. જે બાદ સરદેસાઈએ પાર્રિકરને ઓક્સિજન પર રાખ્યાં હોવાની વાતને રદીયો આપ્યો હતો. પાર્રિકર લગભગ છેલ્લાં એક વર્ષથી બીમાર છે, તેમને પૈંક્રિયાઝ સંબંધી સમસ્યા છે. 

 

સ્વાસ્થ્ય મંત્રીએ પાર્રિકરનાં કેન્સર અંગેની જાણકારી આપી હતીઃ છેલ્લા ઘણાં સમયથી વિપક્ષ પાર્ટી ગોવનાં મુખ્યમંત્રી શાસન ચલાવી શકે તેવી અવસ્થામાં છે કે નહિ તેવા સવાલો કરી રહી છે. ત્યારબાદ 30 ઓક્ટોબરે ગોવાનાં સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ પાર્રિકરને સ્વાદુપિંડનું કેન્સર હોવાની જાણકારી આપી હતી. રાણેએ વધુમાં જણાવ્યું કે, કેન્સરની વાત છુપાવવાનું કોઈ ઠોસ કારણ નથી પરંતુ પાર્રિકરે લાંબા સમય સુધી ગોવાનાં લોકોની સેવા કરી છે. તેમણે એટલો તો હક છે કે તેઓ થોડો સમય પરિવાર સાથે વિતાવી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો