લોકસભા ચૂંટણી 2019 / કોંગ્રેસને વધુ એક ફટકો, પૂર્વ સાંસદ અરવિંદ શર્માની ભાજપમાં એન્ટ્રી

Divyabhaskar | Updated - Mar 15, 2019, 02:59 PM
Former Mp Arvind Sharma's entry into BJP
X
Former Mp Arvind Sharma's entry into BJP

  • અરવિંદ શર્મા હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં BJPમાં જોડાયા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો સિલસિલો યથાવત છે. ગુરુવારે 2 નેતાઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ શુક્રવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ અરવિંદ શર્મા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અરવિંદ શર્મા હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં BJPમાં જોડાયા છે. તેઓ  બે વખત સાંસદ રહી ચુક્યા છે.

દિલનો અવાજ સાંભળી BJPમાં જોડાયોઃ અરવિંદ શર્મા
1.તેમણે ભાજપમાં જોડાયા બાદ કહ્યું કે મેં મારા દિલની વાત સાંભળી છે અને BJPમાં જોડાયો છું. મને મારા આ નિર્ણય પર ગર્વ છે. પાર્ટી જે પણ જવાબદારી સોંપશે તે હું યોગ્ય રીતે કરીશ.
વડક્કન અને અર્જુનસિંહ પણ કોંગ્રસમાંથી અલગ થયા
2.કોંગ્રેસ નેતા ટોમ વડક્કન છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની વંશવાદની નિતી પરેશાન હતા. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના પુલવામા હુમલા અંગેના વલણથી પણ દુઃખી હતા. તો બીજી બાજુ TMCનેતા અર્જુનસિંહ પણ ગુરુવારે કોંગ્રેસમાંથી અલગ થઈને ભાજપમાં જોડાઈ ગયા છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App