તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • India And Pakistan Flight Operations Have Been Suspended After Pakistan Air Strike In India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુદ્ધની સ્થિતિમાં ભારત-પાકિસ્તાનની સીમા પર આવેલા એરપોર્ટ બંધ કરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યના લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાણકોટના એરપોર્ટને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે
 • પાકિસ્તાનના લાહોર, મુલતાન, ફૈઝાલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરોપર્ટ પરથી સ્થાનિક અને ઈન્ટરનેશનલ ઉડાન રદ કરાઈ

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન તરફથી સીમા પર સતત સીઝફાયર કરવામાં આવ્યું હતું. હુમલા પછીથી જ પાકિસ્તાન તરફથી એલઓસી પર ગોળીબાર દરમિયાન પાકિસ્તાની લડાકૂ વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું અને સીમામાં તેમને 2 વિમાન ઘૂસી ગયા હતા. પાકિસ્તાનીન આ હરકત પછી જમ્મુ-કાશ્મીર અને પંજાબના તમામ 8 એરપોર્ટ પર દરેક ઉડાન રદ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરાખંડના દેહરાદૂનનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અમુક કલાકો સુધી આ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ઉડાન રદ કરવામાં આવી હતી. જોકે બપોરે 3 વાગે દરેક એરપોર્ટ પર ઉડાનને રેગ્યુલર ચાલુ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

 

ક્યાં કયા એરપોર્ટ પર ઉડાન બંધ કરવામાં આવી હતી: રાજ્યના લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાણકોટના એરપોર્ટને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું હતું. અહીં ઘણાં ઈકોનોમિક વિમાનોની ઉડાન પણ રદ કરી દેવામાં આવી હતી. ભારતીય એરપોર્ટ ઓથોરિટી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મરી સિવાય પંજાબનું અમૃતસર એરપોર્ટ અને ઉત્તરાખંડનું દેહરાદૂન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

 

પાકિસ્તાની જેટ ફાઈટર વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરીને લાઈન ઓફ કંટ્રોલ પાસે 4 જગ્યાએ પેલોડ પાડ્યાં છે. ભારતીય વાયુસેનાની ગતિવિધિઓના કારણે શ્રીનગર એરપોર્ટ પરના ઈકોનોમિક ઉડાન પણ રદ કરી દેવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય નાગરિકો માટે રનવે આગામી 3 કલાક સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો. 


પાકિસ્તાને પણ બંધ કરી હવાઈ સેવા: સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને પણ તાત્કાલિક તેમની હવાઈ સેવા બંધ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાહોર, મુલતાન, ફૈઝાલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરોપર્ટ પરથી સ્થાનિક અને ઈન્ટરનેશનલ ઉડાન રદ કરી દેવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો