લોકસભા / 4 મોટા ચહેરાઓ આ વખતે ચૂંટણીમાં જોવા નહી મળે, 5 દાયકાઓ સુધી સક્રિય સુષ્મા-પાસવાન ચૂંટણી મેદાનમાં નહી

Divyabhaskar

Mar 15, 2019, 01:35 PM IST
Lok Sabha Chunav 2019: four top leaders including Sushma Swaraj, Ram Vilas Paswan will not contest in lok sabha election
X
Lok Sabha Chunav 2019: four top leaders including Sushma Swaraj, Ram Vilas Paswan will not contest in lok sabha election

 • શરદ પવારની આ વખતે માઢા ખાતેથી ચૂંટણી લડવાની અટકળો હતી, પરંતુ તેમણે આ માટે સ્પષ્ટ ઈન્કાર કર્યો 
 • પાસવાન 8 વખત બિહારની હાજીપુર સીટ ખાતેથી લોકસભા સભ્ય રહ્યા
 •  સુષ્મા તેમના સ્વાસ્થ્યનાં કારણે ચૂંટણી નહી લડે
 •  લાલકુષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા પર સસ્પેન્સ

નવી દિલ્હીઃ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારતીય રાજનીતિનાં ઘણા દિગ્ગજ ચહેરાઓ જોવા નહી મળે. NCP પ્રમુખ શરદ પવારની ચૂંટણી લડવાની શક્યતાઓ હતી, પરંતુ તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત રામવિલાસ પાસવાન, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી જેવા નેતાઓ પણ ચૂંટણી નહી લડે. જયલલિતા અને કરુણાનિધીનાં નિધન પછી તમિલનાડુમાં અન્નાદ્રમુક અને દ્રમુક માટે આ પહેલી ચૂંટણી હશે. તો બીજી બાજુ લાલકુષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીનાં ચૂંટણી લડવા પર સસ્પેન્સ છે.

દિગ્ગ્જ નેતાઓ જે આ વખતે ચૂંટણી નહિ લડે

14 લોકસભા ચૂંટણી લડી ચૂકેલા શરદ પવાર બોલ્યા - હવે નહી
1.
 • રાજકારણમાં ક્યારથીઃ પવારે પહેલી વખત 1967માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ ત્રણ વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેમણે કેન્દ્ર સરકારમાં રક્ષા અને કૃષિ વિભાગ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી હતી. 
 • ચર્ચામાં કેમ રહ્યાઃ શરદ પવાર 14 વખત લોકસભા ચૂંટણી લડી ચુક્યા છે. 1999માં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં તેમણે પોતાની બેઠક પર પુત્રી સુપ્રિયા સુલેને સ્થાન આપ્યુ. પવાર હાલમાં રાજ્યસભાનાં સભ્ય છે. આ વખતે તેમની માઢા ખાતેથી ચૂંટણી લડવાની અટકળો હતી. 
 • ચૂંટણી નહી લડવાનું કારણઃ પવારે કહ્યું કે, પરિવારનાં બે સભ્યો સુપ્રિયા સુલે અને અજીત પવારનાં પુત્ર પાર્થ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. આ જ કારણે તેઓ આ વખતે ચૂંટણી મેદાનમાં નહી હોય. તેમણે કહ્યું કે, હું પણ ઈચ્છું છું કે નવી પેઢીને રાજકારણમાં આવવું જોઈએ. 

 

સ્વાસ્થ્યનાં કારણે સુષ્માએ ચૂંટણી સાથે અંતર સાધ્યુ
2.
 • રાજકારણમાં ક્યારથીઃ સુષ્મા સ્વરાજ 1977માં પહેલી વખત હરિયાણા વિધાનસભા ચૂંટાયા હતા. તેઓ ત્રણ વખત ધારાસભ્ય અને 4 વખત લોકસભા સભ્ય રહી ચુક્યા છે. આ સાથે જ તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહેવાની સાથો સાથ દિલ્હીનાં પહેલા મુખ્યમંત્રી પણ બન્યા હતા. 
 • ચર્ચામાં કેમ રહ્યાઃ સુષ્મા હરિયાણા સરકારમાં 25 વર્ષની વયે મંત્રી બન્યા હતા. કોઈ પણ રાજ્યમાં સૌથી યુવામંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. સુષ્મા 6 રાજ્યો હરિયાણા, દિલ્હી, કર્ણાટક, ઉત્તર પ્રદેશ , ઉત્તરાખંડ, અને મધ્યપ્રદેશનાં રાજકારણમાં સક્રિય રહ્યા હતા. 
 • ચૂંટણી નહી લડવાનું કારણઃ સુષ્માએ જણાવ્યું કે, ડોક્ટરોએ તેમણે ઈન્ફેક્શનનાં કારણે ઘૂળથી દૂર રહેવા માટેનું સૂચન કર્યુ છે. આ જ કારણે લોકસભા ચૂંટણી નહી લડી શકે પરંતુ રાજકારણમાં સક્રિય રહેશે. 
50 વર્ષોમાં પહેલી વખત રામવિલાસ પાસવાન ચૂંટણી નહી લડે
3.
 • રાજકારણમાં ક્યારથીઃ પાસવાન પહેલી વખત 1969માં ધારાસભ્ય બન્યા ત્યારબાદ 1977માં તેઓ પહેલી વખત લોકસભા ચૂંટણી જીતીને  સંસદ પહોંચ્યા હતા. તેઓ 8 વખત લોકસભા અને 1 વખત રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેઓ ક્યારે યુપીએ તો ક્યારેક NDA સરકારમાં કેબિનેટમંત્રી રહ્યા હતા.
 • ચર્ચામાં શા માટે?- તેઓ લોક જનશક્તિ પાર્ટીનાં સ્થાપક છે. છેલ્લા 50 વર્ષોથી તેઓ કેન્દ્રના રાજકારણમાં સક્રિય છે. તેઓ ગુજરાલ, દેવેગૌડા, વાજપાયી, મનમોહન અને મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી રહી ચુક્યા છે.
 • ચૂંટણી નહી લડવાનું કારણઃ પાસવાને આ જ વર્ષે  ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી, જોકે તેમણે તેની પાછળના કારણ અંગેની કોઈ સ્પષ્ટતા કરી નથી. 
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ચૂંટણી નહીં લડે
4.

