તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gambhir Vs Mehbooba Mufti Vs Omar Abdullah On Article 370 In Kashmir, Mehbooba Block Gambhir

ગંભીરનો મહેબૂબાને જવાબ, આ ભારત છે તમારા જેવો ડાઘ નહીં કે ગુમ થઈ જાય 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર આકરી ચર્ચા પછી મહેબૂબાએ ગંભીરનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યું
  • મહેબૂબાએ કહ્યું હતું- અનુચ્છેદ 370 હટાવવાનો અર્થ કાશ્મીરમાં ભારતનું બંધારણ પ્રભાવી નહીં થાય 
  • મહેબૂબાએ કહ્યું કે ભારતીયો તેને નહીં સમજે તો તે ગાયબ થઈ જશે

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીર મંગળવારે ટ્વિટર પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP નેતા મહેબૂબા મુફ્તી સાથે વાદવિવાદમાં ઉતરી પડ્યા હતા. આકરી ચર્ચા બાદ મહેબૂબાએ ગૌતમ ગંભીરનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દીધું.

મહેબૂબાએ કહ્યું હતું કે અનુચ્છેદ 370 ખતમ કરવાનો અર્થ થશે કે કાશ્મીરમાં ભારતનું બંધારણ પ્રભાવી નહીં રહે. જો ભારતીય તેને નહીં સમજે તો તેઓ ગાયબ થઈ જશે અને તેમની વાર્તા પૂરી થઈ જશે. આ મુદ્દે ગંભીરે કહ્યું કે, "આ ભારત છે, તમારા જેવો ડાઘ નથી કે ગાયબ થઈ જાય."

જવાબ પર મહેબૂબાએ નારાજગી દર્શાવીઃ ગંભીરના નિવેદન પર મહેબૂબા મુફ્તી તરફથી જવાબ આવ્યો કે, "આશા રાખું છું કે ભાજપમાં તમારી રાજકીય ઈનિંગ તમારા ક્રિકેટ કેરિયરની જેમ ઘણી જ ખરાબ ન રહે."

આ મુદ્દે ગંભીરે કહ્યું કે, "ઓહ! તો તમે મારા ટ્વિટર હેન્ડલને અનબ્લોક કરી દીધું. તમારે મારા ટ્વીટનો જવાબ આપવા માટે 10 કલાક લાગ્યા અને આ પ્રકારની નીરસ તુલના કરી, તે પણ આટલું ધીમે. આ તમારા વ્યકિત્વની ઉણપ દાખવે છે. કોઈ આશ્ચર્ય નથી કે તમારા જેવાં લોકો હાથના મુદ્દાઓના ઉકેલ માટે સંઘર્ષ કરતાં રહ્યાં છે."

મહેબૂબાએ ગંભીરનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યુઃ મહેબૂબાએ ગંભીરની માનસિકતા પર પણ ચિંતા વ્યક્ત કરી. તેને લખ્યું- હું તમને બ્લોક કરી રહી છું. તમે 2 રૂપિયા પ્રતિ ટ્વીટના હિસાબે ક્યાંક બીજે ટ્રોલ કરી શકો છો. તમે કાશ્મીર અંગે કંઈ જ જાણતા નથી.

 જેના પર ગંભીરે જવાબ આપ્યો કે, "મહેબૂબા મુફ્તી મેડમ, તમારા દ્વારા એકાઉન્ટ બ્લોક કરવાથી ઘણો જ ખુશ છું. પરંતુ એક વાત જણાવી દઉ કે આ ટ્વીટને લખતા સમયે 1,365,386,456 ભારતીય છે. તમે તેને કઈ રીતે રોકશો?"

ગંભીર અને ઉમર વચ્ચે પણ ચડભડ થઈ હતીઃ આ પહેલાં જમ્મુ કાશ્મીરની સ્વાયત્તતા અંગે ગંભીરની ઉમર અબ્દુલ્લા સાથે પણ ચડભડ થઈ હતી. ઉમરે જમ્મુ કાશ્મીર માટે અલગ વડાપ્રધાન (વઝીરે આઝમ)ની વાત કરી હતી. સોમવારે ભાજપનું મેનિફેસ્ટો જાહેર થયું હતું જેમાં અનુચ્છેદ 370 હટાવવાની વાત કરવામાં આવી છે.