ચૂંટણીના રાજકારણમાં ક્યારથી: વેણુગોપાલ 1996માં કેરળની અલપ્પુજા વિધાનસભા વિસ્તારથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ ઓમાન ચાંડી સરકારમાં મંત્રી અને યુપીએ-2માં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.

ચર્ચામાં કેમ રહ્યા: સિવિલ એવિયેશનમાં રાજ્ય મંત્રી રહ્યા તે દરમિયાન 2013માં વેણુગોપાલ એર ઈન્ડિયા કૌભાંડ બહાર લાવ્યા હતા. તેમની પાસે અત્યારે કોંગ્રેસમાં સંગઠન મહાસચિવનું મહત્વનું પદ છે.

ચૂંટણી નહીં લડવાનું કારણ: વેણુગોપાલનું કહેવું છે કે, તેમના પર પાર્ટી સંગઠનની જવાબદારી છે. તેઓ કર્ણાટકના પ્રભારી પણ છે. તેના જ કારણે તેઓ ચૂંટણી ન લડીને પાર્ટી માટે કામ કરશે. 
 

ચૂંટણી પ્રચારમાં લાલુ યાદવ જોવા નહી મળે
5.
 • ચૂંટણી રાજકારણમાં ક્યારથીઃ લાલુ યાદવ 1977માં છપરાથી લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ 1990થી 1997 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા. યુપીએ સરકાર (2004-09)માં રેલ મંત્રી રહ્યા.
 • ચર્ચામાં કેમ રહ્યા: લાલુ પ્રસાદ તેમના મજાકિયા ભાષણોના કારણે ઘણાં પ્રખ્યાત છે. ઈમરજન્સીના સમય પછી તેઓ બિહારની દરેક ચૂંટણીમાં સક્રિય રહ્યા હતા.
 • ચૂંટણી પ્રચારથી દૂર રહેવાનું કારણ: લાલુ ચારા કૌભાંડ કેસમાં કેદી છે. તેના કારણે તેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં. હાલ રાંચી રિમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે. 
ચૌહાણ પણ ચૂંટણી નહીં લડે
6.
 • મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પર લોકસભા ચૂંટણી નહીં લડે તેવું માનવામાં આવે છે. તેમની જગ્યાએ તેમની પત્ની અમિતા આ વખતે લોકસભા ચૂંટણી લડી શકે છે.
 • કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આ વખતે તેમની પરંપરાગત સીટ પીલીભીત છોડે તેવી પણ શક્યતા છે. પીલીભીતથી તેમના દીકરા વરુણ ગાંઘી ચૂંટણી લડી શકે છે. વરુણ ગાંધીએ ગઈ વખતે સુલ્તાનપુર સીટ જીતી હતી. મેનકા હરિયાણાની કરનાલ સીટથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
 • રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલાવાડથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે.
દશકાઓ પછી દક્ષિણ ભારતના બે દિગ્ગજો વગર ચૂંટણી થશે
7.
 • તમિલનાડુના રાજકારણમાં આ પહેલો મોકો છે કે જ્યારે બે મોટા ચહેરા અન્નાદ્રુમકના જયલલિતા અને દ્રુમકના કરુણાનિધિ નહીં હોય. જયલલિતાનું 2016માં અને કરુણાનિધિનું 2018માં નિધન થયું છે.
 • દ્રવિડ યોદ્ધા તરીકે ઓળખાતા કરુણાનિધિએ પહેલી વિધાનસભા ચૂંટણી 1957માં લડી હતી. તેઓ 13 વાર ધારાસભ્ય બન્યા હતા. 61 વર્ષની રાજકીય કેરિયરમાં તેઓ કદી એક પણ ચૂંટણી હાર્યા નથી. 1969માં તેઓ પહેલીવાર રાજ્યના સીએમ બન્યા હતા. ત્યારપછી તેઓ પાંચ વાર સીએમ બન્યા છે. તેઓ પહેલાં એવા નેતા છે જેમણે તમિલનાડુમાં પહેલી નોન કોંગ્રેસી સરકાર બનાવી હતી.
 • તમિલનાડુમાં અમ્મા તરીકે લોકપ્રિય થયેલા જયલલિતાએ એમજી રામચંદ્રનના નેતૃત્વમાં પહેલીવાર 1982માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991માં પહેલીવાર તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. 6 વાર રાજ્યના સીએમ રહ્યા હતા. ગઈ લોકસભા ચૂંટણીમાં જયલલિતાના નેતૃત્વમાં અન્નાદ્રુમકના રાજ્યની 39માંથી  37 સીટો પર જીત મેળવી હતી.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી